________________
૩૧૨ (રાગ : યમનકલ્યાણ) ગુરુદેવ દયાળુ દયા કરજો, મારે પ્રેમ બનીને રહેવું છે; ગુરુદેવ ચરણ શરણ મહીં, ઉદાર બનીને રહેવું છે. ધ્રુવ ગુરુ વીણા રૂપ જો આપ ધરો, મારે તાર બનીને રહેવું છે; ગુરુ સંગીત રૂપ સ્વરૂપ ધરો, સિતાર બનીને રહેવું છે. ગુરુદેવ ગુરુ મ્યાન રૂપ જો આપ ધરો, તલવાર બનીને રહેવું છે; ગુરુ ભોળાનાથ સ્વરૂપ ધરો, હોંશિયાર બનીને રહેવું છે. ગુરુદેવ ગુરુ આતમ રૂપ સ્વરૂપ ધરો, દરબાર બનીને રહેવું છે; ‘દાસ બહાદુર' કહે સદ્ગુરુ ચરણે, એક્તાર બનીને રહેવું છે. ગુરુદેવ
- દાસ બહાદુર
ઉ૧૦ (રાગ : હિંદોલ) હરિ, જેવો તેવો હું, દાસ તમારો, કરૂણાસિંધુ, ગ્રહો કર મારો. ધ્રુવ સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી; શરણ પડ્યો ખલ અમિત કુકરમી, તદપિ ન મૂકો ઠેલી. હરિ૦ નિજ જન જૂઠાની જાતી લજ્જા, રાખો છો શ્રી રણછોડ; શૂન્ય - ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ. હરિ૦ અવળનું સવળ કરો સુંદર-વર, જ્યારે જન જાય હારી; અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન , પ્રભુ દુ:ખ દુકૃતહારી. હરિ વિનતી વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ માનો;
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો. હરિ વિક્ટ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુ:ખ જાણો; આરત-બધુ સહિષ્ણુ અભયકર, અવગુણ નવ આણો. હરિ સર્વેશ્વર સવત્મિા. સ્વતંત્ર ‘દયા’ પ્રીતમ ગિરિધારી; શરણાગત-વત્સલ શ્રી જી મારે, મોટી છે ઓથ તમારી. હરિ
૩૧૧ (રાગ : ખમાજ) હરિ શું કરું રે ? મારો ! માયા ન મૂકે કેડો. કોટિ કલ્પ સુધી એણે ભમાવ્યો, ભમેં હજુ નહિ છેડો; મુજથી ન છૂટે, ને આપ છોડાવો, મારો કયે ભવે નીવેડો ? હરિ સેવા-સમરણ-કામ કરું, મારો ક્ષણુંએ ન છાંડે કેડો; શું ગજું મારું, અવિધા જીતી ? કરું ચરણકમળે નેડો. હરિ આપ વિના એના સૌ ચેલા, કોને કહું દુ:ખ ડો ? દાસી તમારી એ જાય ખેરો જ્યાં, પાછી ફ્રે જ્યારે તેડો. હરિ કરગરી કહું છું કૃષ્ણ ! કૃપાનિધિ ! ચરણે પડ્યો ન ખસેડો; માયા કાળ-અગ્નિથી બચે દયો ! શ્રીકૃષ્ણ ! કૃપાંજળ રેડો. હરિ૦
ધ્રુવ
૩૧૩ (રાગ : તિલકકામોદ) પ્રીતમ મુજમેં પાયા, મેરા પ્રીતમ મુજમ્ પાયો. આજ આનંદ અપારહી મેરે, તનકે તાપ બિલાયા. ધ્રુવ ખોજત ખોજત દિન ભયે ક્ત, કરતહિ કોટિ ઉપાયા; જબર્સે મિલે સંગુરુ ભેદુ, હિનહિ પલમેં મિલાયા, મેરા ખેલ ખેલાવત અંતરજામી, જિન બહુ નામ ધરાયા; સો અવિનાશી પલ નહિ બિછુરે, પ્રાણપતિ જો હાયા. મેરા પડી પરીક્ષા હર્ષ ભયો હૈ, ભયા સકલ મન ભાયા; જન ‘દેતા’ કહે દરશ્યા સબમેં, અભય નિરંજન રાયા. મેરા
• દેવાતા
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત / તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત
૧૮૯
ભજરેમના
દયારામ