________________
જમકિંકરના મુદગર મોટા, ઈ કેમ જોવાશે; ભગવદ્ગીતા ભાવ ધરીને, શ્રવણે કેમ સંભળાશે ? મરવા ‘દયારામ' કહે પૂરણબ્રહ્મ તે, રામ રૂદયે ધરાશે; સોધે સંત સંગત કરતાં, સુખથી તરત મરાશે. મરવા
૩૦૮ (રાગ : બ્રિદ્રાબની) શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ સખી.
ધ્રુવ જેમાં કાળાશ તે સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું? શ્યામ, કસ્તુરીની બિંદી કરૂં નહિ, કાજળ ન આંખમાં અંજાવું. શ્યામ, કોકિલાનો શબ્દ સૂણું નહિ, કાગવાણી શુકનમાં ન લાવું. શ્યામ નીલાબંર કાળી કંચુકી ના પે'રું, જમુનાનાં નીરમાં નાં નહાવું. શ્યામ દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો, પણ મન કહે પળ ના નિભાવું. શ્યામ,
૩૦૭ (રાગ : બિહાગ) વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘુમે; હરિજન નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘુમે . ધ્રુવ હરિજન જોઈ હૈડું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં; કામ દામ ચટકી નથી છટકી, ક્રોધે લોચન રાતાં. વૈષ્ણવ તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો; તારા સંગનો રંગ ન લાગે, ત્યહાં લગી તું કાચો. વૈષ્ણવ પરદુ:ખ દેખી હૃદય ને દાઝે, પરનિંદા નથી ડરતો; વહાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે ન, હું હું કરતો. વૈષ્ણવ પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહીં, કહેણી તેવી રહેણી ન મળે, ક્યાં લખ્યું, એમ કહેતો. વૈષ્ણવ ભજનારૂઢ નથી મન નિશ્ચય, નથી હરિનો વિશ્વાસ; જગત તણી આશા છે ત્યાં લગી, જગત ગુરુ, તું દાસ. વૈષ્ણવ મન તણો ગુરુ મન કરીશ તો, સાચી વસ્તુ જડશે; દયા દુઃખ કે સુખ માન પણ, સાચું કહેવું પડશે. વૈષ્ણવ
૩૦૯ (રાગ : ધોળ) સૌથી સમરથ રાધાવરનો આશરો, જેના જનને દૂભવી શકે નહિ કોઈ જો; જમનું જોર ન ચાલે દોષ કરે કદા, ક્ષમા કરે કે હરિ ચાહે તે હોય જ.
સૌથી દેવ બીજા સૌ મોટા હરિના હુકમથી, સુર, બ્રહ્મા, શિવ-શક્તિ, શેષ, મહેશ જો; કેશવે આગે બળ કોઈનું ચાલે નહિ, દેવ સૌ રૂઠે હરિજન ડરે ન લેશ જો.
સૌથી જાડો હરિનો ભગત જગતમાં થઈ , એવાનું પણ માધવ રાખે માન જો; બા'નું પોતાનું જોઈ પાળે બિરદને, જેમ જડ પુરોહિતને પોષે યજમાન જો.
સેંથી માયા કાળતણો ભય કોઈથી નવ ટળે, અભય અચળ કરવા સમરથ નહિ કોઈ જો; વિના એક શ્રી હરિવર-ગિરધરલાલજી , સે ”જ શરણ જોતામાં સન્મુખ જોઈ જો.
સૌથી એવા કરુણાનિધિ સમરથ શ્રી નાથજી, દાસ ‘દયા’ના પ્રીતમ પ્રાણાધાર જે; એને મૂકી અન્યતણો આશ્રય કરે, તે નિગી મૂરખનો સરદાર જો .
સૌથી
ગોવિંદકે કિયે જીવ, જાત હૈ રસાતલકું, ગુરૂ ઉપદેશું સો તો છૂટે યમ દસ્તે, ગોવિંદકે કિયે જીવ વશ પરે કર્મન કે, ગુરૂકે નિવારે સું, તિ હૈ સ્વચ્છંદતૈ; ગોવિંદકે કિયે જીવ ડૂબત ભૌસાગરમે, સુંદર કહત ગુરૂ કોર્ટ દુ:ખ લૈં, ઔર હૂકહાંલો કછૂ, મુખતે કહ્યું બનાય, ગુરૂકી તૌ મહિમા અધિકહૈ ગૌવિંદá.
સંત સપૂતને તુંબડા, ત્રણેનો એક સ્વભાવ
એ તારે પણ બોળે નહી, એને તાર્યા ઉપર ભાવ ભજ રે મના
૧૮
જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત. સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત
૧૮૭)
દયારામ