________________
૩૦૩ (રાગ : જોગીયા) બન જા હરિદાસા , હરિદાસા બન જા.
ધ્રુવ સુધાસિંધુકે સમીપ બસકે, મૂઢ રહત ક્ય પ્યાસા ? દીન હોત ક્યોં દુ:ખ પાવત હૈ ? બસંત પરસકે પાસા. બનો કામધેનું સુરદ્રમ ચિંતામણિ, ઈશ્વર અખિલ નિવાસ; ઉનકું છોડ ઔરનકું ધ્યાવે, સો તો વૃથા પ્રયાસા. બનવ માનવ દેહ દુર્લભ ક્ષણભંગુર, ક્યું જલ બીચ પતાસા; અચલ સત્ય એક હરિકી સેવા, સબ કુછ તરત તમાસા. બનn શરણાગત વત્સલ શ્રી વિઠ્ઠલ , ક્યું મન રહત ઉદાસ ? ‘દયારામ' સદ્ગુરુને બતાયા, હે મનસુબી ખાસા. બનો
૩૦૫ (રાગ : કટારી) ભટક્તાં ભવમાં રે, ગયા કાળ કોટિ વહી; હદ થઈ હાવાં રે, રાખો હરિ હાથ ગ્રહી. ધ્રુવ આવ્યો શરણ કિતાપનો દાઝયો, શીતળ કીજે શ્યામ ! કરગરી કહું છું, કૃષ્ણ કૃપાનિધિ ! રાખો ચરણ સુખધામ; કરુણા કટાક્ષે રે, કિભિષ કોટી દહીં, ભટકતાંo જો મારાં કૃત સામું જોશો, તો ઠરશે બરાબર; રત્ન, ગુંજા, ક્યમ હોયે બરાબર, હું તો રંક ને તમો હરિ! માટે મને મોટું રે, કરજો મુને રંક લહી. ભટકતાંo આશાભર્યો આવ્યો અવિનાશી , સમર્થ લહી, તમ પાસ; ધર્મધોરીંધર તમ દ્વારેથી, હું ક્યમ જાઉં નિરાશ? નિજનો કરી લેજો રે, ના તો મને કહેશો નહિ. ભટક્તio અરજ સાંભળો, અનાથ જનની , શ્રવણે શ્રીરણછોડ, એક વાર સમ્મુખ જુઓ શામળા, તો પહોંચે મનના કોડ; હસીને બોલાવો રે, ‘દયા’ તું તો મારો કહી. ભટકતાંo
૩૦૪ (રાગ : ખમાજ) બેલીડા ! ઉઠો ઉતાવળા થઈ, સાંતીડાને જોડો ખેતરમાં જઈ. ધ્રુવ ધરમને નિયમના ધોરી જોડ તમે, અનુભવ હળને લઈ; મોહ માયાનાં ઢેફાં રે ભાંગો, શમનું ખાતર દઈ. બેલીડા અમર નામની ઓળું કાઢો તમે, સુરત સેંઢા પર રહી; વાંક અંતરનો કાઢો વિવેકથી, ખોટનું ખાતું નહિ. બેલીડા જ્ઞાન ધ્યાનના કણ મોંઘેરાં લેજો , તનમન નાણાં દઈ; મનુષ્ય ખેતરમાં વાવો વિવેકથી, ગુરુગમ ઓરણી લઈ. બેલીડા) જ્ઞાનના અંકુર ઉગ્યા ખેતરમાં, ધીરપ ઢંઢણી થઈ; કુડ કપટનાં કાઢો પારેવડાં, મન રખવાળો રઈ. બેલીડા મોક્ષના કણસલાં પાક્યાં ખેતરમાં, ખબર ધણીને થઈ; દાસ ‘દયો’ કહે એવી કરજો કમાઈ, જેથી ભવની ભાવઠ ગઈ. બેલીડા
૩૦૬ (રાગ : સોરઠ ચલતી). મરવા ટાણે રે મેં થી કેમ મરાશે ? હરિ હરિ હવે શું થાશે ? ધ્રુવ બરકીને બોલાશે નહી, પછી ગોવિંદ કેમ ગવાશે ? કોઈનું બોલ્યું કાને નહીં સંભળાય, સાસે ધમણ ધમાશે. મરવા પિંડે પડખું નહીં પલટાય, પછી બેઠું કેમ થવાશે; રોમ રોમની વ્યાધિ થાશે , ઈ દુ:ખ કેમ સહેવાશે ? મરવા હિંમત જાશે માંડ ખાશે, કુબુદ્ધિ કંઈ ઘેરાશે; મુંબડું પાણી પાશે જ્યારે, હાથે કેમ જમાશે ? મરવા
તન તરકટ, તન તીર હૈ, મન મરકટ, મન મીર
| તન મન કો ફેંકી ફરે, ઉસકા નામ ફકર ભજ રે મના
૧૮)
જગ માયાનું પૂર છે, જીવ સહુ ડુબી જાય સંત સમાગમ જો કરે, તો સર્વેથી તરાય
'૧૮૫
દયારામ