________________
૩૦૦ (રાગ : બિહાગ)
ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે. ધ્રુવ સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણને નવમાસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે; માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે. કૃષ્ણને તું અંતર ઉદ્વેગ ઘરે, તેથી કારજ શું સરે ? ઘણીનો ધાર્યો મનસુબો, હર-બ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે; જેવા જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નીસરે, કૃષ્ણને૦ થનાર વસ્તુ થયા કરે, જયમ શ્રીફ્ળ પાણી ભરે; જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે. કૃષ્ણને૦ જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે; એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કૂટાઈ તું મરે ? કૃષ્ણને તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે; આપતણું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે. કૃષ્ણને૦ થવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે; રાખ્ય ભરોસો રાધાવરનો, ‘દયા’ શીદને ડરે ? કૃષ્ણને
૩૦૧ (રાગ : બિહાગ)
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. ધ્રુવ સિંહણકેરું દૂધ હોય, તે સિંહણ-સુતને જરે; કનકપાત્ર પાખે સૌ ધાતુ, ફોડીને નીસરે, પ્રેમરસ
ભજ રે મના
સબ બનમેં ચંદન નહિ, સબ દલ સૂરમા નાહિ સબ સીપી મોતી નહિ, ઐસે સંત જગ માંહિ
૧૮૨
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે; ક્ષાર-સિંધુનું માછલડું જ્યમ, મીઠા જળમાં મરે. પ્રેમરસ સોમવલ્લી-રસપાન શુદ્ધ જે, બ્રાહ્મણ હોય તે કરે; વગળવંશીને વમન કરાવે, વેદ-વાણી ઉચ્ચરે, પ્રેમરસ૦
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે; મત્સ્યભોગી બગલો મુક્તાફળ, દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ એમ કોટિ પ્રકારે પ્રેમ વિના, પુરુષોત્તમ સૂંઠ ન રે; ‘દયા' પ્રીતમ શ્રી ગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. પ્રેમરસ૦
૩૦૨ (રાગ : માંડ)
પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. ધ્રુવ અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કો'નું દુખ જાય ? તેલ વિના અસ્ફૂટ તલ પૂરેથી, દીપક કેમ પ્રગટાય ? ગિરધર પ્રગટ પાવક વિના કાષ્ઠને ભેટે, કઈ પેરે શીત સમાય? પૃથ્વી ચાટે તૃષા ટળે નહિ, અંતર જળ શ્રુતિ ગાય. ગિરધર૦ દીવાસળી પાષાણસ્પર્શથી કો' કહે જ્વાળા જણાય ? સુરભિપેટમાં પય, તેમાં ઘૃત, તોય પુષ્ટિ ન પામે ગાય. ગિરધર૦ વ્યાપકથી વાતો નવ થાય, તેથી જીવ અકળાય; રસિયા જન મનરંજન હરિવર, ‘યા’ પ્રીતમ ગુણ ગાય. ગિરધર
સાહ ભર્યો ઉમરાહ ભર્યો, પતસાહ ભયો જગશિપ નયો હૈ, રાગી ભયો બડભાગી ભયો, વિતરાગી ભયો વન જાય રહ્યો હૈ; માની ભયો નિરમાની ભયો, પરમાની ભયો જસવાસ લયો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો આશ્રય, જો ન ભયો તો કછુ ન ભયો હૈ.
ઉદર સમાતા અન્નલે, તન હી સમાતા ચીર અધિક હિ સંગ્રહ ના કરે, ઉસકા નામ ફકીર
૧૮૩
દયારામ