________________
દયારામ
ઈ. સ. ૧૭૭૭ - ૧૮૫૨
દયારામનો જન્મ નર્મદાકાંઠે આવેલા ચાણોદ ગામમાં તા. ૧૬-૮-૧૭૭૬ના થયો હતો. તેમના પિતાનું નામ પ્રભુલાલ ભટ્ટ અને માતાનું નામ રાજકોર હતું. નાનપણથી તેઓએ તેમના મોસાળ ડભોઈ ગામમાં વસવાટ કર્યો હતો. તેઓ પ્રેમલક્ષણાભક્તિની, મુખ્યત્વે શૃંગારપ્રધાન રસિક - મધૂર-પદ - ગરબીઓના કવિ તરીકે જાણીતા છે. તેઓ સંગીતજ્ઞ તથા સારા ગાયક પણ હતા. વૈષ્ણવ સંપ્રદાયના રંગથી બરાબર રંગાતા એમણે વિ.સં. ૧૮૫૮માં વલ્લભજી મહારાજ પાસે શ્રીનાથજીના સાન્નિધ્યમાં બ્રહ્મસંબંધ ગ્રહણ કર્યો હતો. દયારામની ગરબીઓ
‘દયારામ રસસુધા’ તેમજ અન્યત્ર ગ્રંથસ્થ થયેલી છે. પુષ્ટિમાર્ગના અનુયાયી આ ભક્તકવિએ, વૈષ્ણવ સંપ્રદાયને લગતી ઘણી રચનાઓનું સર્જન કર્યું છે. વ્રજ અને હિન્દી ભાષામાં પણ એમણે સાહિત્ય રચ્યું છે. તેઓ ‘દો’, ‘દયાસખી’, ‘દયાશંકર' નામે પણ પ્રચલિત થયા છે. તેમનું અવસાન ૭૫ વર્ષની વયે તા. ૨૯-૨-૧૮૫૨માં થયું હતું.
૨૯૯
300
૩૦૧
૩૦૨
હંસકંકણી
બિહાગ
બિહાગ
માંડ
ભજ રે મના
ઓ વ્રજનારી ! શા માટે તું
ચિત્ત તું શીદને ચિંતા ધરે
જે કોઈ પ્રેમ અંશ અવતરે
પ્રગટ મળે સુખ થાય ગિરધર
કિસ્મત કુછ ભી કામ ન આઈ, ધોખા દિયા લકીરોને ભાગ્ય ભરોસે બૈઠ ન ભાઈ, કહ દી બાત ફકીરોને ૧૮૦
303
૩૦૪
૩૦૫
૩૦૬
309
30
30:
૩૧૦
૩૧૧
જોગીયા
ખમાજ
કટારી
સોરઠ ચલતી
બિહાગ
બિંદાવની
ઘોળ
હિંદોલ
ખમાજ
બન જા હરિદાસા
બેલીડા ઊઠો ઉતાવળા થઈ
ભટકતાં ભવમાં રે ગયા
મરવા ટાણે રે મેં થી કેમ મરાશે ? વૈષ્ણવ નથી થયો તું રે
શ્યામ રંગ સમીપે ન જાવું
સૌથી સમરથ રાધાવરનો આશરો
હરિ જેવો તેવો હું દાસ તમારો
હરિ શું કરું રે ? મારો ! માયા
૨૯૯ (રાગ : હંસકંકણી)
ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ? પૂણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે. ધ્રુવ મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં; ત્યારે મોહને મહેર આણી મનમાં, ઓ વ્રજનારી ! શા માટે
હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી; સુખદુ:ખ કાંઈ દિલમાં નવ વ્હેતી, ઓ વ્રજનારી ! શા માટે
મારે અંગે વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા; તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી ! શા માટે ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કો માં શિરોમણિ કીધી; દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી ! શા માટે માટે ‘ દયા' પ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ; મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી ! શા માટે
દાદુ સદ્ગુરુ કે ચરણ, અધિક અરૂણ અરવિંદ દુ:ખ હરત તારણતરણ, મૂક્ત કરણ સુખકંદ
૧૮૧
દયારામ