________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૬૮ / Tી ન કોઈ શોક હતો કે હવે બચી જવાથી ન કોઈ આનંદ હતો. બન્ને
© અવસ્થામાં આત્મસ્થ હતા.
ભરતજી એકવાર ભાભીઓની ક્રુરતાથી ઘરની બહાર નીકળી ગયા. જઈ ઝાડની નીચે વિશ્રાંતિ લેવા બેઠા હતા. ત્યાં થઈને એ જ દેશના રાજા રહૂગણ પાલખીમાં બેસી અધ્યાત્મ વિદ્યાના શ્રવણ માટે જતા હતા. પાલખી ઉંચકનારમાંથી એક માણસ બિમાર થવાથી તેને મુક્ત કરી આ હૃષ્ટપુષ્ટ ભરતજીને બળજબરીથી લાવી પાલખીનો દાંડો તેમના ખભા ઉપર મૂક્યો. પાલકી વાંકી ચૂકી ચાલે. રાજાએ કહ્યું છતાં એ તો એમની મસ્તીમાં જ ચાલતા રહ્યાં. ત્યારે બીજીવાર રાજાએ ક્રોથમાં આવી કહ્યું : અલ્યા મૂર્ખ જો તારી ખાંધ દુખતી હોય તો થોડીવાર વિશ્રાંતિ લે. આ સાંભળતા જ ભરતજીએ પાલખીનો દાંડો નીચે મૂકી દીધો અને જીવનમાં પહેલી જ વાર ઉચ્ચાર કરી રાજાને ઉપદેશ આપ્યો કે–
૧૬૯
વચનામૃત વિવેચન હે રાજા! તું એમ કહેવા માગે છે કે આત્મા શ્રમિત થઈ (f) શકે? થાકી શકે? એને ઈજા થઈ શકે? આત્માને કદી કંઈ ઈજા થઈ શકે નહીં. હું તો રસ્તામાં ચાલતાં બિચારા રંક જીવ જંતુઓ પગ નીચે દબાઈ ન જાય, તેના માટે જોઈને ચાલતો હતો. તેથી પાલખી વાંકી ચૂકી ચાલતી જણાતી હતી. જીવોની રક્ષા માટે જ્યાં સુધી મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી તે દ્વારા માયાનો તિરસ્કાર ન કરે, બધાની આસક્તિ ન છોડે, કામ, ક્રોધાદિ છએ શત્રુઓને જીતી આત્મતત્ત્વને ન ઓળખે ત્યાં સુધી તે ચારગતિરૂપ સંસારમાં જ ભટક્યા કરે છે.
- હવે તો મહાપુરુષના સત્સંગ દ્વારા જ્ઞાનરૂપ ખગ પ્રાપ્ત કરી પોતાના મોહબંધનને કાપી જ નાખવા જોઈએ. તો જ ભગવાનની સ્મૃતિ અખંડ રહે.
આવી અદ્ભુત તત્ત્વની વાતો સાંભળી રાજા તો ભરતજીના ચરણમાં પડ્યો અને બોલ્યો : હે સમર્થ પુરુષ! હું આપની ક્ષમા યાચું છું. આપ તો મહાન આત્મા છો. ભરતે રાજાને આશીર્વાદ આપ્યા.
ભરતજી પોતાનું આયુષ્ય ભગવભક્તિમાં પૂર્ણ કરી સદાને માટે જન્મમરણના બંધનથી મુક્ત થઈ પરમાનંદને પ્રાપ્ત થયા.
જનક વિદેહીનું દ્રષ્ટાંત - જનક વિદેહી ઘરમાં રહ્યા છતાં વિદેહી દશાએ વર્તતા હતા. મિથિલા નગરીને બળતી જોઈ મારું કંઈ બળતું નથી, એમ જેને હતું; જળમાં કમળ રહે તેમ રહેતા હતા.
એક માણસને શંકા થવાથી જનકરાજા પાસે આવી પૂછ્યું કે તમે રાજ્ય કરો છો અને વિદેહી કેવી રીતે રહેતા હશો?
છ
-///
HIEF