________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૬૬ / સહિત અંતરમાં ખેદ રહ્યા કરે છે અને એનું પરિણામ એટલે ફળ
આવે ત્યારે પણ પસ્તાવો થાય છે. એવા જે કામો કરાય છે તેને જ્ઞાનીઓ પૂર્વકર્મનો દોષ કહે છે. અંતરમાં મોહની વ્યાકુળતા હોવાથી સંસારના કામો કરવા પડે છે; છોડી પણ શકતો નથી. અને અંતમાં ખેદ થાય છે; તેને જ્ઞાની પુરુષો પૂર્વકર્મનું કારણ કહે છે. હવે નવા તેવાં ન બંધાય તે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ક૭. જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ.
જડભરતનું દ્રષ્ટાંત – જડભરત આ ભવમાં અસંગપણે રહ્યા કેમકે એમને જાતિસ્મૃતિજ્ઞાન થવાથી જાણ્યું કે પૂર્વભવમાં હરણ પ્રત્યેના સંગથી મારી વૃત્તિ મરણ સમયે હરણમાં રહી અને મૃત્યુ પામીને હું હરણીના પેટે અવતર્યો. તેથી આ ભવમાં હવે મારે કોઈનો પણ સંગ કરવો નથી એમ વિચારી મૌનપણું સ્વીકારી અસંગપણે જડ માણસ કંઈ સમજે નહીં તેમ રહી, પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. વીતરાગનો માર્ગ પણ અસંગ અને અપ્રતિબંઘ થવાનો જ છે માટે કૃપાળુદેવ કહે છે કે મને પણ એવી અસંગ દશા પ્રાપ્ત થાઓ.
જડભરત પૂર્વભવમાં રાજા હતા. ત્યારે પણ રાજાનું નામ ભરત હતું. વૈરાગ્ય પામવાથી રાજપાટ છોડી સંન્યાસી બન્યા. જંગલમાં નદી કિનારે હરણી પાણી પીવા આવી. તે સમયે સિંહની ભયંકર ગર્જના સાંભળીને ગભરાઈ ગઈ અને નદીની સામે પાર જવા માટે છલાંગ મારીને કૂદી. એના પેટમાં ગર્ભ હતો તે નદીમાં નીકળી પડ્યો અને હરણી થાક તથા ભયને લીધે નદીની પેલી પાર પડી મરણ પામી.
હરણીના બચ્ચાને નદીમાંથી પ્રેમથી ઉંચકી લઈ ભરતજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. ત્યાં તેને ખાવાપીવાની વ્યવસ્થા કરવાનો તથા તેને લાડ લડાવવાનો જાણે નિત્યક્રમ બની ગયો. જ્યાં જાય ત્યાં બચ્ચ સાથેને સાથે હોય. એમના વગર બચ્ચાને ગમે નહીં. જેમ એક મ્યાનમાં બે તરવાર રહે નહીં તેમ ભરતજીનો પણ ભગવત ભક્તિમાંથી હવે પ્રેમ ઉઠી ગયો અને બચ્ચાની સારસંભાળમાં જ રહેવા લાગ્યા.
ભરતજીનો અંત સમય આવ્યો ખાટલા પરથી ઉઠી શકે નહીં. તે જોઈ સામે બેઠેલ બચ્ચાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. તે જોઈ અંત સમયે
૧૬૭
વચનામૃત વિવેચન બચ્ચાનું ધ્યાન રહેવાથી ભરતજીને હરણીના પેટે અવતરવું પડ્યું. તે આત્મસાધના માટે રાજપાટનો ત્યાગ કર્યો હતો પણ જંગલમાં જઈ બચ્ચાના મોહમાં ફસાઈ ગયા.
હરણરૂપે જન્મ્યા પછી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સંગના લીધે મારે હરણ થવું પડ્યું છે એમ જાણી તેનો પશ્ચાત્તાપ થવાથી માતાનો ત્યાગ કરી એકાંતમાં રહી હરણના ભવનો ત્યાગ કરી બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા.
ત્યાં બ્રાહ્મણના ઘરે જન્મ થયા પછી પાછું જાતિસ્મરણશાન થયું. પૂર્વભવ જણાયા. તેથી રખેને મને કોઈ પ્રત્યે મોહ થઈ જાય એમ જાણી પોતાના કુટુંબીઓ, સગાં વગેરેથી બીતા રહી ભગવાનના પવિત્ર ચરણકમળનું જ હમેશાં ધ્યાન કરતા અને બહારથી મૂર્ખ, બહેરા, ગાંડા જેવો દેખાવ કરતા હતા.
માતાપિતા ગુજરી ગયા, પછી ભાઈઓએ બધું વહેંચી લીધું. ભરતને જડભરત જેવો જાણી કંઈ ભાગ આપ્યો નહીં. ભાભીઓ પણ તેમની પાસે કઠીન કામ કરાવતી, કામ પૂરું ન થાય તો બહુ ક્રૂર રીતે વર્તતી. છતાં ભરતજી કંઈ બોલતા નહીં. ઘર બહાર નીકળી વૃક્ષ નીચે બેસતા. ક્રોધ શાંત થતો ત્યારે પાછા ઘરે આવતા. ખાવા માટે ચોખાની કણકી, તલનો ખોળ, સડેલા અડદ, બળી ગયેલું અન્ન આદિ આપતા તે અમૃત તુલ્ય જાણી ખાઈ જતા.
સ્નાન ન કરવાથી શરીરે ઘૂળના થર જામ્યા હતા. ફાટેલું તુટેલું વસ્ત્ર વીંટી રાખતા. લોકો આ અધમ બ્રાહ્મણ છે, એમ કહી એમની અવગણના કરતા. ભરતજી એથી પરમ સંતોષ માનતા. કારણકે તેઓ એમ સમજતા કે અવગણના એ આસક્તિનો છેદ કરવામાં વજ જેવું શસ્ત્ર છે.
એકવાર ચોરોના રાજાને સંતાનની પ્રાપ્તિ માટે મહાકાળી આગળ પુરુષનો ભોગ આપવો હતો. તે કોઈ પુરુષને પકડી લાવ્યા હતા. પણ તે બંધનથી છૂટીને ભાગી ગયો. તેને શોધવા જતાં ભાઈના ખેતરની સંભાળ કરતા આ ભરતજીને જોયા, તેને બાંધીને ભોગ માટે લાવ્યા. પછી નવડાવી નવાં કપડાં અને માળા પહેરાવી, વાજતે ગાજતે ભદ્રકાળી દેવી આગળ બેસાડ્યા. ચોર રાજાનો પુરોહિત મંત્રોથી મંત્રેલી મહાભયંકર તરવાર ભરતજીનો શિરચ્છેદ કરવા ઉગામી ત્યારે ભદ્રકાળી સ્વયં પ્રતિમામાંથી પ્રગટ થઈ તે જ તરવારથી બઘા ચોરોના માથા કાપી નાખ્યા. ભરતજી શાંતભાવે જે થાય તે બધું જોઈ રહ્યા. એમના મનમાં પૂર્વે