________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૦ / ૬૭, નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા
પ્રમાણે ચાલજે.
૭માં પુષ્પની સ્વતંત્રતાને ફરી સંભારી છે. “જો તું પરતંત્ર હોય” એમ ૧૬માં પુષ્પમાં વાત કરી હતી. પણ કોઈ દિવસ નવરાશ મળે તો તે અવકાશનો સમય ૭માં પુષ્પમાં કહ્યું તેમ ઘર્મમાં ગાળજે. પણ આજે તો નવરો છું એમ ઘારી બીજાં કામ લઈ ન બેસે તે માટે ભલામણ કરી છે. હમેશાં સ્વતંત્ર ન હોય પણ જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે ૭માં પુષ્પમાં કહ્યું છે તે પ્રમાણે દિવસનાં ભાગ પાડીને ઘર્માદિ કાર્યમાં વર્તવા યોગ્ય છે. ૬૮. કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કંઈ નિષ્પાપી સાધના આજની આનંદનીયતાને માટે શોધજે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે;
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” આનંદમાં કાળ જાય, અને આત્મા આ દેહની કે કર્મની જંજીરમાં ભરાયેલો છે, તેથી મુક્ત થાય. એવી નિષ્પાપી ગમ્મત કરવી. હંસલો દૂધ અને પાણી જાદુ કરે પણ અજ્ઞાનીઓ તો દૂઘ અને પાણીની જેમ પોતાને, દેહ સાથે એકરૂપ જ માને છે.
નિપાપી ગમ્મત - તે શાઋવિનોદ છે. શાસ્ત્રની ચર્ચાઓમાં જે આનંદ આવે કે ભક્તિમાં જે આનંદ આવે તે નિષ્પાપ ગમ્મત છે. નિર્દોષ ઘર્મના સાઘનોનો શોખ હોય, પ્રિયતા હોય તો તે વડે ચિત્ત પ્રસન્ન થાય તેમ કરવું. ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું.” પૂજા કરીને ચિત્તની પ્રસન્નતા થવી જોઈએ. જીવને બહારની વસ્તુઓમાં વાસના હોય છે. પણ તે બધું ક્લેશ અને દુઃખનું કારણ છે, માટે પરમકૃપાળુદેવે કહ્યું – “આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા.” જાગ્રત થાય ત્યાં આનંદ આવે છે. ઉપયોગ બીજે ફરતો હોય ત્યાંથી પોતા તરફ ઉપયોગ વળે, ત્યાં અનુભવ થાય છે; અને તે જ આનંદનું કારણ છે.
સવિકલ્પદશામાં જે જ્ઞાન, શેયને જાણવારૂપે પ્રવર્તવું હતું તે જ્ઞાન નિર્વિકલ્પદશામાં કેવળ આત્માનું જ જાણનાર થાય છે. ભાવો જુદા જુદા વિકલ્પ વિષે પરિણમતા હતા તે હવે કેવળ સ્વરૂપ પ્રત્યે જ તન્મય થઈ પ્રવર્યા. એમ થતાં
૯૧
પુષ્પમાળા વિવેચન કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ આવે છે. વિષયસેવન વિષે એ આનંદના અંશની પણ જાત નથી. તેથી એ આનંદને અતીન્દ્રિય કહ્યો છે.” એ આનંદમાં મનનું કામ સંકલ્પ-વિકલ્પ કરવાનું છે તે પડી મૂકી આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય છે. ૬૯. સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી.
“ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નાહિ;
વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ.” વિલંબ ન કરવા માટે કહેવું છે : કાર્યને આગળ ધકેલવાનો જીવને સ્વભાવ પડી ગયો છે. કાલે થશે, પછી થશે; એમ આગળ ધકેલ્યું જાય છે. જ્ઞાની કહે છે કે સુયોજક એટલે જેની યોજના સારી છે તેવું, હિતકારી કાર્ય કરવું હોય તો આજે જ કરી લે. કેમકે મનુષ્યભવ આદિ સામગ્રી આજના દિવસ માટે મળી છે તે દુર્લભ છે. અને તે મંગળદાયક છે. કાલની વાત અચોક્કસ છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “કર્યું તે કામ.”—કર્યું એટલું તો થયું બાકીની ભાવના રાખ.
૬૮માં પુમાં લોકો દોષવાળા આનંદના સાધનો જેમ કે હોળીમાં ગાળાગાળી કરીને ધૂળ રંગ ઉછાળે અને આનંદ માને છે તેને બદલે શ્રી દેવચંદ્રજીએ ગત ચોવીશીના આઠમા શ્રી દત્તપ્રભુના સ્તવનમાં આત્માને હિતકારી એવા વસંતઋતુનો આનંદ કેમ માણવો તે જણાવે છે–
“ઇમ શ્રીદત્તપ્રભુ ગુણ હો, ફાગ રમે મતિમંત લલના જિન સેવનર્થે પાઈએ હો, શુદ્ધાતમ મકરંદ લલના તત્ત્વપ્રતીત વસંતત્રતુ પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત લલના દુર્મતિ રજની લઘુ ભઈ હો, સબોઘ દિવસ વદિત લલના.”
અર્થ - મકરંદ એટલે ફુલનો રસ, મઘ, શિશિર કુપ્રતીત એટલે શિયાળારૂપી કુપ્રતીતિ ગઈ અને વસંતઋતુરૂપી તત્ત્વપ્રતીતિ થઈ. સબોઘ દિવસ વદિત એટલે રાત ટૂંકી અને દિવસ લાંબો ઉનાળામાં થાય તેમ સદ્ગોઘરૂપી દિવસ વધ્યો. તે જ પ્રમાણે ગત ચોવીશીના ચોથા જિન શ્રી મહાજશના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે
આત્મપ્રદેશ રંગથલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે; નિજ સુખ કે સપૈયા, તું તો નિજગુણ ખેલ વસંત રે, નિજ સુખ કે સવૈયા.”