________________
શ્રીમદ્ રાજચંદ્ર
"भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयम्, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयम्, शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयम्,
સર્વ વસ્તુ મયાન્વિત મુવિ નૃળાં વૈરાગ્યમેવામયમ્.'' ભર્તૃહરિ વૈરાગ્યશતક અર્થ :— “ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે!!!’' (૧.પૃ.૩૩)
શ્લોકનો વિસ્તાર –‘‘એણે (ભર્તુહરિએ) જે જે વસ્તુઓ ઉપર ભયની છાયા પ્રદર્શિત કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું થામ ઠર્યું.’"
છે દ્યુતિમö–“મનુષ્ય ઉચ્ચકુળથી સુખ માને તેવું છે. ત્યાં પડતીનો ભય દેખાડયો.”
ર
વિત્ત રૃપાાત્મય-“સંસારચક્રમાં વહેવારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી (કુંભારના ચાકના દંડ જેવી) તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે.’’ માને સૈન્યમયમ્—“કોઈપણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે. તો ત્યાં દીનતા ને કંગાલિયતનો ભય છે.
વઢે રિપુમથું—‘બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે.’’
રૂપે તળ્યા મયં—‘રૂપકાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે. તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે.” એવું સ્ત્રીઓમાં પ્રત્યક્ષ દેખાય છે. કોઈ માણસને એમ થાય કે મારે રૂપાળી સ્ત્રી હોય તો સારું, પછી એની સ્ત્રી વધારે રૂપાળી હોય તો એના ઘણીને તેની ફિકર રહે છે કે રખેને કોઈ એના શીલનો ભંગ કરે કે એ બીજાને ઇચ્છે. તેથી વધારે સાચવવી પડે છે. જેમ પુરુષ આમ સ્ત્રીના રૂપની ઇચ્છા કરતાં ફિકરમાં પડે છે તેમ સ્ત્રી ઇચ્છે કે મારે સુંદર રૂપ હોય તો સારું; પણ બીજી રૂપવંતી સ્ત્રીઓ કેવી ભયમાં જીવે છે તે
૮૯
પુષ્પમાળા વિવેચન
વિચારે તો આ વાત તેને સમજાય. પણ મોટે ભાગે કોઈ એમ વિચારતું
નથી.
શાસ્ત્ર વાવમથું–‘અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે.''
ગુપ્તે હમ—‘‘કોઈપણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખલ (દુષ્ટ) મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે.’’ ગુણની ઇર્ષા કરનારા બીજા હોય છે તે ગુણવાનની નિંદા કરે છે ત્યારે ગુણવાનને પણ દુઃખ લાગે છે. એટલે ગુણ પણ દુઃખનું કારણ થયું. માટે ગુણવાનને પણ દુષ્ટ પુરુષનો
ભય છે.
ભાયે ધૃતાન્તામચન્‘જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે.’’
સર્વ વસ્તુ મયાન્વિતં−“આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં શોક જ છે. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે. અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે.’’ (વ.પૃ.૩૩)
વૈરાગ્યમેવામયમ્—માત્ર એક વૈરાગ્ય જ અભય છે. માટે મુક્તિ સાધ્ય કરવા અર્થે વૈરાગ્યની આવશ્યકતા છે.
જંજાળ મોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીંજંજાળમાં ફસાઈ જવાનું બને. ફસાવનાર જે હોય છે તેને જંજાળ કહે છે. તે જાળ જ આપણને ફસાવે છે. બંધન કરાવનાર ઘન કુટુંબાદિ મોહનાં સાધન તે જંજાળમોહિની છે. તેના નિમિત્તે જીવમાં રાગદ્વેષ થાય છે, એ અત્યંતરમોહિની તે ભાવકર્મ છે.
તેને વધારીશ નહીં-પૂર્વકર્મથી સાધનો આવી મળ્યા હોય ત્યારે લોભને લઈને વધારે પૈસા હોય તો સારું, વધારે અનુકૂળતા હોય તો સારું, એમ ધારીને જીવ ઉપાધિ વધારે છે, તેથી સમાધિની હાનિ થાય છે. માટે બાહ્ય ઉપાધિ વધારવાનું ના કહ્યું, તેમજ પ્રાપ્ત નિમિત્તમાં પણ ગુંચાઈ રહેવું નહીં; એટલે નવું ન વધારવું અને છે તેનાથી પણ ભાવકર્મ થવાનો સંભવ છે, માટે ચેતાવ્યા છે. અત્યારે કર્મનો બોજો ઘણો છે માટે હવે નવા કર્મ બાંધીને બોજો વધારીશ નહીં એમ કહ્યું.