________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૬ ઉપકાર માને છે. આ પુણ્યનું દ્રષ્ટાંત છે; તેમ પાપમાં પણ ‘આણે
મને દુઃખ દીધું, આ મારો દુશ્મન છે” એમ માને છે. કારણ કે બાહ્ય નિમિત્ત નજરે દેખાય છે. વિચાર વગર જણાતું નથી કે ખરું કારણ શું છે. વિચાર કરે તો ખરું કારણ પોતાના જ કર્મ જણાય છે. કર્મ એ આત્માના અસ્તિત્વની સાબિતી છે. આત્મા ન હોય તો કર્મ કોણ કરે ? હવે ઉપરના બધા પ્રશ્નોનો સામટો પ્રશ્ન પૂછે છે -
(૪) ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? તો કે કર્મને કારણે સંસારની વિચિત્રતા છે, નહીં તો આત્મા તો બધા સરખાં જ છે. મોક્ષમાળામાં પાઠ-૩ કર્મની વિચિત્રતા”માં આ વિષયનો દ્રષ્ટાંતથી વિસ્તાર કર્યો છે.
( ૯માં વાક્યમાં નાસ્તિકવાદી જે આત્મા ન માનતો હોય તેને આત્માનું અસ્તિત્વ છે તે જણાવવા માટે બઘા પ્રશ્ન પૂછયાં. હવે ૧૦માં વાક્યમાં આત્મા છે એમ જેને લાગે તેને કહે છે :૧૦. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળતત્ત્વની
આશંકા હોય તો નીચે કહું છું :
આત્મા છે એમ માનતો હોય પણ એના મૂળતત્ત્વની–સાતતત્ત્વ કે છે પદની આશંકા હોય. આશંકા એટલે આત્મા છે વગેરે છ પદનો સ્વીકાર કરીને, તે વિષે વિશેષ જાણવાની જિજ્ઞાસાથી પૂછવું કે શંકા કરવી તે આશંકા છે. હવે ઘર્મ શું? અથવા આત્માએ થર્મમાં કેમ પ્રવર્તવું એમ જેને ગૂંચવણ હોય તેને નીચે પ્રમાણે વર્તવું એમ કહે છે :૧૧. સર્વ પ્રાણીમાં સમવૃષ્ટિ.
કેમ પ્રવર્તવું એવી જે શંકા હતી તેને આ ઉત્તર આપ્યો કે તું આત્મા નામનો પદાર્થ છે એમ માનતો હોય તો પ્રથમ “સર્વાત્મામાં સમવૃષ્ટિ ઘો.” પ્રથમ સર્વ આત્માઓને સમાન દ્રષ્ટિથી જુઓ.
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આ પાંચ સમ્યક્દર્શનનાં લક્ષણ છે. તેમાં અનુકંપા–“એ સઘળા શમ આદિ ઉપરનાં ચાર વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા.” સર્વ આત્માઓને પોતા સમાન જોઈ કોઈને મનવચનકાયાથી દુઃખ ન આપવું તે અનુકંપા. એ પહેલું કરવું. “ભવે ખેદ પ્રાણી દશા, ત્યાં આત્માર્થ નિવાસ.” પછી–
પુષ્પમાળા વિવેચન શ—એટલે ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયોનું શમાઈ ' જવું તે શમ.
સંવેગ એટલે જેની મોક્ષ ભણી દ્રષ્ટિ છે. માત્ર મોક્ષ અભિલાષ. જે માત્ર મોક્ષ જ ઇચ્છે છે તે.
નિર્વેદ–એટલે જે સંસાર ભણી વૈરાગ્યની દ્રષ્ટિ કરીને વાત કરે છે કે આ સંસાર ખોટો છે, તેમાં ફરી જન્મવું નથી તે.
આસ્થા એટલે નિસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા અથવા આસ્થા.
અનુકંપા-સ્વાત્મતુલ્ય બુદ્ધિ, એ વિષે ગીતામાં પણ શ્લોક છે તે નીચે પ્રમાણે :
"आत्मौपम्येन सर्वत्र समं पश्यति योर्जुन
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः " . અર્થ - હે અર્જુન ! જે સર્વ પ્રાણીમાં પોતાના દ્રષ્ટાંતથી એટલે કે કોઈ આપણને ગાળ ભાંડે અને મનમાં દુઃખ થાય તેનું દ્રષ્ટાંત લઈ, અને આપણને પ્રિય હોય તેના પ્રત્યે પોતાનું વલણ કેવું પ્રેમવાળું હોય છે તેનું દ્રષ્ટાંત લઈને, સુખમાં કે દુ:ખમાં જે સર્વને સમાન જુએ છે, તે યોગીને સર્વ શ્રેષ્ઠ માનેલો છે. - (અધ્યાય ૬, આત્મસંયમ યોગ) માટે સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ કેળવવું. ૧૨. કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત
તેનાથી કામ લેવું નહીં.
વિહરમાન ભગવાન ૨૦ તીર્થંકરમાંના ત્રીજા બાહુજિનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે
દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર, પ્રભુજી; ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્રભુજી.
બાહુજિર્ણોદ દયામયી, વર્તમાન ભગવાન; પ્રભુજી.”
અગિયારમા પુખમાં જે “સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ” કહી તેમાં દ્રવ્યને ભાવ બે આવી જાય છે. પણ મુખ્યપણે “સમદ્રષ્ટિ” શબ્દ છે તેથી ત્યાં ભાવદયા સમજાય છે. સામાન્ય રીતે સમદ્રષ્ટિ શબ્દથી ઉપર ઉપરથી વિચાર કરે તો ક્રોધાદિ ન કરવા કે સમભાવ રાખવો તે ભાવદયા સમજાય છે. પણ જ્ઞાનીને કંઈ