________________
શ્રીમદ્ રાજચંદ્ર [ અર્થ:- ઇન્દ્રિયોરૂપી બારીઓમાંથી ચૂકીને વિષયોના મોહમાં
© પડ્યો. એમ પૂર્વકાળમાં ભોગોને પામી મેં મારા યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરી નહીં.
“सपरं बाधासहियं, विछिण्णं बंधकारणम विषमं ।
નં વિહિં કહું તે સૌવનવું યુવમેવ તer / પ્રવચનસાર અર્થ - ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પરાધીન, બાધાથી યુક્ત, વિનાશકારી અને કર્મબંધનનું કારણ છે. અને વિષમમ્ એટલે એક ઘારું તે રહેતું નથી, માટે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે પણ દુ:ખ જ છે.
ઇન્દ્રિય વિષયોમાં શું, આત્માને હિતકારી છે?
બાલ તેમાં જ રાચે હા! માત્ર અજ્ઞાનતાવશે.” -સમાધિશતક માટે ભવ, તન અને ભોગના નિમિત્તોને ત્યાગી તારા આત્માનું કલ્યાણ
૯. જો તને ઘર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું
તે વિચારી જજે :(૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? (૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? (૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી? (૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે?
ઉપર ઘર્મ કર્તવ્યની વાત એક પ્રહર કરવા કહી. તેનો નિર્ણય કરવા માટે પૂછે છે. ઘર્મ શું હશે? શું કરવાનું હશે કે જેને માટે ત્રણ કલાક ગાળવા કહ્યું. એવું જેને થતું હોય તેને કહે છે. અથવા જેને ઘર્મ કે આત્મા જેવી વસ્તુ નથી એમ લાગતું હોય તેને નીચેની વાત વિચારી જોજે એમ કહે છે.
(૧) તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? મનુષ્યભવ તને મળ્યો છે, બીજી હલકી ગતિમાં જીવો છે તે પ્રત્યક્ષ દેખાય છે. એવું શું તેં કર્યું છે કે તને મનુષ્યભવ મળ્યો; એ વિચારવા માટે કહે છે. અથવા તો બધા મનુષ્યો મનુષ્યપણે સરખા છે છતાં તારી પાસે ઉત્તમ કુળ, ઘન, સમાજમાં ગણાતી ઉત્તમ વસ્તુ મળવાનું કારણ શું છે? આ તારું છે એમ કહે છે, એના પર તારો શો હક છે? તું માણસ છે અને એ પણ માણસ છે, છતાં આ તારું છે એમ કેમ કહે છે? એ બઘાનો શો અર્થ છે? વિચાર કરે તો પૂર્વે કંઈ કરેલું તેથી આ મળ્યું છે
૨૫
પુષ્પમાળા વિવેચન એમ એને થાય. આ ભવનું જ કરેલું કંઈ બધું નથી. વિચારે કે આ કુળમાં જ કેમ જભ્યો, બીજે કેમ નહીં? એ પ્રમાણે વિચાર કરે તો ... એને જણાય કે આ સર્વ પૂર્વનું કરેલું પોતાનું જ છે. તેથી આત્મા નામનો પદાર્થ છે. જે પૂર્વે હતો એમ એને લાગે. મનુષ્યભવ નહોતો ત્યારે પણ કંઈક એવી પુણ્યકમાણી કરી કે જેથી આ મનુષ્યભવ મળ્યો.
મેઘકુમારનું વૃષ્ટાંત - શ્રેણિકરાજાનો પુત્ર મેઘકુમાર આગલા ભવમાં હાથી હતો. તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી તેણે જાણ્યું કે જંગલમાં દવ લાગ્યો ત્યારે તેણે ઘાસરહિત એક કુંડાળું કર્યું હતું. જ્યાં બધા પ્રાણીઓ ખીચોખીચ ભરાઈ ગયા હતાં. ત્યાં હાથીએ ખાજ ખણવા પગ ઉપાડ્યો કે સસલું તેના પગની જગ્યાએ આવી બેસી ગયું. તેને બચાવવા માટે હાથી અદ્ધર પગે ઊભો રહ્યો. દેહ છૂટી જાય એટલી વેદના સહન કરી તેથી દયાના કારણે ત્યાંથી મરીને શ્રેણિકરાજાનો પુત્ર થયો. તેમ પૂર્વમાં કંઈક સારું કામ કર્યું હોય અથવા જાણેઅજાણે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી હોય તેથી આ મનુષ્યભવ મળ્યો. જ્ઞાની પુરુષના પગ નીચે આવી મરણ થાય તો મરતી વખતે શાંતિ રહે છે. ત્યારે મંદ કષાય હોય તો પુણ્ય બંઘાય છે. તેથી પણ મનુષ્યભવ મળે છે.
(૨) આવતી કાલની વાત શા માટે જાણી શકતો નથી? પૂર્વે બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં છે તેથી આવતીકાલની વાત જાણી શકતો નથી. એમ વિચારે તો પોતાનું બાંધેલું કર્મ પોતે છોડી પણ શકે, એવી શ્રદ્ધા થાય છે. શ્રદ્ધા થાય તો કર્મથી છૂટવાના વિચાર કરી છૂટી શકે. (ભાવવૃષ્ટિફેરવીને). અને ત્રણે કાળની વાત જાણી શકે એવું થાય; એમ જ્ઞાની કહે છે. વિચાર કરે તો એમ થઈ શકે છે. વિચારણા ઉગાડવા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. નથી જાણતો તે જ્ઞાનાવરણીય કર્મના કારણે છે.
તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? તો કે પુણ્યકર્મથી. જે નામકર્મનો વિભાગ છે તેનાથી આ સ્થિતિ ભોગવું છું.
(૩) તું જે ઇચ્છે છે તે શા માટે મળતું નથી? તો કે અંતરાય કર્મથી. બાહ્ય દ્રષ્ટિ હોય ત્યાં સુધી કર્મ ભણી એની દ્રષ્ટિ હોતી નથી. કારણ કે કર્મ આંખે દેખી શકાતાં નથી. કર્મનાં ફળ વિચારવાથી કર્મનું અસ્તિત્વ જણાય છે. કોઈને વારસો મળ્યો હોય તો કહે એ મને પિતાએ આપ્યો, તે પિતાનો