SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૩ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા સન્મુખતાનો પુરુષાર્થ પણ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટેની અનિવાર્ય પ્રકારની યોગ્યતાઓ છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે અનિવાર્ય એટલે કે એકદમ આવશ્યક ન હોય તોપણ જે ઉપકારક કે સહાયક બની શકે તેવી યોગ્યતાને ઈનીચ ચોગ્યતા માનવામાં આવે છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટેની ઈચ્છનીય યોગ્યતા અનેક પ્રકારની હોય છે, પણ તેમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ મુખ્યપણે દશ પ્રકારે દર્શાવી છે. તેમાં સૌ પ્રથમ અને મહત્ત્વની યોગ્યતા ‘સત્પુરુષના ચરણનો ઈચ્છુક બતાવવામાં આવી છે. અત્યારના આ ભૌતિકવાદી જગતમાં પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જાણવાની જિજ્ઞાસા ધરાવનારા જીવો જ દુર્લભ છે. આવા જિજ્ઞાસુ જીવો પૈકી પરમ સત્ય સનાતન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની વાત સાંભળવા પામે તેવા મહાભાગ્યશાળી જીવો ઘણાં થોડાં હોય છે. આવી વાત સાંભળ્યા પછી પણ તેને લક્ષમાં લઈ ર તેનો અભ્યાસ અને ચિંતન કરનારાં જીવો તો એકદમ ઓછાં જ હોય છે. અને તત્ત્વોનો અભ્યાસ કરનારાં જાવોમાંથી પણ તે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવાની લાયકાત ધરાવી તેને હૃદયગત કરી શકનારા તો કોઈક વિરલ જ હોય છે. આચાર્યશ્રી યોગીન્દુદેવના શબ્દોમાં (દોહરો) વિરલા જાણે તત્ત્વો, વળી સાંભળે કોઈ, વિરલા ધ્યાવે તત્ત્વો, વિરલા થારે કોઈ, ભાવાર્થ : આ જ્ગતમાં કોઈ વિરલ જીવો જ તત્ત્વને જાણવાની જિજ્ઞાસા ધરાવનારા હોય છે. આવા જિજ્ઞાસુ જીવોમાંથી કોઈ વિરલને જ તત્ત્વની સાચી વાત સાંભળવામાં આવે છે. તત્ત્વની સાચી વાત સાંભળ્યા પછી તેનો અભ્યાસ કરીને તેનું ચિંતન કરનારા જીવો બધુ વિરલ હોય છે. અને તત્ત્વનું ચિંતન કરનારા આવા જીવોમાંથી તે યોગ્યતા રાખી તેને હ્રદયમાં ધારણ કરનારો ન કોઈક વિરલ જ હોય છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવાની (યોગસાર : દોહરો : ૬૬) ટિપ્પણ (અઘરા તથા અપરિચિત શબ્દોના અર્થ) ૧. પ્રશસ્ત પ્રશંસા પ્રશંસનીય, ઉત્તમ, સારો :: ૨. માત્સર્યભાવ બીજાનાં ગુણોને જોઈ બળવું, અદેખાઈ, ઈર્ષ્યા 3. ઘર ધાલી જવું દોષોનું કાયમ થઈ જવું ઃ ૪. સ્વચ્છંદ મરજી મુજબ વર્તવું, મનમાની કરવી, પોતાનો જ અભિપ્રાય કેકે માન્યતાને સાચી માનવી. ૪. પ્રતિબંધ વિઘ્ન, વાંધો, રૂકાવટ, અટકાવ, મનાઈ :: ૫. વિરલ દુર્લભ, એકદમ અલ્પ સંદર્ભો પ્રાસ્તાવિક : ૧. પરમાત્મપ્રકાશ : અધિકાર ર : દોહા ૨૦૭-૮-૯; • ર. પુરુષાર્થસિદ્ધિ ઉપાય : ગાથા ૭૪; • ૩. સંસ્કૃત સુભાષિત. - ૧. તત્ત્વજ્ઞાતના સિદ્ધાંતો હૃદયગત કરવા માટેતી અનિવાર્ય યોગ્યતા : ૧. પૂજ્ય બહેનશ્રીની તત્ત્વચર્ચા; • ર. બહેનશ્રીનાં વચનામૃત નં. ૭,૩૬,૪૨,૬૧,૧૦૨, ૧૦૮, ૨૧૬, ૨૪૪, ૨૪૮, ર૬૬, ર૭૭,૨૭૮,૨૮૧, ૩૧૦, ૩૪૩,૩૪૮, ૩૭૧, ૩૭૯, ૩૮૦, ૩૮૪, ૩૮૭, ૩૯૨, ૪૧૪, ૪૧૬; • ૩. સમયસાર ગાથા ર૦૬ અને તેની ટીકા; • ૪. ગુરુદેવશ્રીનાં વચનામૃત નં. ૯૩. ર. તત્ત્વજ્ઞાતતા સિદ્ધાંતો હદયગત કરવા માટેતી ઇતીય યોગ્યતા : ૧. શ્રીમદ રાજચંદ્ર : પત્રાંક/પાનું |વર્ષ ઃ ૫૮/૧૮૪/૨૨; ૭૬/૧૯૪/૨૨; ૧૦૩/૨૧૦/૨૨,૧૦૫/૨૧૦/૨૨; ૧૧૩/૨૧૫/૨૨; ૧૨૮/૨૨૨/૨૨; ૧૯૮/૨૬૨/૨૪; ૮૬૬/૬૩૨/૩૨; • ૨.મોક્ષપાહુડ : ગાથા ૬૫ થી ૭૦; • ૩. આત્માનુશાસન : શ્લોક રર૪,રરપ; • ૪. પરમાત્મપ્રકાશઃ અધિકાર ૨ : દોહા ર૦૭-૮-૯. ઉપસંહાર યોગસાર ઃ દોહરો ૬૬. 62
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy