SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા પોતા માટે પરમ ઉપકારી છે. દોષ બતાવનાર અન્ય કોઈ ન હોય તોપણ પોતાના પરિણામની તપાસ અને અવલોકન દ્વારા પોતે પોતાનાં દોષને જોઈ શકે છે. આ જીવ અનેક દોષોથી યુક્ત હોય છે આ દોષના કારણે પોતે આગળ વધી શકતો નથી, પોતાનો અંતરમાં રહેલી દોષોની બદબૂના કારણે પારમાર્થિક પવિત્ર સિદ્ધાંતો પોતાનાં હૃદયમાં પેસતા નથી. તેથી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત થવામાં અટકાવનાર આ દોષો હોય છે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત થવામાં સામાન્યપણે સ્વચ્છંદ એ મોટો દોષ હોય છે. પોતામાં સ્વચ્છંદ કે બીજો કોઈ પણ દોષ જણાય તો તે તુરત જ દૂર કરવાનો ઉપાય કરવાથી નિર્દોષ થવાય છે અને તેથી સિદ્ધાંતો સહજપણે હૃદયગત થઈ શકે છે. તેથી જ્યારે સ્વદોષ દેખાય ત્યારે તેને છેદવાનો ઉપાય રાખનાર જીવ જ સિદ્ધાંતને હૃદયગત કરી તેનું ફળ પ્રામ કરે છે. ૨.૬. ઉપયોગથી એકપળ પણ ભરનાર પોતાથી ૬. શકય ય ત્યાં સુથી મનુષ્યજીવનની એક એક પળનો આત્મતિત માટે સદુપયોગ કરનાર જીવને ઉપયોગ એક પળ પણ ભરનાર કહે છે. આત્મહિત માટેનો અમૂલ્ય અવસર મનુષ્યભવમાં છે. મનુષ્યના એક ભવમાં અનંત ભવભ્રમણના અભાવનું કાર્ય થઈ શકે છે. તેથી મનુષ્યજીવનનો એક સમય પણ કરોડો સુવર્ણ મહોરોથી કિંમતી છે, જે મનુષ્ય પોતાના ઉપયોગથી એટલે કે પોતાના વશમાં હોય ત્યાં સુધી એક એક પળનો પૂરેપૂરો સદુપયોગ આત્મહિતના સાધનમાં કરે તે ૫૯ ઉપયોગથી એક પળ પણ ભરનાર છે. લૌકિકમાં જે કોઈ વ્યકિત કાઈ ક્ષેત્રમાં મહાન કહેવાતી હોય તો તેની મહાનતાનું કારણ સમયનો સંપૂર્ણ ઉપયોગ છે, બીજા લોકો પ્રમાદમાં અને ફાલતું કાર્યોમાં પોતાનો સમય વેડફતા હોય છે ત્યારે તેઓ પોતાના ધ્યેયની પાછળ પૂરી લગનથી મંડી પડ્યા હોય છે. આ જ બાબત પારમાર્થિકાક આત્મહિત માટે પણ લાગુ પડે છે. 'હું પરમાત્મા છું' એ પારમાર્થિક સિદ્ધાંતને હૃદયગત કરવા માટે અવિરત અને અપ્રતિમ પુરુષાર્થ જરૂરી છે. તેથી પોતાના અમૂલ્ય માનવજીવનની એક પળને પણ ફાલતું સાંસારિકરક કાર્યો કે પ્રમાદમાં વેડફી નાખવાને બદલે તેનો પૂરેપૂરો સદુપયોગ કરનાર એટલે કે ઉપયોગથી એક પળ પણ ભરનાર આ સિદ્ધાંતને સમજીને હ્રદયગત કરી શકે તે દેખીતું છે. ૧ . .૭. એવંતતારાને ગાનાર તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી તેના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે એકાંતવાસ ઉપયોગી ોય છે. આ બાબતને સારી તે સમજીને એકંતવાસ માટે પ્રયત્ન કરનાર જીવ ‘ એકાંતવાને વખાનાર કહેવાય છે. તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતની સમજણ માટે શાંતિ, સ્થિરતા અને એકાગ્રતા જરૂરી હોય છે, જે એકાંતવાસમાં સારી રીતે સંભવે છે. આ બાબતને સમજીને એકાંતવાસને ઈચ્છનાર અને શોધનાર જીવ એકાંતવાસને વખાણનાર છે. કુટુંબ કબીલામાં રહેવાથી ધણા અવરોધો અને સમસ્યાનો સામનો કરવો પડે છે, તેથી શાંતિ અને 59
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy