________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
શુદ્ધાત્માને જાણ્યા વિના શુદ્ધાત્માનું શ્રદ્ધાન થતું. નથી. જાણ્યા વિનાનું શ્રદ્ધાન સસલાનો શિંગડા જેવું જૂઠું હોય છે. શુદ્ધાત્માનાં સાચા શાન પછી આ શુદ્ધાત્મા જ પોતાની આત્માનું અસલી સ્વરુપ છે, તેના આશ્રયથી આત્માની પ્રાપ્તિ થશે. તેવો વિશ્વાસ, પ્રીતિ કે ભરોસો થવો તે સમ્યક શ્રહાન છે. સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક જ સમ્યક્ ચારિત્ર સંભવે છે. સમ્યક્ ચારિત્ર એ આત્માનું ચચાર્ય આચરણ છે. જેવું શાન-શ્રદ્વાન હોય તેવું જ આચરણ હોય છે. જેને પરપણે પોતાના આત્માનું મિથ્યા જ્ઞાનશ્રદ્ધાન હોય તેને પરાચરણરૂપ મિથ્યા ચારિત્ર હોય છે અને જેને સ્વપણે પોતાના આત્માનું સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધીન હોય તેને સ્વરુપાચરણરૂપ સમ્યક્ ચારિત્ર હોય છે.
ઉપર મુજબ સ્વાત્માનુભૂતિ માટે સમ્યક્ જ્ઞાનશ્રદ્ધાન-ચારિત્ર એ ત્રણેયની આવશ્યકતા હોય છે. આ સ્વાત્માનુભૂતિનો એટલે કે આત્મપ્રાતિનો માર્ગ એકાંત હોય છે.
પ્રશ્ન : આત્મપ્રાપ્તિનો એકાંતમાર્ગ એટલે શું ? ઉત્તર : આત્માનું સ્વરુપ અનેકાંત છે. અનેકાંતસ્વરુપના કારણે તે પરસ્પર વિરોધી અને સાપેક્ષ એવા બે ઘર્મોથી રચાયેલો છે. આ બે ધર્મો બે મૂળભૂતપણે અન્વય અને વ્યતિરેક છે.
અન્વયપણે આત્મા એકરૂપ, અભેદરૂપ, અખંડરૂપ કાયમ ટકતાં ધ્રુવ દ્રવ્યસ્વભાવરૂપ છે, અને તે જ આત્મા તે જ સમયે વ્યતિરેકપણે અનેકરૂપ, ભેદરૂપ, ખંડ-ખંડરૂપ, કાયમ પલટતાં ક્ષણિક પર્યાયસ્વભાવરૂપ છે. આ રીતે આત્મા અન્વયવ્યતિરેકાત્મક એટલે કે દ્રવ્ય-પર્યાયરૂપ છે.
33
આત્માની દૃષ્ટિ આ દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી કોઈ એક પ્રકારે હોય છે. તેથી આત્મપ્રાતિનો માર્ગ પણ એક જ પ્રકારે હોય છે તેને આત્મપ્રાપ્તિનો એકાંતમાર્ગ કહે છે,
પ્રશ્ન : દૃષ્ટિ એટલે શું ? તે શા માટે દ્રવ્ય કે પર્યાય બેમાંથી કોઈ એક જ પ્રકારે સંભવે છે ? ઉત૨ : ષ્ટિનો એક અર્થ નજર, જોવાની અપેક્ષા કે ઓળખાણની રીત છે. દૃષ્ટિનો આ અર્થ તેની પ્રકારની દૃષ્ટિ એ આત્માના જ્ઞાનગુણનું કાર્ય છે. મૂળ સંસ્કૃત ધાતુની વ્યુત્પત્તિ અનુસારનો છે. આ
દૃષ્ટિનો બીજો અર્થ શ્રદ્ધા, ભરોસો, રુચિ, વિશ્વાસ કે પ્રતીતિ છે. દૃષ્ટિનો આ અર્થ પ્રચલિત છે. આ પ્રકારની દૃષ્ટિ એ આત્માનાં શ્રદ્ધાન કે દર્શનગુણની અવસ્થા છે.
દૃષ્ટિનો ત્રીજો અર્થ લક્ષ કે ધ્યાન છે. દૃષ્ટિનો આ અર્થ લાક્ષણિક છે. આ પ્રકારની દૃષ્ટિ એ આત્માના ચારિત્રગુણની અવસ્થા છે.
ઉપર મુજબ દૃષ્ટિ એ આત્માના શોન-શ્રદ્વાન-ચારિત્ર એ ત્રણેય ગુણની અવસ્થા છે. આત્માની પ્રાપ્તિ ચારિત્રની સમ્યક્ પ્રકારની અવસ્થા એટલે કે સમ્યક્ એટલે કે સ્વાત્માનુભવ માટે જ્ઞાન-શ્રદ્ધાન, પ્રકારની દૃષ્ટિની આવશ્યકતા હોય છે. આત્માનું
સ્વરુપ અનેકાંત છે. તેથી તે પરસ્પર વિરોધી અને સાપેક્ષ એવા બે ધર્મોથી રચાયેલો હોય છે. આ બે ધર્મી મૂળભૂતપણે અન્વય-વ્યતિરેકાત્મક કે દ્રવ્યપર્યાયરૂપ છે, અનેકાંતસ્વરુપી આત્માની પ્રાપ્તિનો માર્ગ એકાંત હોય છે. આત્માની પ્રાપ્તિ કરવા માટેટે જ્ઞાન-શ્રદ્ઘાન-ચારિત્રરૂપ સમ્યક્ પ્રકારની દૃષ્ટિ આ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એક રીતે જ સંભવે