________________
૧૯૦
શો અર્પણ છે
માતુશ્રી તારાબહેન જયંતીલાલ શેઠ
જન્મ : તા. ૨૭ ૧૧ ૧૯૨૧
દેહ વિલય ઃ ૨૬ ૧૯૮૫
અમારી બા અમારી જન્મદાત્રી જ નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી પ્રરૂપિત આધ્યાત્મિક ક્રાંતિમાં અમને જોતરનાર અમારી પ્રેરણાદાત્રી પણ છે અને તેથી પણ આગળ વધીને તે અમારામાં સદ્ધર્મનું સિંચન કરનારી સંસ્કારદાત્રી છે. બાના કુઆ અને અમારા કુટુંબી ખીમચંદ જેઠાલાલ શેઠના સંપર્ક અને જીંથરી હોસ્પિટલના નિવાસ દરમ્યાન અમારી બા સોનગઢમાં પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નિકટના પરિચયમાં આવ્યા. તે સમયે પૂજચ ગુરુદેવ થરી સુધી ફરવા આવતા અને બાને તેમના દર્શનનો લાભ મળતો. પૂજય ગુર્દેવશ્રી પ્રરૂપિત તત્ત્વજ્ઞાન તુરત બેસી જવાથી તેમણે સમગ્ર કુટુંબના વિરોધ વચ્ચે પણ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રરૂપિતા સનાતન દિગંબર જૈન ધર્મને અંગીકાર કર્યો. પાછળથી પિતાજીએ પણ આ જ માર્ગને અપનાવતા તે વિરોધ શમી ગયો. પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતા અમારા માતુશ્રીએ અમને બધાં બાળકોને પારણામાંથી જ પારમાર્થિક પંથના પિયુષ પાયા છે. રોજેરોજ ચાલતી જેન શાળામાં અમારી નિયમિત હાજરી હોય જ, પરંતુ તે ઉપરાંત રોજ રાત્રે ચાલતા સ્વાધ્યાયમાં પણ પિતાજી સાથે અમારે જવાનું ફરજીયાત રહેતું. વાંકાનેરમાં જિળ મંદિર થયા પહેલાં અમારા કુટુંબી ગિરશેઠ વગેચંદ શેઠળી મેડીમાં રોજ રાત્રે સ્વાધ્યાય ચાલતો, તે ત્યારપછી જિન મંદિરમાં આજ સુધી ચાલી રહ્યો છે. જેમાં અમારી સતત ઉપસ્થિતિ એ અમારી માતુશ્રીની જ દેન છે. આ ઉપરાંત પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતી, પંચા કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, સોનગઢમાં યોજાતી બાળકો માટેની ગ્રીષ્મકાલિન શિક્ષણ શિબિર વગેરેમાં પણ પ્રસંગોપાત જવાનું થતું. પૂજય માતુશ્રી દ્વારા આ પ્રકારના સંસ્કારો પાપ્ત થવાના કારણે જ આજે અમે પૂજય ગુરુદેવશ્રી દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજતા થયા છીએ.