SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પ્રકરણ-૭ : ‘હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ સંગે થતી હોય છે. મનના સંગે સંકલ્પ-વિકલ્પરૂપે થતી પરપરિણત્તિ, મોહ કર્મના તીવ્ર ઉદર્ય અત્યંત ઝડપી હોય તો તે ચિત્તની ચંચળતા છે. ચિત્તની ચંચળતાના કારણે અનેક પ્રકારની આધિવ્યાધિ-ઉપાધિની ઉત્પત્તિ છે. જે મોટાભાગના માણસોમાં જોવા મળે છે, તેથી ચિત્તની ચંચળતા એ અત્યારના કાળની બહુ મોટી સમસ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે ચિત્તની સ્થિરતા આવશ્યક છે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી પરપદાર્થોં અને પરભાર્યાથી ભિન્ન પોતાના પરમાત્મસ્વભાવનો સ્વીકાર થાય છે. પોતાના પરમાત્મસ્વભાવનો સ્વીકાર થવાથી પરસંયોગો અને સંચોગીભાવો સાથેનું એકત્વ કે મમત્વ મટી જાય છે. પર સાથેનું એકત્વ કે મમત્વ મટતાં મોહ મંદ પડે છે. મોહ મંદ થતાં મનના સંગે થતી સંકલ્પ-વિકલ્પરૂપ પરપરિણતિ મંદ પડે છે અને તેના કારણે ચિત્તની સ્થિરતા આવે છે. આ રીતે આ સિદ્ધાંતને હૃદયગત કરનારને તત્કાળ ચિત્તની સ્થિરતા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે, જે એક મહાન ઉપલબ્ધિ છે. ચારગતિના સંસારચક્રનું કારણ ચિત્તની ચંચળતા જ છે. પોતાનો પરમ સ્થિર પરમાત્મસ્વભાવ જ પોતાનો આશ્રય કે શરણ હોવાથી તેમાં મનને પરોવવાથી મનને શાંતિ કે સ્થિરતા હોય છે અને પોતાના પરમાત્મસ્વભાવ સિવાય બીજે કયાંય પોતાનો આશ્રય કે શરણ ન હોવાથી ત્યાં મનને રોકવાથી મનની અશાંતિ કે અસ્થિરતા જ હોય છે. તેથી ચિત્તની સ્થિરતારૂપ સુંદર આચરણ માટે પોતાના પરમાત્મસ્વભાવને ઓળખીની પોતાના ચિત્તમાં તેનું જ ચિંતવન કરો. કવિ જિનેશ્વરદાસના શબ્દોમાં — ― (જોગીરાસા) અંધ વિત છે. રોહિતńહિ— ણળ નિરવારો | चारु चरण आचरण चतुर नर चन्द्रप्रभू चित्त धारो ॥ ભાવાર્થ : હૈ ચતુર મનુષ્ય ! જો તારે ચારાના સંસારયનું પરિભ્રમણ ટાળવું હોય તો તેના માટે ચિત્તની ચંચળતાને મટાડવીવી પડશે. ચિત્તની ચંચળતા મટાડી તેની સ્થિરતારૂપ સુંદ૨ આચ૨ણ કરવા માટે બહારમાં ચંદ્રપ્રભુ ભગવાન અને અંદરમાં તેમના જેવા પોતાના પરમાત્મસ્વભાવને પોતાના ચિત્તમાં ધારણ કરો. (ચંદ્રપ્રભુ ભગવાનના પૂજનની ધ્રુવપંક્તિ) ૧૧.૬, કષાયની મંહતા જીવના પરલક્ષી પરિણામને કારણે થતાં આત્માના વિકારીભાવોને કષાય કહે છે, કષાયોની ર્થાત અને તેના કારણે થતી તેની વ્યકિતની ઓછપને કષાયની મંદતા કહે છે.. કપાય = કપ્ + આય અહીં ‘કર્ષ' એટલે સંસાર અને 'આય' એટલે લામ. જેનાથી સંસારનો લાભ એટલે કે સંસારની પ્રાપ્તિ થાય તેવા જીવના વિકારીભાવોને કાય કહે છે. આ કષાયની વ્યક્તિ એટલે કે પ્રગટતા મુખ્યત્વે ક્રોધ-માન-માયા-લોભરૂપે હોય છે. કોઈના પ્રત્યેના અણગમા કે અરુચિને ક્રોધ કહે છે. સંયોગો કે સંયોગીભાવોથી પોતાની મહત્તા માનવી તે માન છે. આડોડાઈ, કપટ કે છેતરવાના પરિણામ તે માયા છે. પરપદાર્થ કે પરભાવરૂપ પરિગ્રહ પ્રત્યયે મમત્વના ભાવને લોભ કહે છે, આવા કોંધ-માન-માયા-લોભરૂપ કષાયના ભાવની પ્રગટતાની ઓપ તે કાયની મંદતા છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy