SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ( ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) ૯૯ ( ૧. દર્શનોપચોગ Genral Perceivness છે કોઈ બાબતનો ભેદરત સામાન્ય પ્રતિભાસ થાય તેને દશેનોપયોગ કહે છે. જ્ઞાનોપયોગ થતાં પહેલા દર્શનોપયોગ નિયમથી હોય છે. દર્શનોપયોગમાં ઈન્દ્રિય અને મનનું નિમિત્તપણું હોય છે મતિજ્ઞાન થતાં પહેલાનો દર્શનોપયોગ એ ચક્ષુદર્શન કે અચસુદર્શન પ્રકારનો હોય છે. મતિજ્ઞાન થતાં પહેલાંનાં ચક્ષુઈન્દ્રિય દ્વારા થતા સામાન્ય પ્રતિભાસને ચક્ષુદર્શન અને ચક્ષુ સિવાયની બાકીની કોઈ ઈન્દ્રિય કે મન દ્વારા થતા સામાન્ય પ્રતિભાસને અચક્ષુદર્શન કહે છે. દર્શનોપયોગ અતિ સૂક્ષ્મ અને ક્ષણિક હોવાથી પકડી શકાતો નથી. “હું પરમાત્મા છું' એવા પૂજય ગુરુદેવના પોકારો સાંભળતા કે શાસ્ત્રમાંથી તે પ્રકારનું નિરૂપણ વાંચતા પોતાના પરમાત્મા સંબંધી આછેરો ઝબકારો કે સામાન્ય પ્રતિભાસ પ્રર્વતે છે તે દર્શનોપયોગ છે. તત્વજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંત હૃદયગત કરવા માટે આ દર્શનોપયોગ એ સૌ પ્રથમ પાયાનું પગથિયું છે. કોઈ પુરુષ છે એવો વિશેષ પ્રતિભાસ તે અવગ્રહ છે. અવગ્રહને કારણે જે તે વિષયની કોઈ સામાન્ય સૂઝ કે સમજ આવે છે. આ જ્ઞાન ઘણું કમજોર છે અને અવ્યક્ત રહીને આગળ ન વધે તો તે છૂટી જાય છે. પરંતુ આ અવગ્રહ જ્ઞાન અવ્યકતમાંથી વ્યકત થાય તો તે અર્થાવગ્રહ કહેવાય છે અને તે ઈહા તરફ આગળ વધવા ઉપયોગી બને છે. અજ્ઞાની જીવ સામાન્ય રીતે પરપદાર્થની પ્રસિદ્ધિ રૂપ જ્ઞાનમાં જ રોકાયેલો હોય છે. અને પોતાના શુદ્ધાત્મા કે તે સંબંધી અન્ય કોઈ પારમાર્થિક બાબતોની પ્રસિદ્ધિનું પ્રયોજન ધરાવતો હોતો નથી. કોઈ મહાભાગ્યે તેને પારમાર્થિક પ્રયોજનની વાત સાંભળવવામાં આવે અને તેનું લક્ષ તે તરફ જાય અને તેનો સામાન્ય ચૂળ પરિચય પ્રાપ્ત થાય તો તે જ્ઞાન અવગ્રહ કહેવાય છે. આ જ્ઞાન અત્યંત અસ્પષ્ટ હોય છે. અહીં ઉદાહરણ તરીકે હું પરમાત્મા છું'ને સિદ્ધાંત આપણે પસંદ કરેલો છે. આ સિદ્ધાંત સંબંધી દર્શનોપયોગ થયા પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પરમ પ્રતાપે આ સિદ્ધાંતથી વધુ પરિચિત થવું અને તેની સામાન્ય સ્થળ જાણકારી પ્રાપ્ત થવી તે તે સિદ્ધાંત સંબંધીનું અવગ્રહ જ્ઞાન છે. (4 ૨. અવગ્રહ Perception અવગણ ) (ST ૩.ઈડા Conception સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનોપયોગ અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલ અસ્પષ્ટ પછી “ અવાંતર સતા સહેત થતા જ્ઞાનને સ્પષ્ટ કરવા માટે થતી વિશેષ જ્ઞાનને અવગ્રહ કહે છે. મતિજ્ઞાનની ઉપયોગઉન્મુખતાવિશેષ દર્શનોપયોગ પછી થતું જે તે વિષયનું ? આદ્યગ્રહણ ઈઠ કહે છે. તે અવગ્રહ છે. કોઈ લોકોનું ટોળું છે એવો સામાન્ય અવગ્રહ જ્ઞાન દ્વારા જણાવેલ જે તે વિષયનું જ્ઞાન પ્રતિભાસ તે દર્શનોપયોગ છે અને ટોળામાંનો આ અત્યંત અસ્પષ્ટ હોય છે. તે અસ્પષ્ટ જ્ઞાનને સ્પષ્ટ
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy