________________
કવિવર પંડિત બનારસીદાસ વિરચિત અન્યત્વભાવનાની વિધિ અને ફળ દર્શાવતું પદ્ય
(સવૈયા એકત્રીસા) जैसे रजसोधा रज सोधी मैं दरब काढे, पावक कनक काढि दाहत उपलको । पंकके गरभमैं ज्यों डारिये कतक फल, नीर करै उज्वल नितारि डारै मलकौं ।। दधिको मथैया मथि काढे जैसे माखन माखन कौं, राजहंस जैसे दूध पीवै त्यागि जलकौं ।। तैसे ग्यानवंत मेदग्यानकी सकति साधि,
वेदै निज संपति ऊछेदै पर-दलकौ ।। | ભાવાર્થ : જેવી રીતે ધૂળધોયો ધૂળ શોધીને ધૂળમાંથી ધાતુને છૂટી પાડે છે. સુવર્ણકાર ખનિજ પથ્થર (Raw Gold) માંથી અગ્નિની પ્રક્રિયા વડે શુદ્ધ સુવર્ણ (Pure Gold) મેળવે છે. તરસ્યો માણસ કાદવમાં તકફળ નામની નિર્મળી ઔષધી નાંખીને મેલને નીચે નિતારીને નિર્મળ પાણીને પ્રાપ્ત કરે છે. ગોવાલણ દહીંને વલોવીને દહીંમાંથી માખણ બહાર કાઢે છે. રાજહંસ દૂધ પીએ ત્યારે દૂધને જ ગ્રહણ કરે છે અને પાણીને ત્યજી દયે છે. તેવી રીતે સમજુ માણસ ભેદજ્ઞાનની ભિન્નભાવનાની સાધના અને બળથી એટલે કે અન્યત્વભાવનાના અભ્યાસ અને ચિંતવનના પરિણામે પરપદાર્થો અને પરભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપની સંપદાને અલગ તારવીને તેનો ભોગવટો કરે છે. (સમયસારનાટક ૬. સંવદ્વારઃ પદ્ય નં. ૧૦)
ક
I
|
SA