________________
પૂજય બહેનશ્રી ચંપાબેનના અશરણભાલના પ્રેરક ભૂચનો
અહો ! અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે.
મરણ તો આવવાનું જ છે, જયારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? મને કોઇ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઇ બચાવી શકશે ? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાકતરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઇ રહે, તોપણ શું કોઇ તને શરણભૂત થાય એમ છે ? જો તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મ-આરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે.
તું મરણનો સમય આવ્યા પહેલાં ચેતી જા, સાવધાન થા, સદાય શરણભૂત-વિપત્તિ સમયે વિશેષ શરણભૂત થનાર એવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કર. પૂજય ગુરદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત કરીને તેના દઢ સંસ્કાર આત્મામાં પડી જાય – એ જ જીવનમાં કરવા જેવું છે. (બહેનશ્રીનાં વચનામૃત . ૫, ૪૦૯, ૪૧ર)