________________
88888888888888
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અનિત્યભાવના પ્રેરક વચનામૃત
અરે ! સ્વપ્ના જેવો સંસાર છે, કોનું ટુંબ ને કોનાં મકાન-મિલ્કત ! આ દેહ પણ એકદમ ફૂ થઇને ક્ષણમાં છૂટી જશે. ભાઇ ! આ શરીરનાં રજકણ પડ્યા રહેશે અને આ મકાન-મિલ્કત પણ બધાં પડ્યા રહેશે. એમાંની કોઇ ચીજ તારા સ્વરૂપમાં નથી. એ બધી નિત્ય જીવસ્વરૂપથી ભિન્ન અનિત્ય છે, પ્રભુ ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે. પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. જ્યારે પુણ્ય ફરે ત્યારે દુકાન બળે, વિમાવાળો ભાંગે, દીકરી રાંડે, દાટેલા પૈસા કોયલા થાય વગેરે એકી સાથે બધી સરખાઇની ફરી વળે. કોઇ કહે કે એવું તો કોઇક વાર થાય ને ? અરે ! પુણ્ય ફરે તો બધાં પ્રસંગો ફરતાં વાર લાગે નહિ. પરસંયોગો અનિત્ય છે અને તેને કેમ રહેવું તે તારા હાથની વાત જ નથી ને ! માટે સદા-અફર સુખનિધાન નિજ આત્માની ઓળખાણ કરીને તેમાં ઠરી જા ! (ગુવશ્રીનાં વચનામૃત નં. ૨૩,૭૮,૧૦૭ ના આધારે)