________________
આચાર્ય પદ્માનંદિકૃત થર્મોપદેશામૃતનું મારભૂત કથન ધર્મભાવના દ્વારા ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ દ્વારા થાય છે.
(Rાનવદિત). धर्मो रक्षति रक्षितो ननु हतो, हन्ति धुवं देहिना हन्तव्यो न ततः स अव शरणं, संसारिणा सर्वथा । धर्म : प्रापयतीह तत्पदमपि, ध्यायन्ति यद्योगिनो नो धर्मात्सुहृदस्ति नैव च सुखी, नो पण्डितो धार्मिकात् ।।
| ભાવાર્થ : જે પ્રાણી ધર્મભાવનાના ચિંતવન દ્વારા ધર્મને ધારણ કરી તેની રક્ષા કરે છે, તો તે ધર્મ પણ ધર્માત્મા પ્રાણીને નરકાદિ દુર્ગતિમાં જતા બચાવીને તેની રક્ષા કરે છે. એનાથી વિપરીત ધર્મભાવનાના ચિંતવન દ્વારા ધર્મધારણની યોગ્યતા હોવા છતાં જે પ્રાણી ધર્મનો અનાદર કરી તેનો ઘાત કરે છે, તો તેના પરિણામે ધર્મહીન પ્રાણીનો પણ ઘાત થાય છે. એટલે કે તેનું નરકાદિ દુર્ગતિમાં ગમન થાય છે, ત્યારે ધર્મ તેની કોઇપણ પ્રકારે રક્ષા કરતો નથી. તેથી ધર્મનો ઘાત થાય તેવું કૃત્ય કયારેક્ટ કરવું જોઇએ નહિ.
સંસારી પ્રાણીઓને સર્વથા શરણરૂપ ધર્મ જ છે. જેની પ્રાપ્તિ માટે યોગીઓ નિરંતર ધ્યાનરત રહે છે તેવા મોક્ષપદની પ્રાપ્તિ પણ ધર્મ જ કરાવે છે. આ જગતમાં ધર્મભાવના દ્વારા ધર્મને ધારણ કરનાર ધાર્મિક પુરુષ સિવાય અન્ય કોઇ સુખી કે પંડિત હોઇ શકે નહિ. તેથી ધર્મભાવના સિવાય આ જીવનો કોઇ મિત્ર કે હિતેચ્છુ નથી.
(પદ્મનંદિપંચવિંશતિ + અધ્યાય ૧, ધર્મોપદેશામૃત, શ્લોક ૧૮૨)