________________
|
મોટાભાઇ ! તમે મને લિયાહ માટે જરાય બાજ ન કરો. તે મને બેમાંથી પણ નિવૃત કરો. આહિતની બોધિ માટે નિવૃત જીલન અને સંયમઠશા અંગીકાર કરઞાની મને અનુમતિ
આપો.'
કાનજીનો દૃઢ નિશ્ચય જાણી ખુશાલભાઇ ઢીલા પડી ગયા. કાનજી ખરેખર કોઈ મહાપુરુષનો જ અવતાર છે. તેના આત્મતિમાં આપણે અડચણ ન કરાય, તેમ વિચારી મોટાભાઇ ખુશાલભાઇએ કાનજીને જે રસે તે કરવાની રજા આપી અને સમ્યક્ત્વરૂપ બોધિની શીઘ્ર પ્રાપ્તિ થાય તેવી શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા.
મોટાભાઇની અનુમતિ અને આશીર્વાદથી પ્રોત્સાહિત થઇ કાનજીએ નિવૃત જીવન અને સંયમની સાધના માટે હીરાચંદજી મહારાજ પાસે સ્થાનકવાસી સંપ્રદાય અનુસારની મુનિદીક્ષા
ગ્રહણ કરી.
બોધિમાર્ગ પ્રકાશક કહાન ગુરુદેવ પહેલેથી જ સત્ય શોધક અને વિચારક કાનજી મહારાજે સંપ્રદાયના સઘળાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પણ તેમાં તેને આત્મહિતની સમ્યકત્વરૂપ બોધિની પ્રાપ્તિનો ઉપાય હાથ આવતો નહોતો. તેવામાં કોઇ ધન્યપને અપ્રતિબુદ્ધ અજ્ઞાનીને સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ કરાવવાનો ઉપાય સમજાવતો કુંદકુંદચાર્યકૃત ગ્રંથાધિરાજ સમયસાર તેમના કરકમળમાં આવ્યો. તેનો તેમણે વારંવાર અભ્યાસ કર્યો. તેઓ જેની શોધમાં હતા તે પરમાર્થ સત્ય તેમને મળી ગયું. સમયસારમાં મહારાજશ્રીના અંતરનયને અમૃતના સરોવર છલકાતાં જોયા. એક પછી એક ગાથા વાંચતા તેમણે તે અમૃત ઘૂંટડા ભરી ભરીને પીધું.
૨૨૬
-
સમયસારે મહારાજશ્રી ઉપર અપૂર્વ, અનુપમ અને અલૌકિક ઉપકાર કર્યો. તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિ નિજ ઘર તરફ પાછી વળી. ઉપયોગનો પ્રવાહ સુધાસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો અને તેમને બોધિની પ્રાપ્તિ થઇ. સમ્યક્ત્વરૂપ
બોધિદુર્લભભાવનાના આકરા અભ્યાસ અને સઘન ચિંતવનના પરિણામે સમ્યક્ત્વરૂપ બોધિની પ્રાપ્તિ બાદ કાનજી મહારાજે ત્યાર પછી
સાંપ્રદાયિક પરિવર્તન કરી પોતાને
કુંદકુંદાસ્નાયના દિગંબર જૈન શ્રાવક તરીકે ઘોષિત કર્યા. તેઓ જ પાછળથી આપણા અનંત ઉપકારી તારણહાર પરમ પૂજય કહાન
ગુરુદેવ તરીકે ઓળખાયા. પરિવર્તન પછીના સોનગઢના ૪૫ વર્ષના નિવાસ દરમ્યાન તેમણે પોતાના ધર્મોપદેશ દ્વારા બોધિનો જ પ્રકાશ કરી સમ્યક્ત્વરૂપ બોધિનું જ ચિંતવન કર્યુ, અને તેમણે કુંદકુંદાચાર્યદેવનું તીર્થ પ્રવર્તાવ્યું. કાળદોષથી ક્રિયાકાંડમાં અને સ્વચ્છંદતામાં
અટવાઇ પડેલ જૈનદર્શનને તેના મૂળ સમ્યક્ત્વરૂપ બોધિના માર્ગ ઉપર પુનઃ પ્રસ્થાપિત કરી મોક્ષમાર્ગને પ્રશસ્ત કર્યો. આ રીતે વર્તમાનકાળમાં આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા અધ્યાત્મયુગા બનેલા કહાન ગુરૂદેવ આ પછીના ચોથા ભવે સૂર્યકીર્તિ નામના તીર્થંકર થઇને શિવરમણીને વરશે. તેઓની આ શિવરમી વવા માટેની જાનમાં અસંખ્ય ભવ્ય મુમુક્ષુઓ પણ જોડાઇને તેઓ પણ તેમની સાથે શિવપુરી પહોંચશે.
બોધિદુર્લભભાવનાના બળે ધન પ્રાપ્તિ વડે લૌકિક રમણીને વરવાને બદલે )બોધિ પ્રાપ્તિ વડે શિવરમણીને વરવા માટેની જાન જોડનાર બોધિમાર્ગ પ્રકાશક કહાન ગુરુદેવને કોટિ કોટિ પ્રણામ !
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના નની : બાર ભાવના