________________
પ્રાપ્તિ હોય છે. ખાર મધનાનો અભ્યાસકરનારને પુરનું કોઈ પ્રયોજન માસતું નથી, તોપણ માગે તેથી ભાગે અને ન માગે તેની આગે’ એ ઉક્તિ અનુસાર પુણ્યની માંગણી કરનારને પુણ્યની પ્રાપ્તિ થતી નથી પણ પુણ્યનું
કોઈ પ્રયોજન ન રાખનારને તેની પ્રાપ્તિ સહજપણે થાય છે. બાર ભાવનાનો અભ્યાસ પોતે જ પરિણામોની વિશુદ્ધિ છે. તેથી મંદ કષાયથી ચિત્તની ઉજજવળતા હોય છે. ઊંચા પ્રકારના શુભભાવોના કારણે પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણે અગાઉં જોઇ ગયા તે મુજબ બાર ભાવનાનો અભ્યાસ ચિત્તને સ્થિર કરાવે છે. મોહને મંદ કરે છે. સાંસારિક વિષય-ક્વાયના કેટને તારે છે. આ બધી બાબતો પણ પુણ્યોપાર્જનનું જ કારણ છે. આ રીતે બાર ભાવનાનો અભ્યાસ પુણ્યની પ્રાપ્તિ કરાવનારો છે.
બાર માપનાના અભ્યાસથી અળગા રહેનારા
અજ્ઞાની જીવો પુણ્યનું પ્રયોજન ધરાવી તેના માટેના ઉપાયો કર્યા કરે છે. તોપણ તેમને પુણ્યની પ્રાપ્તિ થતી
નથી. બાર ભાવનાનો અભ્યાસ કરનાર આત્માર્થી સજ્જન
પુરુષ પુણ્યનું પ્રયોજન બિલકુલ ધરાવતો નથી. તોપણ તેને ઉત્કૃષ્ટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ બાબત આચાર્યશ્રી પાબંદી નીચેના શબ્દોમાં કહે છે દૂ
',
(અનુ૫) अनुप्रेक्षा ईमा: सद्भिः सर्वदा हृदये घृताः । कुर्वते तत्परं पुण्यं हेतुः यत् स्वर्ग मोक्षयोः ॥ ભાવાર્થ : સજ્જનો દ્વારા સદા હ્રદયમાં ધારણ કરવામાં
આવી આ બાર અનુપ્રેક્ષાઓનો અભ્યાસ ઉત્કૃષ્ટ પુણ્યને પ્રાપ્ત કરાવે છે. જે સ્વર્ગની પરંપરા દ્વારા મોક્ષ સુધી
પહોંચાડે છે.
(પદ્મનંદીપંચવિંશતિ ઃ અધ્યાય ૬ : શ્લોક ૫૮)
૨૨
ઉપસંહાર
આત્મતિ સંબંધી પારમાર્થિક બાબતની વારંવાર વિચારણા થવી તે ભાવના કે અનુપેક્ષા છે.
પારમાર્થિક વિચારણાના આધારભૂત અનિત્યાદિ કુલ બાર બાબતો હોવાથી માપના પણ બાર જ છે. બાર ભાવના શિવાયની સંસાર સંબંધી જે કોઈ વિચારણા કે ચિંતવન હોય તે ચિંતા છે, પણ ભિાવના નથી. ચિંતા સંસાર અને તેનાં દુ:ખોનું કારણ હોવાથી તૈય છે. પરંતુ ભાવના મોઢા અને તેના સુખનું કારણ હોવાથી ઉપાદેય છે.
પારમાર્થિક વંશના પ્રારંમથી પૂર્ણતા સુધી વૈરાગ્યની આવશ્યકતા હોય છે. પરંતુ આ વૈરાગ્ય જ્ઞાન સહિતનો હોય તો જ કાર્યકારી બને છે. જગતમાં વૈરાગ્યના પ્રસંગો અવારનવાર જોવા મળે
છે. પણ આ વૈરાગ્ય વસ્તુસ્વરૂપની સાચી સમજણ
વિનાનો હોવાથી તે આત્મતિની યોગ્યતા કે સાધન બની શકતો નથી. વાસ્તવમાં જ્ઞાન વગરનો વૈરાગ્ય એ વૈરાગ્ય જ નથી પણ એક પ્રકારનો રૂંધાયેલો કષાય જ છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ઉત્પત્તિનું કારણ એક માત્ર બાર ભાવના જ છે.
બાર મિાવનાના અભ્યાસપૂર્વક તેનું ચિંતવન કરવાનું
ફળ અલૌકિક અને અચિંત્ય છે. તેથી મુમુક્ષુઓએ આ બાર ભાવનાનું ચિંતવન નિરંતર કરવું જોઈએ. બાર
ભાવનાનું ચિંતવન કરનારને અવશ્ય નિર્વાણની પ્રાપ્તિ થાય છે, તેમ દર્શાવતા પં.બુધજન કહે છે
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના