________________
બહારથી જોતા એમ જણાય છે કે, એકલ-વિહારી | મહાદેવ તરીકે ઓળખાય છે. તેમના વાળ જટા સમા તીર્થંકર મુનિરાજ તેમના તપોવનમાં એકલા વસે છે. વી જવાથી તેઓ જટાશંકર તરીકે પણ જાણીતા છે. પણ અંદરથી જોતા એમ જણાય છે કે, તપના પ્રભાવે સમ્યક્ રત્નત્રયના ધારક હોવાથી તેઓ ત્રિશૂળધારી થતી નિર્જરાના કારણે પ્રગટતા અનંતગુણોની સાથે પણ કહેવાય છે. જગતના પ્રાણીઓના સ્વામી હોવાથી પોતાના નિર્જરા-નગરમાં નિવાસ કરે છે. તેઓ ભૂતનાથ તરીકે પણ ઓળખાય છે. કૈલાશ પર્વત
પર તપ કરવાથી તેઓ કૈલાશવાસી પણ કહેવાય છે. જન્મથી જ તેઓ ત્રણ જ્ઞાનરૂપી નેત્ર ધરાવનારા હોવાથી ત્રિનેત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે. આવા મહાદેવ ઋષભનાથ ભગવાન છ માસના ઘ્યાન યોગમાંથી બહાર
આવતાં તેઓ આહાર માટે વિહાર કરે છે. પણ નિર્દોષ આહાર અને આહારદાનની વિધિથી અજાણ લોકોના કારણે તેમને આહારનો યોગ બનતો નથી. અને એ પ્રમાણે બીજા છ મહિના પણ પસાર થઇ જાય છે.
બહારથી જોતા એમ જણાય છે કે, અનેક મહિનાના ઉપવાસના કારણે તેઓ ભૂખ્યા-તરસ્યા છે. પણ અંદરથી જોતા એમ જણાય છે કે, તેઓ તપના કારણે પ્રગટતા આત્મિક અતીન્દ્રિય આનંદરૂપ અમૃતના અદ્ભુત અને આહ્લાદકકારી આસ્વાદને અનુભવી રહ્યા છે.
બહારથી જોતા એમ જણાય છે કે, નામ્બર ઋષભદેવ સૂર્યના પ્રખર તાપમાં તપી રહ્યા છે. પણ અંદરથી જોતા એમ જણાય છે કે, તેઓ તપોવનના
તપરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે.
બહારથી જોતા એમ લાગે કે, ઋષભ-મુનિરાજના ઘટાટોપ તપોવનમાં ઘનઘોર અંધારું વ્યાપી ગયું હશે.
પણ અંદર જઇને જોતા જણાય છે કે, તપના પ્રભાવે સૂર્યના તેજને ઢાંકનાર ઉત્કૃષ્ટ તેજ તેમના શરીરમાં પ્રગટેલું છે.
અનેક પરિષહોના વિજેતા જિનભગવાન સમાન આચરણ ધરાવનાર જિનકલ્પી એકલવિહારી ઋષભમુનિરાજ અડોલ અને નિશ્ચલપણે પોતાની આત્મસાધના સાધે છે. કર્મશત્રુને મારી હઠાવી મોક્ષસામ્રાજયને પ્રાપ્ત કરવા મોક્ષમાર્ગમાં આગળ વધતા ઋષભ-મુનિરાજના ત્રણ ગુપ્તિ તેમના અંગરક્ષક જેવા છે. સંયમ તેમનું બખ્તર છે. અઠ્ઠાવીસ પ્રકારના મૂળગુણો તેમના સૈનિકો સમાન છે. બારેય પ્રકારના તપ તેમના સેનાનાયકો છે.
જો કે છ મહિનાથી ઋષભમુનિરાજ જરા પણ ખાતાપીતા નથી. તોપણ તેમનામાં બિલકુલ થાક કે ખેદ નથી. તપના પ્રતાપે તેમના શરીરનું તેજ દેવોના દિવ્યતેજથી પણ ચઢિયાતું થવાથી તેઓ ૯. નિર્જરાભાવના
આ રીતે એક વરસના વરસીતપના પ્રભાવે તપસ્વી મુનિરાજ ઋષભદેવના તપોવનમાં રાત્રે પણ દિવસ જેવો ઉત્તમ પ્રકાશ રહેવા લાગ્યો, તેમના તપત્તેજના
પ્રભાવે ચારેબાજુ સુમુક્ષિતા વ્યાપી ગઇ. રોગ, મરી જેવા ઉપદ્રવો અટકી ગયા. હિંસક પ્રાણીઓ પોતાનું
જાતિવેર ભૂલી શાંતિથી સાથે રહેવા લાગ્યા. સિંહ અને હરણ, સર્પ અને મોર એક બીજાને બાધા કર્યાં વિના એક સાથે ઋષભમુનિની સન્મુખ બેસી રહેતા. અહા ! કેવું આશ્ચર્ય કે ગાયના નાના વાછરડાં સિંહણનું દુધપી રહ્યા છે અને સિંહબાળ ગાયનું દુધ ધાવી રહ્યો છે.
ઋષભમુનિરાજના આશ્ચર્યકારી તપના પ્રભાવે ઈન્દ્રનું ઇન્દ્રાસન પણ કંપી ઉઠે છે. સ્વર્ગના દેવો અને ઇન્દ્ર આવીને અદ્ધર આકાશમાંથી તીર્થંકર મુનિના તપોવનમાં દૈવી પુષ્પોની વૃષ્ટિ કરે છે, અને ગાંધર્વો મંગલ વાદ્યો વગાડે છે. તપના અતિશય પ્રભાવથી ઋષભ મુનિરાજનું અદભુત રૂપ એવું શોભે છે કે ઇન્દ્ર તેને હજાર-હજાર નેત્રોથી નીરખે છે તોપણ તૃપ્તિ થતી નથી. ઇન્દ્ર મહારાજ અત્યંત ભક્તિપૂર્વક તપસ્વી તીર્થંકરની પુજા કરી તેની સ્તુતિરૂપ નિર્જરાભાવના ભાવે છે :
૧૮૩