________________
સંવભાવનીનો મહિમા દર્શાવતું
પં. ભૂધરદાસનું ભજન
(રાગા મહાર) अब मेरै समकित सावन आयो ।।टेक।। बीति कुरीति मिथ्यामति ग्रीष्म, पावस सहज सुहायो ।। १ ।। अनुभव-दामिनि दमकन लागी, सुरति घटा धन छायो ।। २ ।। बोलै विमल विवेक पपीहा, सुमति सुहागिनि भायो ।। ३ ।। भूल-धूल कहिं भूल न सूझत, समरस जल झर लायो ।। ४ ।। ‘મૂઘર’ તો નિવાસૈ ગર્વ વાઢિર, નિગ નિરવૂ ઘર પાયો || 1 ||
ભાવાર્થ : અહો ! સંવરભાવનાના પ્રતાપે પ્રગટેલી સંવરદશાના કારણે હવે મારા જીવનની મિથ્યાત્વરૂપી ગ્રીષ્મ ઋતુ વીતી ગઇ છે, અને સમકિતરૂપી સુહાવની પાવસ એટલે કે વર્ષા ઋતુ આવી પહોંચી છે.
સંવરદશામાં આત્માના અતીન્દ્રિય આનંદની ઘનઘોર છટા છવાઇ ગઇ છે, કે જેમાં સ્વાનુભવરૂપી વીજળી ચમકે છે.
આવ સંવરદશાને દેખીને વિવેકરૂપી કોયલની ધ્વનિ મુખરિત થાય છે, કે જે સુમતિરૂપ સૌભાગ્યવતીને અત્યંત પ્રિયકર છે.
સંવરભાવના અને તેના કારણે પ્રગટતી સંવરદશામાં સમતારસરૂપી જળધારાની ઝડી વરસવાને કારણે ભૂલરૂપી એટલે કે ભમરૂપી ધૂળ હવે ભૂલથી પણ ક્યાંય ઉડતી નજરમાં આવતી નથી.
પંડિત ભૂધરદાસ કહે છે કે, આ પ્રકારે જેણે સંવરભાવના અને સંવરદશારૂપી નિરચું એટલે કે ન ટપકે તેવું મજબૂત ઘર પ્રાપ્ત કરી લીધું છે, તે હવે તેમાંથી બહાર કેમ નીકળે ? એટલે કે બિલકુલ ન નીકળે. (ભૂધર ભજન સૌરભ: ભજન નાં, પપ , પાનું ૮ )