________________
આચાર્યશ્રી અમૃતચંદ્રકૃત આત્મખ્યાતિમાં આસવભાવના દ્વારા આવીની નિવૃત્તિનો ઉપાય (માસવભ#વનાના અભ્યાસ સહિતના ચિંતવન દ્વારા ખાસવ અને આત્માનું સ્વરૂપ સમજી આસવ અને આત્માનું ભેદજ્ઞાન કરવું એ જ માસવોની નિવૃત્તિનો ઉપાય છે તેમ દર્શાવતા ખાચાર્ય શ્રી અમૃતચંદ્ર નીચે મુજબ કહે છે. )
૧. વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતક સ્વભાવપણું હોવાથી આસવો જીવ સાથે બંધાયેલા છે, પરંતુ
અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંઘાયેલી જ છે, લાખ પોતે વૃક્ષ નથી તેવી રીતે આવો ઘાતક છે અને આત્મા વધ્ય છે.
આમ વિશ્વ સ્વભાવો હોવાથી આરાવો પૌતે જીવ નથી) ૨, આસવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધુવ છે, ચૈતન્યમાત્ર જીવ જ ધુવ છે. ૩, આરસવો શતદાહજવરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે,વિજ્ઞાનધન જેનો
સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે, ૪. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુષ્ણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઇથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસવો નાશ પામી જાય છે, રોકી શકાતા નથી માટે તેઓ અશરણ છે આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિશક્તિરૂપ જીવ
જ શરણસહિત છે. ૫. આસવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે, સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ
અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. ૬. આવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે, જીવ જ સમસ્ત પુક્રલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે.
આમ આસવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાંવેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે. આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે એવા સહજપણે વિકાસ પામતી ચિશકિત વડે જેમ જેમ વિજ્ઞાનધનસ્વભાવ થતો જાય છે તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે, અને જેમ જેમ આસવોથી નિવૃત્ત થતો જચે છે તેમ તેમ વિજ્ઞાનધનઃસ્વભાવ થતો જાય છે. તેટલો વિજ્ઞાન ધનસ્વભાવ થાય છે જેટલો સમ્યક્ પ્રકારે આસવોથી નિવર્તે છે, અને તેટલો આસવોથી નિવર્સે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનધનસ્વભાવ થાય છે, આ રીતે જ્ઞાન (ભેદજ્ઞાન)ને અને આસવોની નિવૃત્તિને સમકાળપણું છે. (મિથ્યાત્વ ટળી ગયા પછી પોતાના ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવમાં જેટલી સ્થિરતા વધતી જાય છે તેટલો પોતાનો આત્મા વિજ્ઞાનધનસ્વભાવ થયો એમ કહૈવાય છે)
(સમયસરા ગામ જની નામાવતિ ટીકા)