________________
કઇ રીતે વસ્તુસ્વરૂપની સમજણ કરાવે છે?
અશુચિભાવનાનો અભ્યાસ નાસ્તિથી શરીરાદિક સંયોગો અને રાગાદિક સંયોગીભાવોની અશુચિ દર્શાવે છે અને અસ્તિથી પોતાના શુદ્ધાત્મસ્વભાવની શુચિ દર્શાવે છે. જે શુદ્ધ હોય તે શુચિ અને અશુદ્ધ હોય તે અશુચિ છે. અશુદ્ધતાનું કારણ પરસાપેક્ષતા અને શુદ્ધતાનું કારણ પરનિરપેક્ષતા હોય છે. સઘળાં સંયોગો અને સંયોગીભાવો પરસાપેક્ષ અશુદ્ધ અવસ્થારૂપ હોવાથી અશુચિ છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મસ્વમિાવ પરનિરપેક્ષ હોવાથી શુચિ છે. અશુચિમય શરીરાદિક સંયોગો પ્રત્યેનું લક્ષ છોડી પરમ શુચિમય શુદ્ધાત્મસ્વભાવનું લક્ષ કરાવી પોતાની અવસ્થામાં પણ શુચિ ઉત્પન્ન કરાવવામાં અશુચિમાવનાનો અભ્યાસ ઉપયોગી છે.
અશુચિ શરીરના જ સદુપયોગ વડે પરમ શુચિ શુદ્ધાત્મસ્વમાવની ઓળખાણ કરી શકાય છે. આ પ્રકારે શુચિ-અશુચિનું સ્વરૂપ સમજાવી અશુચિભાવનાનો અભ્યાસ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરાવનાર છે.
કઇ રીતે વૈરાગ્યનું કારણ છે?
સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતાને
સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ સંયોગોમાં બધાં સંયોગોનું કેન્દ્રવર્તી અને નિક્ટવર્તી સ્થાન શરીરનું છે. સંસારી જીવને અનાદિકાળથી પોતાના શરીર પ્રત્યે એકત્વ કે મમત્વરૂપ મોહ હોય છે. પારકા શરીર પૈકી સ્ત્રીના શરીર પ્રત્યેનું ૬-અશુચિભાવના
આકર્ષણ હોય છે. અશુચિભાવનાના અભ્યાસથી આ શરીર રોગો અને ઉપદ્રવોનું ઘર છે, દુર્ગંધમય, ધૃણાસ્પદ પદાર્થોથી પરિપૂર્ણ છે અને તેથી તે મહાન અશુચિ છે, તે બાબત સમજી શકાય છે. તેથી શરીર પ્રત્યેનો મોહ કે આકર્ષણ આપમેળે અટકી જાય છે. અને તેથી શરીરાદિક સઘળાં સાંસારિક સંયોગો પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા આવે છે, જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ રીતે અશુચિમાવનાનો અભ્યિાસ સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ છે.
પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ
અશુચિમાવનાના અભ્યાસનું પ્રયોજન શુદ્ધાત્મસ્વભાવની શુચિ અને શરીરની અશુચિ વડે વસ્તુસ્વરૂપની સાચી સમજણપૂર્વક શરીરાદિક સંયોગો પ્રત્યેનો વૈરાગ્ય છે. આવા પ્રયોજનપૂર્વક અશુચિમાવનાનો અભ્યાસ કરવામાં આવતાં તેનું ખાસ પ્રકારનું વિશેષ ફળ નીચે પ્રમાણે છે. ૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે
ર. શુામસ્વભાવની શુચિને સમજાવે
૧. શરીર પ્રત્યેનો મોહ મટાડે
શરીર પ્રત્યેના પ્રેમ અને આકર્ષણના કારણે શરીર પ્રત્યેનો મોહ હોય છે. શરીરની અશુચિ સમજવાથી તેના પ્રત્યેનો પ્રેમ અને આકર્ષણ મટે છે. અને
તેથીથતો મોહ મટે છે. અશુચિભાવનાનો અભ્યાસ શરીરની અશુચિ સમજાવી શરીર પ્રત્યેનો મોહ મટાડે છે.
સઘળાં સંસારનું મૂળ કારણ શરીર પ્રત્યેના એકત્વ કે મમત્વરૂપ મોહ છે. મોહનું કારણ
૧૧૫