________________
આગમસાર– ઉતરાર્ધ
40
૪૨. ખેચર સંશી નપુંસક સંખ્યાતગણા ૪૩. સ્થળચર સંશી નપુંસક સંખ્યાતગણા ૪૪. જળચર સંશી નપુંસક સંખ્યાતગણા ૪૫. ચૌરેન્દ્રિયના પર્યાપ્ત સંખ્યાતગણા ૪૬. પંચેન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૭. બેઇન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૮. તેઇન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૯. પંચેન્દ્રિયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૫૦. ચૌરેન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક ૫૧. તેઇન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક પર. બેઇન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક
૫૩. પ્રત્યેક શરીરી વનસ્પતિ પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૪. બાદર નિગોદ(શરીર) પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૫. બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૬. બાદર અપ્લાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૭. બાદર વાયુકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૮. બાદર તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૫૯. પ્રત્યેક શરીરી વનસ્પતિના અપર્યાપ્ત અસં.ગણા ૬૦, બાદર નિગોદ (શરીર)અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૧. બાદર પૃથ્વીકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૨. બાદર અપ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૩. બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા
૬૪. સૂક્ષ્મ તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૫. સૂક્ષ્મ પૃથ્વીકાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૬. સૂક્ષ્મ અપ્લાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૭. સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૮. સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્ત સંખ્યાતગણા ૬૯. સૂક્ષ્મ પૃથ્વીકાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૦. સૂક્ષ્મ અપ્લાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૧. સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૨. સૂક્ષ્મ નિગોદ(શરીર) અપર્યાપ્ત અસંખ્યાતગણા ૭૩. સૂક્ષ્મ નિગોદ(શરીર) પર્યાપ્ત સંખ્યાતગણા
૭૪. અભવી અનંત ગણા ૭૫. પિંડવાઈ સમ્યગ્દષ્ટિ અનંતગણા ૭૬. સિદ્ધ અનંત ગણા
૭૭. બાદર વનસ્પતિના પર્યાપ્ત અનંત ગણા ૭૮. બાદરના પર્યાપ્ત વિશેષાધિક ૭૯. બાદર વનસ્પતિના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૮૦, બાદરના અપર્યાપ્ત વિશેષાધિક ૮૧. બાદર વિશેષાધિક
૮૨. સૂક્ષ્મ વનસ્પતિના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૮૩. સૂક્ષ્મના અપર્યાપ્ત વિશેષાધિક ૮૪. સૂક્ષ્મ વનસ્પતિના પર્યાપ્ત સંખ્યાતગણા ૮૫. સૂક્ષ્મના પર્યાપ્ત વિશેષાધિક ૮૬. સૂક્ષ્મ વિશેષાધિક
૮૭. ભવી જીવ વિશેષાધિક ૮૮. નિગોદના જીવ વિશેષાધિક ૮૯. વનસ્પતિ જીવ વિશેષાધિક ૯૦. એકેન્દ્રિય જીવ વિશેષાધિક ૯૧. તિર્યંચ જીવ વિશેષાધિક
૯૨. મિથ્યા દૃષ્ટિ જીવ વિશેષાધિક ૯૩. અવિરત જીવ વિશેષાધિક ૯૪. સકષાયી જીવ વિશેષાધિક ૯૫. છદ્મસ્થ જીવ વિશેષાધિક ૯૬. સયોગી જીવ વિશેષાધિક ૯૭. સંસારી જીવ વિશેષાધિક ૯૮. સર્વ જીવ વિશેષાધિક
અલ્પબહુત્વ સંબંધી વિશેષ જ્ઞાતવ્ય :– (૧) મનુષ્યથી મનુષ્યાણી ઉત્કૃષ્ટ ૨૭ ગણી ૨૭ અધિક છે. દેવથી દેવી ઉત્કૃષ્ટ ૩૨ ગણી ૩૨ વધુ છે અને સંજ્ઞી તિર્યંચથી તિર્યંચાણી ૩ ગુણી ૩ અધિક.
(૨) વૈમાનિક તથા ભવનપતિ દેવ નારકીથી ઓછા છે પરંતુ વ્યંતર અને જ્યોતિષી દેવ નારકીથી વધુ છે. અતઃ નારકીથી દેવ વધુ છે. (૩) સંજ્ઞી તિર્યંચ પુરુષ એવં સ્ત્રીથી વ્યંતર જ્યોતિષી દેવ અધિક છે પરંતુ સંજ્ઞી તિર્યંચ નપુંસકના જીવ દેવોથી અધિક છે. આથી દેવથી સમુચ્ચય સંશી તિર્યંચ વધુ છે. ત્યારે દેવોનો અંતિમ બોલ ૪૧મો છે અને સંશી તિર્યંચ નપુંસકનો અંતિમ બોલ ૪૪મો છે. (૪) સંમૂર્ચ્છિમ મનુષ્ય અને બાદર તેઉકાયને છોડીને ૪૪ બોલ સુધી સર્વે બોલ સંજ્ઞીના છે. ૪૫મા બોલથી અસંશી જીવ છે. ૪૬ અને ૪૯માં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એવં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય બંનેનો સમાવેશ છે.
(૫) બાદરમાં અપર્યાપ્ત અસંખ્યાત ગણા અધિક હોય છે અને સૂક્ષ્મમાં પર્યાપ્ત સંખ્યાતગણા અધિક હોય છે.
(૬) ૫૪,૬૦,૭૨,૭૩ એ ચાર બોલમાં નિગોદ શરીર અપેક્ષિત છે, જીવ નહીં. ૮૮મા બોલમાં નિગોદના જીવ અપેક્ષિત છે. અર્થાત્ ૯૮ બોલમાં ૯૪ બોલ જીવના અને ૪ બોલ શરીરના અપેક્ષિત છે.
(૭) બાદર તેઉકાયના પર્યાપ્ત ઘણાં ઓછા હોય છે, એનો બોલ ત્રીજો છે અને અપર્યાપ્તનો બોલ ૫૮મો છે.
(૮) અનંતના બોલ ૭૪થી પ્રારંભ થાય છે. અર્થાત્ ૭૩ બોલમાં ૭૧ બોલ અસંખ્યના છે. બે બોલ સંખ્યાતના છે. અભવી ચોથા અનંતા જેટલા છે. ડિવાઈ સમદષ્ટિ અને સિદ્ધ પાંચમાં(આઠમા) અનંત જેટલા છે. ભવી આઠમા અનંતમાં છે. સર્વ જીવ પણ આઠમા અનંત જેટલા છે.
(૯) ૨૪,૯૫,૯૭ બોલ અશાશ્વત છે. તેઓ ક્રમશઃ સંમૂર્ચ્છિમ મનુષ્ય, ૧૨મા ગુણસ્થાન, ૧૪મા ગુણસ્થાન સાથે સંબંધિત છે. આ બંને ગુણસ્થાન પણ અશાશ્વત છે. અર્થાત્ જ્યારે ૧૨મા ગુણસ્થાનમાં કોઈ જીવ નથી હોતા ત્યારે ૯૫મો બોલ નથી બનતો અને જ્યારે ૧૪મા ગુણસ્થાનમાં કોઈ જીવ નથી હોતા ત્યારે ૯૦મો બોલ નથી બનતો.
--
અલ્પબહુત્વની અનુપ્રેક્ષા :– સંસારમાં બધાથી અલ્પ મનુષ્યોની સંખ્યા છે. આટલી લાંબી સૂચિમાં મનુષ્યનું સ્થાન સર્વપ્રથમ છે. આ જ કારણે આગમમાં મનુષ્ય ભવ દુર્લભ કહેવાય છે.
નરકમાં નીચે નીચે જીવોની સંખ્યા ઓછી ઓછી હોય છે. તો દેવોમાં ઉપર જીવોની સંખ્યા ઓછી હોય છે. સાતમી નરકમાં જીવ બધી નરકોથી ઓછા છે. તો અણુત્તર દેવ પણ બધા દેવોથી ઓછા હોય છે. અર્થાત્ લોકમાં અત્યંત પુણ્ય– શાળી જીવ ઓછા હોય છે તો અત્યંત પાપી જીવ પણ ઓછા હોય છે. ઇન્દ્રિયો ઓછી હોય છે, ત્યાં જીવ વધારે હોય છે. અર્થાત્ પંચેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અધિક છે. એકેન્દ્રિય સર્વાધિક છે અર્થાત્ વિકાસ પ્રાપ્ત જીવ ઓછા હોય છે. બાવન બોલ સુધી ત્રસ જીવોનું અલ્પબહુત્વ છે. ફક્ત ત્રીજો બોલ સ્થાવરનો છે.
૫૩ થી ૮૬ બોલ સુધી સ્થાવર જીવોનું અલ્પબહુત્વ છે; ૭૪, ૭૫, ૭૬ બોલને છોડીને. ૩૮ થી ૪૪ સુધીના બોલ સંખ્યાત ગણા છે, તે અત્યધિક સંખ્યાતગણા છે. માટે એકાધિક બોલ મળવાથી અસંખ્ય ગણા બની જાય છે. જેમ કે– તિર્યંચણી ૩૭મા બોલથી દેવી(૪૧મો બોલ) અસંખ્યગણી છે. દેવથી (૪૦–૪૧મા બોલથી) સંશી તિર્યંચ(૪૪મો બોલ) અસંખ્યગણા છે.