________________
jainology II
39
આગમસાર
(૩) પદ્રવ્ય :– (૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય દ્રવ્યથી ત્રણે તુલ્ય અને સૌથી થોડા છે. (૨) તેનાથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યગણા અને પરસ્પર તુલ્ય છે. (૩) તેનાથી જીવાસ્તિકાય દ્રવ્ય અનંતગણા (૪) તેનાથી જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યગણા (૫) તેનાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનંતગણા (૬) અને તેના જ પ્રદેશો અસંખ્યગણા (૭) તેનાથી અહ્વા સમય અપ્રદેશાર્થ અનંતગણા (૮) તેનાથી આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતગણા.
(૧) બધાથી થોડા જીવ દ્રવ્ય (૨) પુદ્ગલ દ્રવ્ય અનંતગણા (૩) અન્ના સમય અનંતગણા (૪) સર્વ દ્રવ્ય વિશેષાધિક (૫) સર્વ પ્રદેશ અનંતગણા (૬) સર્વ પર્યાય અનંતગણા છે.
(૪) આયુષ્ય કર્મ બંધક આદિ ૧૪ બોલ :- (૧) બધાથી થોડા આયુના બંધક (૨) તેનાથી અપર્યાપ્ત અસંખ્યગણા (૩) તેનાથી સુપ્ત જીવ સંખ્યાતગણા (૪) તેનાથી સમુદ્દાતવાળા સંખ્યાતગણા (૫) તેનાથી સાતાવેદક સંખ્યાતગણા (૬) તેનાથી ઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણા (૭) તેનાથી અનાકારોપયુક્ત સંખ્યાતગણા (૮) તેનાથી સાકારોપયુક્ત સંખ્યાતગણા (૯) તેનાથી નોઇન્દ્રિયોપયુક્ત વિશેષાધિક (૧૦) તેનાથી અશાતા વેદક વિશેષાધિક (૧૧) તેનાથી સમુદ્દાત રહિત વિશેષાધિક (૧૨) તેનાથી જાગૃત વિશેષાધિક (૧૩) તેનાથી પર્યાપ્ત જીવ વિશેષાધિક (૧૪) તેનાથી આયુના અબંધક જીવ વિશેષાધિક.
(૫) ક્ષેત્રલોકમાં જીવોનું અલ્પબહુત્વ :– (૧) સમુચ્ય તિર્યંચ સહુથી થોડા ઊર્ધ્વલોકમાં (૨) તેનાથી અધોલોકમાં વિશેષાધિક (૩) તેનાથી તિરછાલોકમાં સંખ્યાત ગુણ (૪) તેનાથી ત્રણે લોકમાં અસંખ્યગુણ (૫) તેનાથી અધોલોકમાં વિશેષાધિક (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક
(૧) લોક ક્ષેત્રના ૬ પ્રકાર કહ્યા છે– (૧) ઊર્ધ્વલોકમાં રહેલા જીવ (૨) અધોલોકમાં રહેલા જીવ (૩) તિરછા લોકમાં રહેલા જીવ (૪) તિરછાલોકની ઉપરનો અંતિમ એક પ્રદેશી પ્રતર અને ઊર્ધ્વલોકની નીચેનો એક પ્રદેશી પ્રતર. આ બંને મળી ઊર્ધ્વલોક તિરછાલોક ક્ષેત્ર છે (૫) તે જ રીતે અધોલોક અને તિરછાલોકની પાસે એક એક પ્રદેશી બંને પ્રતર મળીને ‘અધોલોક તિરછાલોક' ક્ષેત્ર છે. (૬) ઊર્ધ્વલોક તથા અધોલોકના કેટલાક પ્રતર અને તિરછાલોકના સર્વે પ્રતર મળીને ક્ષેત્રાવગાહ બને છે તે ત્રણ લોક ક્ષેત્ર કહેવાય છે.
(૨) ત્રણ લોકમાં અવગાહન કરવાવાળા બે પ્રકારના જીવ હોય છે. (૧) વાટે વહેતા જન્મ સ્થાન પર પહોંચ્યા પૂર્વના માર્ગગામી જીવ (૨) મારણાંતિક સમુદ્દાત અવસ્થામાં સમવહત જીવ. તેમાં કેટલાય જીવો ત્રણ લોકની સ્પર્શના અને અવગાહના કરે છે. શેષ પાંચ ક્ષેત્રના પ્રકારોમાં સ્વસ્થાન, ઉત્પાત અને સમુદ્દાત ત્રણે પ્રકારના જીવ હોય છે.
(૩) સમભૂમિથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ યોજન ઉપર કુલ ૧૮૦૦ યોજનનો જાડો અને ચારે તરફ લોકાંત સુધી એટલે એક રજ્જુ પ્રમાણ લાંબો અને પહોળો તિરછોલોક છે. શેષ નીચે લોકાંત સુધી અધોલોક અને ઉપર લોકાંત સુધી ઊર્ધ્વલોક છે.
ઊર્ધ્વલોક ક્ષેત્રથી અધોલોક ક્ષેત્ર કંઈક અધિક છે. કારણ કે ઉપર નીચેની અપેક્ષા લોકમધ્ય સમભૂમિ પર ન હોઈને સમભૂમિથી નીચે અધોલોકમાં છે. ત્યાંથી બંને બાજુ (ઉપર નીચે) ૭–૭ રાજૂ પ્રમાણ લોક છે. માટે નીચો લોક સાધિક સાત રાજૂ છે અને ઊર્ધ્વલોક દેશોન સાત રાજૂ છે.
(૪) અધોલોકમાં સમુદ્રી જળ ૧૦૦ યોજન ઊંડું છે અને તિરછા લોકમાં ૯૦૦ યોજન છે. ઊર્ધ્વ લોકમાં પણ કેટલાય પર્વતીય ક્ષેત્ર છે અને એના પર વાવડીઓ છે. એમાં જળચર, પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ હોય છે. ત્યાંથી પંચેન્દ્રિય જીવ નરકમાં પણ ઉત્પન્ન થાય છે. (૫) સોમનસ વન આદિ ઊર્ધ્વલોકમાં છે. ત્યાં વિદ્યાધર યુગલ ક્રીડા માટે જાય છે. તેથી ઊર્ધ્વલોકમાં મનુષ્ય મનુષ્યાણીઓ હોઈ શકે છે.
(૬) ઊર્ધ્વલોકમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય પણ મનુષ્ય-મનુષ્યાણીની સાથે હોય છે અને વાટે વહેતા તથા સમવહત મનુષ્ય પણ ઊર્ધ્વલોકમાં હોય છે. આ કારણે ઊર્ધ્વલોકમાં મનુષ્ય પણ અસંખ્યગણા કહેલ છે.
(૭) વૈમાનિક દેવોથી વ્યંતરાદિના સમવહત અને વાટે વહેતા દેવ પણ અસંખ્ય ગણા હોય છે. (૬) મહાદંડક : ૯૮ બોલોનું અલ્પબહુત્વ ઃ–
૧. સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય ૨. મનુષ્યાણી સંખ્યાતગણી ૩. બાદર તેઉકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૪. અણુત્તર વિમાનના દેવ અસંખ્યગણા ૫. ઉપરી ત્રૈવેયક ત્રિકના દેવ સંખ્યાતગણા ૬. મધ્યમ ત્રિકના દેવ સંખ્યાતગણા ૭. નીચેની ત્રિકના દેવ સંખ્યાતગણા ૮. બારમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૯. અગિયારમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૧૦. દસમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૧૧. નવમા દેવલોકના દેવ સંખ્યાતગણા
૧૨. સાતમી નરકના નારકી અસંખ્યાતગણા ૧૩. છઠ્ઠી નરકના નારકી અસંખ્યાતગણા ૧૪. આઠમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૫. સાતમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૬. પાંચમી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૧૭. છઠ્ઠા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૮. ચોથી નરકના નૈયિક અસંખ્યાતગણા ૧૯. પાંચમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૦. ત્રીજી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૨૧. ચોથા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૨. ત્રીજા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૩. બીજી નરકના નૈરયિક અસંખ્યગણા ૨૪. સંમૂર્છિમ મનુષ્ય અસંખ્યાતગણા
૨૫. બીજા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૬. બીજા દેવલોકની દેવીઓ સંખ્યાતગણી ૨૭. પહેલા દેવલોકના દેવ સંખ્યાતગણા ૨૮. પહેલા દેવલોકની દેવીઓ સંખ્યાતગણી ૨૯. ભવનપતિ દેવ અસંખ્યાતગણા ૩૦. ભવનપતિ દેવીઓ સંખ્યાતગણી ૩૧. પહેલી નરકના નૈયિક અસંખ્યાતગણા
૩૨. ખેચર તિર્યંચ પુરુષ અસંખ્યાતગણા ૩૩. ખેચર તિર્યંચાણી સંખ્યાતગણી ૩૪. સ્થળચર તિર્યંચ પુરુષ સંખ્યાતગણા ૩૫. સ્થળચર તિર્યંચાણી સંખ્યાતગણી ૩૬. જળચર તિર્યંચ પુરુષ સંખ્યાતગણા ૩૭. જળચર તિર્યંચાણી સંખ્યાતગણી
૩૮. વાણવ્યંતર દેવ સંખ્યાતગણા ૩૯. વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગણી ૪૦. જ્યોતિષી દેવ સંખ્યાતગણા ૪૧. જ્યોતિષી
દેવીઓ સંખ્યાતગણી