________________ jainology II 333 આગમસાર ખામણાં કરે કરાવે, વગેરે પ્રકારે સાવિભાવે શ્રી જિન ધર્મની આરાધના કરનારા ભવ્ય છ સંતસમયે સમાધિપૂર્વક હસતાં હસતાં મરણ પામે છે, તેમને મરણને ભય હતો જ નથી. કારણ કે તેઓ અહીં જે સ્થિતિમાં છે, તેથી સારામાં સારી સ્થિતિને પરભવમાં પામે છે. આમા મરે જ નહિ, દેહાદિથી આમા છૂટા પડે, એ જ મરણ કહેવાય છે. ૧૭હે જીવ! ક્ષણ વારમાં શું બનાવ બનશે તેની તને ખબર નથી, તેમ જ તારા જેવાને ઢાંકયા કમની પણ ખબર પડતી નથી, માટે હંમેશાં ચેતતા રહેજે ને ભવિષ્યમાં મોડા કરવા ધારેલાં કાર્યો જલદી કરી લેજે. 18. મારા દેવ અરિહંત છે, કંચન-કામિનીના ત્યાગી વિશિષ્ટ મહાવ્રતાદિ સદ્દગુણેના ધારક શ્રી આચાર્ય ભગવંત વગેરે ગુરુ છે અને શ્રી જિનેશ્વરદેવે કહેલ ત્રિપુટીશુદ્ધ ધર્મ છે. અત્યાર સુધીમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરતાં મન, વચન કાયાથી કોઈ પણ દેષ (અતિચાર) લાગે છે, તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું, ને ગુરુ સાક્ષીએ ગë કરું છું. જે દોષની શુદ્ધિ માટે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ કરવાની જરૂરિયાત જણાતી હોય, તે તે દાવની શુદ્ધિને અંગે પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્મશુદ્ધિ કરવા ચાહું છું, 19. સંસારની રખડપટ્ટી ટાળવાનો ઉપાય પૂર્વધર ભગવંતે શ્રીપંચ સૂત્રના પહેલા પાપપ્રતિઘાતબીજાધાન નામના સૂત્રમાં ફરમાવ્યો છે, તે આ પ્રમાણે : દરરોજ એમ વિચારવું કે આ જીવ અનાદિ છે, અને તેને સંસારની રખડપટ્ટી પણ અનાદિ કાલની છે. અનાદિ કર્મસંગથી જ સંસારમાં રખડપટ્ટી કરવી પડે છે. આ સંસાર દુ:ખરૂપ છે, તેમાં એક દુ:ખ ખસે ત્યાં બીજું દુ:ખ આવીને ઊભું જ રહે, માટે તે દુ:ખરૂપ કલવાળે કહ્યો છે. 1. શ્રી અરિહંતાદિ ચારના શરણને અંગીકાર કરવાનું છે. સુકૃતની અનુમોદના, 3, અને દુષ્કૃતની ગહ - આ ત્રણ સાધનાની ભાવના વારંવાર કરવાથી ભવ્યવાદિ સામગ્રી મળી શકે, તેની આરાધનાથી પાપકર્મનો નાશ થાય, તેથી પાનપૂર્વક નિનિદાન શ્રી જિનધર્મની આરાધના કરી શકાય, ને તેથી સંસારમાં રખડવાનું બંધ થઈ જાય; આ રીતે સંસારની રખડપટ્ટી ટાળી શકાય. ર૦મનથી અગ્ય વિચાર કરતાં વચનથી અગ્ય વેણ બેલતાં, અને કાયાથી અનુચિત પ્રવૃત્તિ કરતાં જે પાપ બંધાયું હોય, તે સંબંધી સિધ્યા દુષ્કત દઉ છું. ર૧. મેં કેઈનું અનિષ્ટ ચિંતવ્યું હેય, કેઈને ખરાબ વેણ કહ્યાં હોય, કાયાથી, કેઈને તાડનાદિ કર્યું હોય, તે સંબંધી પાપને હું ખમાવું છું. અને જેઓ મારા ગુન્હેગાર હોય, તેઓ મને ખમાવે એમ હું ચાહું છું; કારણ કે ખમવું અને ખમાવવું એ શી જિનશાસનની અવિચ્છિન્ન મર્યાદા છે. જે ભવ્ય છે અને અને ખમાવે તેઓ