SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 334 જ આરાધક કેટીના જાણવા; અને જેઓ ન ખમાવે, તે વિરાધક જાણવા, પાપ કરવું એ દુષ્કર નથી, પણ નિર્મલભાવથી પ્રાયશ્ચિત્ત કરી ખમાવી આત્મશુદ્ધિ કરવી એ જ બહુ દુષ્કર છે. રર. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના સર્વ તીર્થંકરાદિને હું ભાવથી વાંદું છું, 23. આ રાત્રિમાં કદાચ મારું મરણ થાય તો મારે સ્વાધીન લક્ષ્મી વગેરે તમામ પદાર્થોને વોસિરાવું છું. 24. મેં પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકોમાંથી કઈ પણ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવનારની અનુમોદના કરી હોય, તે સંબંધી મિચ્છામિ દુક્કડ 5. ચારાશી લાખ જીવનિમાંના કેઈ પણ જીવને હુ હાય, હણાવ્યું હાય, હણનારને સારે મા હેય, તે સંબંધી મિથ્યાદુકૃત દઉં છું, 26. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ, જિન ધર્મ મહાસંગલિક છે, લાકમાં ઉત્તમ છે, હું તે ચારેના શરણને અંગીકાર કરું છું. ર૭. તમામ વિચારે દૂર કરી શ્રી સિદ્ધચક્ર ભગવંતના સ્વરૂપને વિચારતાં વિચારતાં અલ્પ નિદ્રા લેવી. વચમાં નિદ્રા ઊડી જાય તો નિર્મોહ દશાની ચિંતવના કરવી. શ્રી મલ્લિનાથ, નેમિનાથ, જંબુસ્વામી, સ્થૂલિભદ્રાદિની જીવનઘટના વિચારવી. એ પ્રમાણે શ્રી પંચસૂત્રાદિ અનેક ગ્રંથોના આધારે બહુ જ ટૂંકામાં આરાધક ભાવના અહીં જણાવી છે. ભવ્ય છે તેને વારંવાર વિચારી, મનન કરી, મન, વચન, કાયાની એકતા સાધી સમતામય મોક્ષમાર્ગની સાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામે એ જ હાર્દિક ભાવના. શ્રી દશ પન્નાને ક્રમસર સંક્ષિપ્ત પરિચય પૂરો થયે | . મિચ્છામિ દુકડમ ' જીન માર્ગથી ઓછું– અધિકું– વિપરીત લખવાની કોઈ ઈચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ-કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ્સ–મિચ્છા–મિ-દુકડમ. સંપર્ક - મુલુંડ(ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા. ગામ - ગુંદાલા. 09969974336 ભૂલ-ચૂક અને સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી. પ્રભાવના માટે કોપીઓ મળશે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy