SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 332 વિચારણા કરતાં શ્રી ભરત ચક્રવર્તી, કર્માપુત્ર, જંબુસ્વામી વગેરે ઘણું ભવ્ય સિદ્ધિપદને પામ્યા, પામે છે, અને ભવિષ્યમાં પામશે પણ ખરા. 1. હે જીવ! વિચારી લે કે તે આજ સુધીમાં પરભવને લાયક જરૂરી ભાતું કેટલું તૈયાર કર્યું? ને કેટલું કરવાનું બાકી છે. કારણ કે, તે કામ અહીં જ થઈ શકશે, 12. હે જીવ! તું હાલ વિભાવ દશામાં વતે છે કે સ્વભાવ દશામાં વતે છે? જે તે વિભાવ દશામાં વતતા હોય તે જરૂર ત્યાંથી ખસીને જલદી સ્વભાવ દશામાં આવી જા, સ્વચિંતા તજીને પરચિંતા કરવામાં આત્મહિત છે જ નહિ, 13. જે પદાર્થો જન્મતા સાથે આવ્યા નથી, પરભવમાં જતાં પણ સાથે આવશે નહિ, ને આત્મહિત બગાડનારા છે, તેવા સ્ત્રી, ધન, શરીરાદિની જે મેહગતિ વિચારણા તે વિભાવ દશાની વિચારણા કહેવાય અને પિતાના જ્ઞાન, દર્શન ચારિત્રાદિ ગુણેની જે વિચારણા તે સ્વભાવ દશાની વિચારણા કહેવાય, 14. હે જીવ! તે પરોપકારી શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષના સમાગમથી તથા તેમનો પરભવમાં પણ પરમ કલ્યાણ કરનાર ઉપદેશ સાંભળી મનન કરી અત્યાર સુધીમાં શક્તિ પ્રમાણે દાનાદિ ધર્મ સાથે. ઉપધાન, દેશ વિરતિ વગેરેની જે સાધના કરી હોય તેની તું અનુમાદના કરજે, અને પ્રતિદિન તેની નિર્મલ આરાધના વધારે પ્રમાણમાં થાય, તે તરફ જરૂર લક્ષ્ય રાખજે. એમ માનજે કે હજુ પણ તારે ( સર્વવિરતિની આરાધના વગેરે) અમુક કાર્યો કરવાના બાકી છે. જે પ્રબલ પુણોદ તે અવસર મળે છે તેવી આરાધના થાય, તે જ માનવ જિંદગીની ખરી સાર્થકતા કહી શકાય, જ્યાં સુધી હું તેવાં કાર્યો કરવાને લાયક ન બનું, ત્યાં સુધી મારે માનવ જોઈએ કે હજુ તેવા પ્રકારને વિશિષ્ટ કને ક્ષોપશમ અને પુણ્યોદય થયો નથી. હું જે ઘડીએ તેવાં કાર્યો કરવા ભાગ્યશાલી થઈ, તે જ દિવસ અને તે જ ઘડી હું સફલ માનીશ. 15. હાલ જે તું શ્રાવકપણાની આરાધના કરતો હોય તો સંયમધારી મહાપુરુષોને જોઈને મનમાં એમ વિચારજે કે હે જીવ! તું આવી સમતામૃતથી ભરેલી અનિતાને કયારે પામીશ? યાદ રાખજે કે નિર્દોષ સંયમ જીવનના પ્રતાપે જ સાચી શાંતિ અને સાચું સુખ મળે છે. 16. જે જો તે મરવાને જરૂર, પણ જેઓ વ્રતાદિની સાધના કરે છે. સાલ, સાધ્વી આદિ સાત ક્ષેત્રોને પોષે છે, જેના સિદ્ધાંતાદિ ભણે ને સાંભળે, ભણાવે. સંભળાવે, ભણતા, ભણાવતા, સાંભળતા સંભળાવતા ભવ્ય જીવોને સહાય કરે. વિષય કષાયના પ્રસંગથી તદ્દન અલગ રહે, અનિત્યાદિ સેળ ભાવના જાવે, ખમત
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy