________________ આગમસાર– ઉતરાર્ધ 330 2. પરમ ઉલાસથી જિનધર્મની આરાધના કરવામાં જે રાતદિન ગયાં, તે જ સફલ ગણવાં, સ્ત્રી, કુટુંબ, દોલત વગેરેમાંનું એક પણ પરભવ જતાં જીવની સાથે આવતું નથી. તું એકલે જ આવ્યો છું, ને એક જવાન છું, 3. કરોડો રનની કિંમત કરતાં પણ માનવજીવનની એક ક્ષણની કિંમત વધારે માનજે, કારણ કે આપણે કેઈને કહીએ કે, તું મને મારો ગયેલો સમય પાછો લાવી આપ, તે હું તેના બદલામાં તેને કરોડો કિંમતી રત્નો આપું, તે સામે માણસ શું ગયેલો સમય પાછો લાવી આપશે? અર્થાત કેદની પણ તાકાત નથી કે ગયેલે સમય પાછો લાવી આપે. માટે જ પ્રભુ શ્રી મહાવીર ફરમાવ્યું કે જો એક વાર માનવ જિંદગી પ્રમાદી થઈને હારી ગયા, તે ફરીથી મળવી સહેલ નથી. કારણ કે કર્મોની ગતિ વિચિત્ર છે. માટે ક્ષણ વાર પણ પ્રમાદ કરશે નહિ. ક, ઇભણું, ચક્રવર્તિપણું વગેરે પદાર્થો મળવા સહેલ છે, પણ અવિચ્છિન્ન પ્રભાવશાલી શ્રી જિનેશ્વરદેવે ભાલ ધર્મ મળ મહાદુર્લભ છે. કદાચ દાસપણામાં પણ શ્રી જિનમ મળતો હેય, તે તે દાસપણાને હું વધાવી લઉં, પણ શ્રી જિનધર્મની આરાધના વિનાનું ચક્રપણું વગેરે સારી સ્થિતિ મળતી હોય તો તેને હું સ્વપ્ન પણ ચાહું નહિ, 5. દેવદષ્ટિને ત્યાગ કરું છું ને ગુણદષ્ટિને સ્વીકારું છું. 6. સુખના સમયમાં પુયાઈ ખાલી થતી જાય છે, એમ સમજીને હે જીવ! સેવાના અવસરે અભિમાની થઈશ નહિ, પણ ચેતતા રહેજે, ને મળેલા પદાર્થોને સદુપયોગ કરજે. તેમજ દુ:ખના સમયમાં ગભરાવું નહિ, કારણ કે પાપનો કચરે ખાલી થતા જાય છે, તેથી તે વખતે આનંદ માનજે ને સમતાભાવે દુ:ખ સહન કરજે, કાયમ દુ:ખ ને કાયમ સાંસારિક સુખ રહેતું નથી, એ સમુદ્રના મોજાં જેવાં જાણજે. 7. શ્રી ગુરુ મહારાજ એ વૈઘ, શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપની યથાથવિચારણા એ ઔષધ અને તમામ જીવોને પોતાની જેવા ગણીને તે સર્વની ઉપર દયાભાવ રાખવો એ પથ્ય ભજન, આ ત્રણ સાધનોનું નિનિદાન વિધિપૂર્વક યથાર્થ સેવન કરવાથી ભાવગને નાશ કરી શકાય છે. તેથી હે પ્રભો ! હું જ્યાં સુધી મુક્તિપદ ન પામું, આ ભવથી માંડીને ત્યાં સુધીના વચલા ભવમાં એ ત્રણ સાધનાની સેવના મને ભોભવ મળજે. કમની પીડા એ ભાગ કહેવાય, 8. હે પ્રભે! મેં આપના શાસનની સેવા કરીને જે પુણ્યાનુબંધી પુણ્ય કર્મ નિર્જરાતિ સ્વરૂપ લાભ મેળવ્યું હોય તેના ફૂલ સ્વરૂપે બંને હાથ જોડી મસ્તકે લગાડી હું એ જ માગું છું કે આપના પસાયથી શ્રી જિનશાસનની સેવા કરવાના શુભ અવસર મને ભવોભવ મળજે.