________________ jainology II 329 આગમસાર ને શુભ વિચારથી મોક્ષનાં સુખ મળે. આ મુખ્ય વસ્તુને યથાર્થ સમજવા માટે પ્રાચીન મહર્ષિ ભગવતાએ તંદુલિયા મિય, પ્રસન્નચંદ્ર રાજ િવગેરેનાં દબાતા જણાવ્યાં છે, તેમાં તદુલિયા મત્યની બીના તથા પ્રસન્નચંદ્ર રાજષિની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી : સમુદ્રમાં રહેલાં મોટાં માછલાંની આંખની પાંપણમાં એક મય ઉત્પન્ન થાય છે. તેનું પ્રમાણ (ચોખાના દાણા જેવડું હોય છે, તેથી તે તદુલ મસ્ય કહેવાય છે, જ્યારે મોટા માછલાનું મોઢું ખુલ્યું હોય, ત્યારે તેમાં બીજા નાનાં માછલાં પેસે છે ને નીકળે છે. આ બનાવ જોઈને તંદુલિ માસ્ય વિચારે છે કે આ મોટું માછલું આટલા બધાં નાનાં માછલાંને કેમ ખાઈ જતું નથી, તેને એમ ને એમ શા માટે નીકળવા દે છે? એવડું મારું શરીર જે મારું હોય ને મારા મોઢામાં આ બધાં નાનાં માછલાં આવે તે હું બધાંને જરૂર ખાઈ જાઉં, એકને પણ જીવતો ન રહેવા દઉં. આ ખરાબ ભાવનાથી તે તંદુલિયો મત્સ્ય વચનથી અને કાયાથી હિંસા નથી કરતો, છતાં પણ અંતમુહૂર્તમાં મરણ પામી સાતમી નરકમાં જાય છે, એ અશુભ ભાવનાનું પરિણામ જાણવું. તથા કાઉસ્સગ ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ” જ્યારે યુદ્ધ કરવાની અશુભ ભાવનાવાળા હતા, ત્યારે પ્રભુ શ્રી મહાવીર દેવે રાજા શ્રેણિકને જણાવ્યું કે હે રાજન ! તે રાજપ હાલ જે કાળધર્મ પામે તે સાતમી નરકે જાય, તે પછી થોડા જ વખતે તે રાજર્ષિ મસ્તક ઉપર હાથ મૂકતા પિતાની ભૂલ સુધારી શુભ ભાવના ભાવવા લાગ્યા. અનુક્રમે ઘાતી કર્મનો નાશ થવાથી તેમને કેવલજ્ઞાન પ્રકટ થયું ત્યારે પ્રભુ શ્રી મહાવીરદેવે રાજા શ્રેણિકને જણાવ્યું છે તે જ રાજર્ષિને હાલ કેવલજ્ઞાન પ્રકટ થયું, તે નિમિત્તે આકાશમાં વાજિંત્ર વાગે છે. અશુભ અને શુભ ભાવનાનું પરિણામ સમજવા માટે આ દષ્ટાંત જાણવું, નિમિત્તવાસી આત્મા જેવા જેવા નિમિત્તને પામે તે પ્રમાણે તેની ભાવનામાં ફેરફાર થાય છે. આ મુદ્દાથી ઉત્તમ ભાવને ટકાવનાર આલંબનની જરૂર સેવના કરવી જોઈ એ. અજ્ઞાન દશાથી ઘેરાયેલો આતમા અજ્ઞાનને દૂર કરી આલંબન સેવી નિમલ ભાવનાના પગે દુષ્કર્મને નાશ કરી માનવ જિંદગીના મુખ્ય સાધ્યને પરમ ઉલ્લાસથી સાધી શકે, આ જ ઈરાદાથી પૂર્વધર ભગવતેએ શ્રી પંચસૂત્ર, ચશિરણ, આઉર પરચખાણાદિની રચના કરી છે. દરરોજ આપણે આભ શુભ ભાવનામય બની, કર્તવ્ય પરાયણ રહે. આ જ ઈરાદાથી તે ગ્રંથોમાંથી ઉરીને આરાધક ભાવના જણાવું છું તે દુકામાં આ પ્રમાણે જાણવી:– 1. હે જીવ! દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ પામીને, રાગદ્વેષનાં કારણે તને આમદગ્નિને સતેજ કરનારાં સાધન સેવજે. વિષય કષાય માનવજીવનને બરબાદ કરનારા છે; તેથી તેને વિશ્વાસ કરતો નહિ, વૈરાગ્ય-સમતાભાવને પિષનારાં કારણોની સેવના તરફ વધુ લક્ષ્ય રાખજે,