________________ આગમસાર- ઉતરાર્ધ 328 અંગે અને ઉપગની જેમ પયનનાઓ પણ વિવિધ પદાર્થોને બોધ કરે છે, એ વ્યવહાર છે કે શ્રાવકે ત્રણ ત્રણ આયંબિલ કરી ગીતાર્થ શ્રી ગુરુ મહારાજની પાસે ચઉસરણ પન્નાની અને આઉર ખાણ પન્નાની વાચના લઈ પાઠ કરે છે. આ રીતે અહીં પયનાને અધિકાર પૂર્ણ થાય છે, દશ વયનામાં અંતિમ સમયની આરાધનાનો અધિકાર વધારે પ્રમાણમાં વર્ણવ્યા છે. એટલે (1) તંદુવૈચારિક પ્રકીર્ણક, (2) ગચ્છાચાર પ્રકીર્ણક, (3) ગણિવિદ્યા પ્રકીર્ણક, (4) દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણ ક. આ ચાર પાનાઓ સિવાયના ચઉશણુ વગેરે 6 એ પન્નાઓમાં ટૂંકામાં છે વિસ્તારથી અંતકાલની આરાધનાની હકીકત જણાવી છે. આવી આરાધના અંત સમયે આમાને સમાધિભાવમાં જરૂર ટકાવે છે, અને એ સ્થિતિમાં થયેલા મરણને સમાધિમણ કહ્યું છે. આવું મરણ થયા પહેલાં કરેલી મેક્ષ માર્ગની આરાધનાની સંપૂર્ણતા સમાધિમરણને આધીન છે. માટે જ ભવ્ય છ ઉચ્ચ કેટીના સમાધિમરને સાધી મોક્ષના અવ્યાબાધ સુખને મેળવનારા શ્રીતીર્થકર દેની પાસે આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે હે પ્ર! આપે પ્રકાશેલા સિદ્ધાતિમાં નિયાણું કરવાની ના કહી છે, પણ હું હાથ જોડી મસ્તકે લગાડી આપને વિનંતી કરું છું કે મને આપના ચરણકમલની સેવા ભાભવ મળજો, એટલે આ વર્તમાન ભાવથી માંડીને મુક્તિમાં જવાના છેલ્લા ભવની વચમાં રહેલા ભોમાં આપના ચરણકમલની સેવા મને જરૂર મળજો. અને દુ:ખને ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિમરણ, તથા બોધિલાભ આ ચાર પદાર્થોને લાભ આપને પ્રણામ (વગેરે ભક્તિ) કરવાથી મને થાઓ, એમ પ્રાર્થનાસૂત્ર (જયવીયરાય સૂત્ર)માં કહ્યું છે. આ રીતે અહીં વર્ણવેલા સમાધિમરણને લાભ તમામ જેવાને મળે, આ મુદ્દાથી દરરોજ સવારે, બપોરે અને સાંજે વાંચીને શાંતિથી મનન કરવા લાયક “આરાધક ભાવના ? 'ચસરનું પ્રકીર્ણક વગેરે 6 પન્નામાંથી ને શ્રીપૂર્વાચાર્ય ભગવંતે લા શ્રીપંથસૂત્ર વગેરે શાસ્ત્રોમાંથી સાર લઈને તૈયાર કરી છે, તે આ પ્રમાણે જાણવી:– આરાધક ભાવના અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, પરમારથ શ્રી જેનદ્રશાસન અને તેની યથાર્થ આરાધનાને અનુકુલ સાધનસામગ્રી આસન્નસિદ્ધિક ભવ્ય જેને જ મળી શકે છે. પ્રબલ પુદયે તે બંને મળ્યા છતાં પ્રમાદી આભાઓ વિષય કપાયાદિ ભાવશત્રુઓના પંજામાં સપડાઈને તેને યથાર્થ લાભ લઈ શકતા નથી. આ કારણથી પિતાનાં મન વચન કાયાના અનિયમિત વ્યાપારને જરૂર નિયમિત કર જોઈ એ. વચન અને કાયાના વ્યાપારમાં નિશ્ચયે મને વ્યાપારની મુખ્યતા છે, એટલે વાચિક અને કાયિક પ્રવૃત્તિ સ્વતંત્રપણે થતી નથી, પણ મનોભાવનાને અનુસરે જ થાય છે. માટે જ કહ્યું છે કે-મન પત્ર મનુષ્યનાં દા ચંપાયો. એટલે અશુભ વિચાથી કમ બંધાય,