________________ jainology II 327 આગમસાર કરવું નહીં. આ અવસરે સૂચના કરી છે કે શ્રીઆતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણકની તમામ બીના અહીં રામજી લેવી. પછી અનુક્રમે મણકાલે અશાતા વેદનીયજન્ય વેદના જોગવવાના સમયે વૈર્ય રાખી સમતાભાવે સહન કરવાની સૂચના, અભ્યઘત મરણનું વ૫, અને આરાધનાની વિધિ કહીને જઘન્ય આરાધનાનું અને મધ્યમ આરાધનાનું ફળ જણાવ્યું છે. પછી કહ્યું છે કે ધીર પુરુષ વગેરે મરણ પામે છે, ને અધીર પુરુષ વગેરે પણ મરણ પામે છે. બેમાં ધીર પુરુષાદિનું મરણ શ્રેષ્ઠ કહ્યું છે, તથા સુવિહિત મુનિ વગેરે સમાધભાવે કાલધર્મ પામીને મોક્ષે જાય છે અથવા મહુદ્ધિક માનિકપણું વગેરે શ્રેષ્ઠ દેવપણું પામે છે. પછી અનુક્રમે અનશન કરનારના ને તેને નિઝામણું કરાવનારના ગુણે ને શ્રી આચાર્યાને ખમાવવાનો વિધિ, તથા અનશન કરનાર મુનિ આદનું સ્વરૂપ તેમજ ચારે આહારનું પ્રત્યાખ્યાન કરવાને વિધિ વગેરે હકીકત સ્પષ્ટ સમજાવી છે. ત્યાર બાદ નિઝામણ કરાવવાનો વિધિ અને પ્રમાદ વગેરેને તજવાની ને ક્ષમાદિ ગુણેને ધારણ કરવાની હતશિક્ષા તથા ચારે ગતિના સુખ દુઃખની બીના તેમજ જન્મ-મરણ ને ગર્ભાવાસના દુઃખની વૈરાગ્યજનક બીના વિસ્તારથી જણાવી છે. પછી ગર્ભનું અશુચિપણું, ત્યાં વૈમાનિક દેવની પણ ઉત્પત્તિ અને નારક, મનુષ્ય, તિર્યંચનાં દુખે વર્ણવીને કહ્યું છે કે મમતાને સર્વથા ત્યાગ કરવો. આ અવસરે આરાધક જીવનું લક્ષણ જણાવીને હિતશિક્ષા ફરમાવી છે કે આર્તધ્યાન, ધ્યાન, ને રાગાદિનો ત્યાગ કરીને મણ કાલની વેદના સહન કરવી જોઈએ, આ રીતે મરણકાલે સમાધિભાવે રહી આમહિને કરનાર છનાં દષ્ટાંતે જણાવતાં સનકુમાર રાજર્ષિ, ગજસુકુમાલ, અવંતી સુકુમાલ, ચંદ્રાવતુંસક રાજા, દમદંત રાજર્ષિ, સુકેલ મુનિ, વજ સ્વામી, કંઢણ ઋષિ, આષાદભૂતિ મુનિ વગેરેનાં નામે કહ્યાં છે, પછી અનુક્રમે પાદપરામન નામના અનશનને વિધિ અને ઇંગિની મરણને વિધિ, તથા બાર ભાવનાનું સ્વરૂપ, તેમજ મનુષ્ય જાતિની વિચિત્રતા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે હિતશિક્ષા ફરમાવી છે કે મનુષ્યપણું, જિન વચનનું શ્રવણ વગેરે વારંવાર મળવા દુર્લભ છે, એમ સમજીને મોક્ષમાર્ગની આરાધના કરી સિદ્ધિના સુખ પામવા. માતા, સ્ત્રી વગેરેમાંના કેઈ પણ મરણ કાલે દુ:ખને જોગવતા જીવને દુખથી બચાવી શક્તા નથી, તેમજ તે દુ:ખને શાંત પણ કરી શકતા નથી. દુ:ખના સમયમાં એક જિનધર્મને જ ખરે આશરો છે એમ ચોક્કસ સમજવું. પછી કર્તાએ જિન મતને મહિમા જણાવીને શ્રીમરણસમાધિ પ્રકીર્ણક પૂરે કર્યો છે, શ્રી મરણ સમાધિ પ્રકીર્ણકને ટૂંક પરિચય પૂરે છે.