________________ 325 આગમનસાર jainology II અનુક્રમે સંલેખના કરવાનો વિધિ, રાગદ્વેષને જીતવાનો ઉપદેશ, પ્રમાદ ઉપાધિ આદિને તજવાની બીના અને અંત કાલે આત્માને ખરું આલંબન, મમતાદિ દોષોને તજવાને તથા ભાવ શયને દૂર કરવાને ઉપદેશ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી પ્રત્યાખ્યાનની અને પંડિત મરણની બીના જણાવીને મહાવ્રતને સાચવવાને અને ઉત્તમ અથે ( મોક્ષની ) સિદ્ધિને ઉપદેશ આપે છે. પછી અનુકમે અભ્યઘત મરણની બીના, શ્રીજિન વચનનો મહિમા, સંવેગનું તથા પતાકા હરણનું તેમજ નિર્ધામક એટલે નિઝામણ કરાવનાર શ્રી આચાર્યાદિનું વર્ણન કર્યું છે પછી અનુક્રમે શામણાની બીના અને શરીર આહાર ઉપધિ વગેરેને વોસિરાવવાની બીના તથા સસ્તારકને (મરણકાલે સંથારાને) સ્વીકારવાને વિધિ, તેમજ અનશન કરનાર જીવને ગુરુએ ફરમાવેલી હિતશિક્ષાની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી 17 ગાથાઓમાં અન્યત્વ ભાવનાનું અને અશુચિ ભાવનાનું તથા નરકાદિ ચાર ગતિના દુ:ખેનું વર્ણન કરીને સમાધિ મરણથી આરાધક ભાવે આત્મહિતને કરનારા (1) જિન ધર્મ શેઠ, (2) ચિલતિપુત્ર, શાલિભદ્રના બનેવી ધન્યકુમાર, શાલિભદ્ર અને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ, આ પાંચ પાંડવો વગેરેના દષ્ટાંતે જણાવ્યા છે, અંતે (1) અનન્ય ભાવના, (2) અશરણ ભાવના, (3) સંસાર ભાવના, (4) એક ભાવના, (5) અન્યત્વ ભાવના, (6) અશુચિ ભાવના, (7) આશ્રય ભાવના, (8) સંવર ભાવના, (9) નિર્જરા ભાવના, (10) લોક સ્વભાવ ભાવના, (11) બધિદલંભતા ભાવના, (12) ધર્મના સાધક (કરવા પૂર્વક ઉપદેશક ) શ્રી અરિહંત પ્રભુની ભાવના, (ધમ ભાવના) આ બાર ભાવનાનું સુંદર સ્વરૂપ કહીને મોક્ષના વાસ્તવિક સ્થિર સ્વાધીન નિર્દોષ સુખનું વર્ણન કર્યું છે. આ રીતે દશમા શ્રી મરણ સમાધિ પ્રકીર્ણ કનો ટૂંકામાં સાર જણાવે, તે ખાસ મનન કરવા લાયક છે. તેથી આત્મા જરૂર નિમલ બને છે. આરાધનાના સ્વરૂપને જણાવનાર પૂર્વે કહેલા તમામ ગ્રંથમાં કહેલી બીના કરતાં વધારે બીના વિસ્તારથી અહીં જણાવી છે. મરણ સમાધિ પ્રકીર્ણકને ટૂંક સાર પૂરો થયો. શ્રીમરણસમાધિ પ્રકીર્ણકને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ અને અભિધેય (કહેવાની બીના) વગેરે કહીને શિષ્ય ગુણવંત આચાર્ય મહારાજને પૂછયું કે અમુઘતમરણનું સ્વરૂપ શું ? આ પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર દઈને આરાધનાને અનુસરતો ઉપદેશ આપ્યો છે. પછી અનુક્રમે જ્ઞાનારાધના, દર્શના રાધના, ચારિત્રારાધના આ ત્રણ પ્રકારની આરાધનાનું ક્રમસર સ્વરૂપ