SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 323 આગમસાર જેટલા સાગરોપમનું આયુષ્ય હૈય, તે દેવ તેટલા હજાર વર્ષો વીત્યા બાદ આહારની ઇરછા કરે. ને તેટલા પખવાડિયા વીત્યા બાદ ફરી શ્વાસ લઈને મૂકે. પછી વૈમાનિક રેવના અવધિજ્ઞાનને વિષય જણાવીને કહ્યું છે કે નારક વગેરે જેવો અવધિસાનથી અબાહ્ય કહેવાય છે. એટલે તેમાંના જે સમ્યગ્દષ્ટિ છે કે, તેમને જ અવધિજ્ઞાન હોય છે પછી અનુક્રમે સધર્માદિ દેવલોકમાં પૃથ્વીની જાડાઈ વિમાનાના વણ, અને દેવ દેવીઓની બીના, તથા પ્રસાદ તેમજ સિંહાસનાદિની બીના કહીને વૈમાનિકનો અધિકાર પૂરે કર્યો છે. સિદ્ધના અધિકારમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી સિદ્ધશિલાનું આતરું, તેના આકાર જાડાઈ લંબાઈ વગેરે, અને સિદ્ધોનાં સ્થાન, પ્રતિઘાતાદિ, સંસ્થાન, અવગાહના લક્ષણ, સ્પના, જ્ઞાનાદિ અનુક્રમે જણાવીને સિદ્ધના સુખનું સ્વરૂપ છનું આંશિક દષ્ટાંત દઈને સમજાવ્યું છે. અંતે સિદ્ધના નામ અને અવ્યાબાધપણું જણાવીને સ્તુતિ કરનાર શ્રાવકે શ્રીઅરિહંતના વંદનનો મહિમા કહેવા પૂર્વક માંગણી કરી છે કે હે પ્રભો ! આપની સ્તુતિ કરવાના ફલરૂપે મને સિદ્ધિનાં સુખ મળે, એ જ મારી હાર્દિક ભાવના છે. ચારે નિકાયના દેવોના સંક્ષિપ્ત સ્વરૂપને જણાવનાર આ પ્રયત્નો છે, તેની સરલ પદ્ધતિ થોડા ટાઈમે તત્વ બોધને દેનારી છે. આ રીતે આ દેવેન્દ્રસ્તવ પનાને પરિચય ટૂંકમાં જાણવો. શ્રીદેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકનો સંક્ષિપ્ત પરિચય પૂરો થ. 10. શ્રીમરણ સમાધિ પ્રકીર્ણકને સંક્ષિપ્ત સાર અહી પણ અંત સમયે કરવા લાયક આરાધનાની બીના 663 ગાથાઓમાં બહુ જ વિસ્તારથી કહી છે. (1) મરણવિભકિત, (2) મરણવિધિ, (3) મરણસમાધિ, (4) લેખનાક્ષત, (5) ભકતપરિક્ષા, (6) આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (7) મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (8) આરાધના પ્રકીર્ણ ક. આ આઠ શ્રતગ્રંથે (શાસ્ત્રોનો સાર લઈને આ મરણ સમાધિ પ્રકીર્ણકની રચના શ્રી વીરભગણિએ કરી છે. આ આઠ શાસ્ત્રોમાં ચતુદશરણ પ્રકીર્ણક અને સંસ્મારક પ્રકીર્ણ કનું નામ કહ્યું નથી, તેથી એમ સંભવે છે કે કદાચ તે બે પન્નાની રચના આ મરણ સમાધિની રચના થયા પછી થઈ હાય તથા આઠ શાસ્ત્રોમાં મરણ સમાધિનું નામ જણાવ્યું છે, તેથી એ વિચાર પ્રકટે છે કે આરાધનાની હકીકતને જણાવનાર તે પ્રાચીન " મરણ સમાધિ ઝ નામનું શાસ્ત્ર આ પનાના રચનાર શ્રી વીરભદગણિની પાસે હેવું જોઈએ, કે જેના આધારે આ વિદ્યામાન મરણસમાધિ પ્રકીર્ણકની રચના થઈ છે. જન્મ અને મરણની વ્યાપ્તિને વિચાર કરતાં સમજાય છે કે જે જ તે જીવ જરૂર મરણ પામે જ, પણ જે જીવ મરણ પામે તે
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy