________________ આગમસાર- ઉતરાર્ધ 322 ચાગ (સંબંધ) લે કાલ સહે? તેને ખુલાસે કરીને જંબુકીયાદિમાં ચંદ્રાદિની સંખ્યા, તેના પિટકે, અને તેની પંકિતઓ વગેરે બીના સપષ્ટ જણાવી છે. પછી કમસર અતિશ્ચક્રની ગતિના આધારે સુખ દુઃખ થવાની બીના, અને તાપક્ષેત્રની વૃદ્ધિ હાનિ, તથા ચંદ્રના પ્રકાશની વૃદ્ધિ હાનિ વગેરે, તેમજ રાહુથી ચંદ્રના વિમાનનું ઢંકાવવું, અને અહી દ્વીપની બહાર રહેલા જાતિનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તે સૂર્ય ચંદ્ર વગેરે એક બીજાને આંતરે રહ્યા છે. અહીં આંતરાંનું પ્રમાણ પણ જણાવ્યું છે, પછી અનુક્રમે એક ચંદ્રનો પરિવાર, અને તિક વાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય લ્હીને જાતિષ્કને અધિકાર પૂર્ણ કર્યો છે. પછી વૈમાનિક દેવોના અધિકારમાં કહ્યું છે કે સૌધર્મ, ઇશાન, સનતકુમાર વગેરે બાર દેવલોક છે, અને અન્ય લિગ (મુનિનો વિષ એ સ્વલિંગ કહેવાય, ને સંન્યાસી વગેરેના જે વેષ, તે અન્યલિંગ કહેવાય, ) થી રૈવેયકપણું પામી શકાય જ નહીં, તથા સમ્યફવને પામીને ફરી મિથ્યાત્વ ભાવને પામેલા છવો દેવલોકમાં જાય, તે ઉત્કૃષ્ટથી નવ વેયક સુધી જ જાય, પછી અનુક્રમે બારે દેવલોકમાં રહેલા વિમાનની સંખ્યા, ત્યાં રહેલા ટેનું આયુષ્ય, અને નવ વૈવેયકનાં નામે, તથા દરેક જૈવેયકમાં રહેલાં વિમાનની સંખ્યા, તથા ત્યાંના (તે વિમાનમાં રહેલા) દનું આયુષ્ય, તેમજ અનુત્તર વિમાનોનાં નામ, અને તે પાંચ વિમાનોમાંના વિજય વિગેરે વિમાન કંઈ દિશા વગેરેમાં રહ્યાં છે? તેનો ખુલાસો કરીને તે અનુત્તર વિમાનવાસી દેવેના આયુષ્યની હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી બાર ડેવલોક, રૈવેયક અને અનુત્તર વિમાનના આકાર કહીને તે વિમાને તેના આધારે રહ્યાં છે ? આ પ્રશ્નને ખુલાસો કર્યો છે. પછી અનુક્રમે ચારે નિકાયના દેના વર્ણ, વેશ્યા, અને શરીરનું પ્રમાણ જણાવતાં કહ્યું છે કે આયુષ્યને અનુસારે શરીરના પ્રમાણ (ઉંચાઈ)નો નિર્ણય થઈ શકે છે. પછી વિમાનાદિનું પ્રમાણ, દેવાના પ્રવીચાર-અપ્રવીચાર, (કયા દેને કાયાદિથી પ્રવીચાર હોય? ને ક્યા દેવોને તે ન હોય, આ હકીકત) અને વિમાનોના ગંધાદિ તથા આલિકા પ્રવિષ્ટ વિમાનની ને પુષ્પાવકીર્ણ વિમાની સંખ્યા, તેમજ તે બધા વિમાનેના સ્થાન, સંસ્થાન, અને પ્રકાર (કિલા) વગેરે. આ બધા પદાર્થોનું કમસર વન ટુંકામાં જણાવ્યું છે. પછી કમસર ભવાની, ભૌમ નગરોની, ને જાતથક દેવાના વિમાનોની સંખ્યા, તથા વૈમાનિકાદિ દેનું અપબહુવ તેમજ પહેલા બે દેવલોકની દેવીઓના વિમાનોની સંખ્યા સ્પષ્ટ જણાવી છે, પછી અનુત્તર વિમાનવારસી દેવના સુખાદિનું વર્ણન કરી જણાવ્યું છે કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિશ્ચયે એકાવતારી જ હોય છે, તેવો નિયમ બાકીના વિજ્યાદિ વિમાનના દેવા માટે ન સમજવો, કારણ કે ત્યાંના દેવોમાંના કેટલાક દેવોને છેહલા એક બે આદિ મનુષ્યભવ કરીને પણ મોક્ષે જવાનું હોય છે. પછી કહ્યું કે દેવોને આહાર કરવાની ઇચ્છા અને થાશવાસ લેવાની ક્રિયા પોતાના આયુષ્યને અનુસારે હોય છે. જે દેવનું