________________ jainology II 319 આગમસાર તથા અગીતાર્થ-કશીલાદિની સબત નહિ કરવાને આબાદ ઉપદેશ આપે છે. પછી અનુક્રમે ગચ્છમાં રહેનારા મુનિવરાદિને થતા લાભ અને ગવાસી મુનિવરાદિના લક્ષણ કહીને જણાવ્યું કે મુનિએ 6 કારણે આહાર કરે. દીક્ષા પર્યાયાદિકથી જેઓ શ્રેયા હેય તેમનું સમાન જરૂર સાચવવું. સાધુઓ સાથ્વીનાં વસ્ત્રો વાપરે નહિ, તેનાં અંગેપાંગ દિને એકાગ્રતાએ ખરાબ ભાવનાથી જુવે નહિ, તથા તેનો વિચાર પણ કરે નહિ. તેમજ સાધીના પશ્ચય કરે નહિ. આ રીતે જણાવીને કહ્યું કે સાધુએ સાવીને સંસર્ગ (પરિચય, વાતચીત વગેરે) ન કરવો જોઈએ, અને સંનિહિત દોષાદિથી દૂષિત આહારદિને વાપરવા નહિ, તથા સંયમધર્મની આરાધના કરવામાં અપ્રમત્તભાવે પ્રયત્નશીલ થવું જોઈએ, તેમજ 6 ઇવનિકાયના રક્ષક બનીને વ્યાભિમહાદિને જરૂર ધારણ કરવા જોઈએ. આ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું કે મુનિએ ખજૂરીના પાંદડાની સાવરણીથી કાજો ન કાઢવું જોઈએ, કારણ કે તેથી દયા સચવાતી નથી. સચિત્ત પાણીના તથા અગ્નિ આદિના સમારંભાદિનો ત્યાગ કરે. તેમજ પુષ્પાદિને સ્પશદિ કરવા નહિ (અડવું પણ નહિ). હાસ્ય ક્રીડાદિને વર્જવાં, સ્ત્રીને અડવું પણ નહિ. આ બીના તથા તેને અનુસરતી બીજી પણ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે મુનિએ અગ્યને દીક્ષા દેવી નહિ, નિર્ગુણ સાધુને દૂર કરવા અને પોલાણવાળા પાટ-પાટલા વગેરે વાપરવા નહિ. જેથી સંયમને પુષ્ટિ મળે તેવાં વસ્ત્રો વાપરવાં, તથા હિરયાકિને અડવું નહિ, સાવીનાં પાત્રો અને દવા વગેરે વાપરવાં નહિ, તથા જ્યાં એકલી સ્ત્રી હોય, ત્યાં ઉભું પણ રહેવું નહિ. સાવીને ભણાવવી નહિ, તેમજ સાધુઓની મંડલીમાં સાધ્વીથી અવાય નહિ, ક્રોધાદિ કવાથને ત્યાગ કરે, શાંત થયેલા કષાયની ઉદીરણા કરવી નહિ. આ બધી બીના સ્પષ્ટ સમજાવી છે. પછી આ રીતે હિતશિક્ષા આપી છે કે યુનિ કયાવિક્રય (વેચવું, ખરીદવું) કરે નહિ, સુવિહિત મુનિ સમુદાયમાં રહે. એક સાધુ વગેરેથી કે એક સાધ્વી આદિથી ઉપાશ્રયની રક્ષા થાય નહિ, તથા સાધ્વીઓને સમુદાય પ્રામાદિની બહાર આવેલા સ્થાનમાં રહેતો હોય, તે તે ખરાબ ગચ્છ કહેવાય. તેમજ જે ગચ્છમાં એક સાધુ એકલી સાળીની સાથે વાતચીત કરે અને સાધુપણાને ન છાજે તેવી હલકી ભાષા બોલાતી હોય તે કચ્છ નહિ, પણ ખરાબ ગચ્છ કહેવાય, મુનિ સ્ત્રીની બી વગેરેને જ નહિ, વસ્ત્રનું સીવવું વગેરે સદોષ ક્રિયા ન કરે, અને વિલાસવાળી ગતિ વગેરે કરે નહિ, ગૃહસ્થના ઘેર કથા કહે નહિ તથા રાતે કથા ન કહે, ફલેશ કરે નહિ, તેમજ બહારગામથી આવેલા સાધુઓની ઉપર વાત્સલ્યભાવ રાખે ને શરીરની શાભા ન કરે, રાતે સૂવાના ટાઈમે બે જુવાન સાધ્વીઓના સંથારાની વચ્ચે એક વૃદ્ધ સાધ્વીનો સંથારે થાય, એ રીતે તરુણ સાધ્વીએ સંથારા કરવાને વ્યવહાર છે. સાવીએએ કે દેવું વિગેરે ક્રિયા શરીરને શોભાવવા માટે કરવી નહિ. જ્યાં ગભ વગેરે