________________ jainology 11 317 આગમસાર રહેલા મુનિવર મિક્ષ રાજ્યના રાજા છે. આ રીતે જણાવેલી બીનાને વિસ્તારથી સમજાવીને શુદ્ધ સંસ્તારકનું ને અશુદ્ધ સંસ્મારકનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે મુનિ જે દિવસે સંસ્કારક વિધિને અંગીકાર કરે, તે દિવસે તેને બહુજ કમાનજેરાદિ રૂપ આમિક લાભ થાય, ને દરેક સમયે કર્મોનો ક્ષય થાય, તથા તે ટાઇમે મુનિને ચક્રવતીના સુખથી પણ વધારે ચઢયાતું સુખ હોય છે, કેઈને નાટક જોવામાં જેવી પ્રીતિ હોય, તેથી પણ વધારે પ્રીતિ શ્રી જનવચનનું મનન (ટણ, વિચાર, ભાવના) કરનાર આ સંતારક ભાવમાં રહેલા મુનિરાજને હેાય છે. વ્યાજબી જ છે કે જેટલે અંશે રાગને અભાવ હોય તેટલે અંશે નિર્દોષ આમિક સુખનો અનુભવ થાય છે. આ રીતે અંત સમયમાં પણ આ સંસ્મારક ભાવને સ્વીકારનાર ભવ્ય છ આત્મક૯યાણ જરૂર કરી શકે છે. નિશ્ચયનયે આભા જ સસ્તારક કહેવાય, કારણ કે આ ટાઇમે આત્મા નિજસ્વરૂપમાં વર્તે છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું કે સસ્તારક ભાવને અંગીકાર કરવાના મુખ્ય માર્ગ એ છે કે ચોમાસામાં તપશ્ચર્યા કરીને શિયાળામાં સંસ્તારકને વિધિ કરવા જોઈએ, આવી નિર્મલ આરાધના કરીને આત્મહિતને સાધના રા પુણ્યાત્માઓમાં દષ્ટાંત તરીકે અણુ કાપુત્ર આચાર્ય, કંધસૂરિના શિષ્ય, સુકરાલમુનિ, અવંતીકુમાલ, ધર્મસિંહમુનિ, ચાણક્ય, અમૃતષમુનિ, ચંડવેગ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ વગેરે જાણવા, આ બધી બીના જણાવીને કહ્યું કે સંતારક ભાવમાં રહેલ મુનિરાજ સાગાર પ્રત્યાખ્યાન કરે. યોગ્ય અવસરે પાણીનો પણ ત્યાગ કરે, સર્વ સંઘને બમાવે, સર્વ અપરાધો ખમાવે, તેમજ અનશનની અનુમોદના કરે, અને ચારે ગતના દુ:ખે, તથા થઈ ગયેલા અનંતા જન્મ-મરણાદિનો વિચાર કરીને. તેમજ અન્યત્વ ભાવનાને ભાવન નિર્મમ ભાવમાં વતે. પછી આચાર્યાદિને ને સર્વ જીવરાશિને ખમાવે. આ રીતે વિધિ સાચવનાર તે મુનિ ઘણાં કર્મોને ખપાવે છે. આ પ્રસંગે શ્રીગુરુ મહારાજ તે મુનિને હિતશિક્ષા દેતાં જણાવે છે કે આ સંસ્મારક ભાવની યથાર્થ સાધના કરનારા ભવ્ય છ ત્રીજે ભવે મોક્ષે જાય છે. 6. શ્રી સંતારક પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. 7. શ્રી ગચ્છાચાર પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય ગમને અર્થ સાધુઓને સમુદાય થાય છે. તેમના આચારનું વર્ણન અહીં કર્યું છે, તેથી આનું નામ ગચ્છાચાર પ્રકીર્ણક યથાર્થ છે. આના બનાવનાર શ્રીસ્થવિર ભગવંતે (1) આચાર્ય (2) સાધુઓ (3) સાધ્વીઓ આ ત્રણની બીના શ્રીમહાનિશીથ, બહ-કપ અને વ્યવહારને અનુસારે વર્ણવી છે. એટલે એ ત્રણે છેદ સૂત્રોમાંથી આનો ઉદ્ધાર કર્યો છે. આ પથનાની શરૂઆતમાં પહેલી ગાથામાં પ્રભુશ્રી મહાવીર દેવને