________________ આગમચાર– ઉતરાર્ધ 316 ભયંકર દુ:ખ દેનારા છે, તેમજ સીજાતિ ઘણુ દોષાની ખાણ જેઠી છે, માટે તેની ઉપર મેહ રાખો જ નહિ. આ રીતે વિષય પ્રત્યે વૈરાગ્યભાવને પ્રકરાવનાર હિતોપદેશ દઈને અનુક્રમે સ્ત્રીનાં 93 નામ અને તેની (નારી, મહિલા આદિ નામની) વ્યુત્પત્તિ, તથા સ્ત્રીનું ચરિત્ર તેમજ સ્વરૂપ વૈરાગ્યભાવના પ્રકટાવવાના ઇરાદાથી સ્પષ્ટ જણાવીને ગ્રંથકારે કહ્યું કે જડ જેવા જીવોને હિતોપદેશ દેવા નકામે છે, કારણકે તેમને તેની તલભાર પણ અસર થતી જ નથી. માટે બુદ્ધિશાલી આસન્નસિદ્ધિક ભવ્ય જીએ સમજવું જોઈએ કે મરણાદિનાં દુ:ખોને ભેગવવાના અવસરે પુત્ર શ્રી વગેરે પરિવારમાને કઈ પણ જીવ દુઃખથી બચાવી શક્તા નથી. માણાવસરે પરભવ જાતાં એક ધર્મ જ સાથે આવે છે. ધર્મનું જ શરણ લેવું એ સાચું શરણ છે. તેનાજ પ્રભાવે ઇંદ્રવાહિની ને રાજ્યાદિની ઋદ્ધિ વગેરે તેમજ અંતે મોક્ષના પણ સુખ મળે છે. આ રીતે ગ્રંથકારે ધર્મનું ફલ વગેરે કહીને આ તદુલવૈચારિક પ્રકીર્ણ કને પૂર્ણ કર્યો છે. 5. શ્રીલંદુલવૈચારિક પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો 6. શ્રીસંસ્તારક પ્રકીર્ણકને ટૂંક પરિચય સંતારક એટલે સંથારે, નિર્મલ ચારિત્રાદિના સાધક મુનિવરે પિતાના જ્ઞાનના ઉપયોગથી કે જ્ઞાની ગુરુ મહારાજના કહેવાથી અંત સમય જાણીને અંતકાલે જે વિધિ પૂર્વક જેવી આરાધના કરે તે બીના અહીં વર્ણવી છે, તેથી આ સંસતાક પવને કહેવાય છે. જેમ અહીં અંતિમ કાલની આરાધનાનું વર્ણન કર્યું છે, તેમ ચતુદશરણ, ભક્તપરિજ્ઞા, મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણમાં પણ જુદી જુદી પદ્ધતિએ ટૂંકામાં કે વિસ્તારમાં તેવું જ વર્ણન કર્યું છે. એટલે દશ પનાઓમાં 6 પન્નાઓમાં આરાધનાના અધિકાર (વર્ણન) આવે છે, એમ ખુશીથી કહી શકાય. અહીં શરૂઆતમાં શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને સંસ્કારનું આરાધના સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યું કે આત્માને સારી રીતે તારે એટલે શુકલ ધ્યાન, કેવલજ્ઞાન, મોક્ષ રૂપ લાભ પમાડે તે સંતારક કહેવાય. આ રીતે સંતારકની વ્યાખ્યા જણાવીને શ્રમણપણાની ઉત્કૃષ્ટતા વર્ણવી છે, પછી અનુક્રમે સંસ્મારકનું પરમ મંગલકપણું અને તેને સ્વીકારનારા મુનિવરને આમિક વર્ષોલ્લાસ તથા પરમાર્થ (મોક્ષ)ને લાભ વગેરે બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે સંસ્તારક એ વસુધારા જે ને તીર્થ સ્વરૂપ છે. તથા અહી મોક્ષનો લાભ વગેરે ત્રણ કાર્યો સધાય છે; માટે આ સંસ્તારક (સંચારે કરવા રૂપે કરાતી અંતિમ સમયની આરાધના) તીર્થ સ્વરૂપ કહ્યો છે, તેમજ ખરું રાજ્ય તો મોક્ષનું જે રાજ્ય તે જ છે. નિજ ગુણ રમણતાના અપૂર્વ શાતા આનંદને ભાગવનાર આ સંસ્મારક ભાવમાં