________________ jainology II 315 આગમસાર પડખાભેર વગેરે સ્વરૂપે ગર્ભમાં રહે છે, આ હકીકત અષ્ટ જણાવીને (ગાથાઓમાં) ગર્ભનું સ્વરૂપ, અને જન્મની બીના જણાવતાં કહ્યું કે, પગ વગેરેમાંના કોઈ પણ અવયવથી ગર્ભમાંથી જીવ બહાર નીકળે છે. અને કઈ પાપી જીવની અપેક્ષાએ ગર્ભમાં રહેવાનો કાલ 12 વર્ષને પણ ઘટી શકે છે. એમ પણ મી માથામાં કહ્યું છે. પછી અનુક્રમે બાલદશા વગેરે 10 દશાઓનું, અને આક્ષેપ વગેરે 10 અવસ્થાઓનું સ્વરૂપ કહીને જણાવ્યું કે સુખી જીવે ધર્મની આરાધના કરવી જોઈએ, તેથી વધારે ધર્મની આરાધના દુ:ખી આમાએ દુ:ખ નાશ કરવા માટે અને સુખ પામવા માટે જરૂર કરવી જોઈએ. પુણ્યથી ઉત્તમ જાતિ કુલ વગેરે પ્રાપ્ત થાય છે. પછી ક્રમસર યુગલિયાનું સ્વરૂપ, તેમના સંસ્થાન તથા સંહનન ( સંઘયણ )નું સંસ્થાનાદિન હાનિનું સ્વરૂપ કહ્યું છે. પછી અવસર્પિણના આરાની અપેક્ષાએ તેમજ (100) વર્ષમાં સુગ-અવન-સતુ-માસ-પક્ષ-દિવસ-મુહૂર્ત તથા ઉચ્છવાસની સંખ્યા, તંદુલની સંખ્યા, મગ વગેરેની સંખ્યા અને સમય ઉર્જુવાર -પ્રાણા-સ્તોક-સવ ને મુહૂર્તનું સ્વરૂપ તથા નાલિકા (નળી) ના છિદ્ર અને તેના પાણીનું સ્વરૂપ, તેમજ એક વર્ષના દિવસાદિનું પ્રમાણ સ્પષ્ટ સમજાવીને મનુષ્યાદિના સંપૂર્ણ આયુષ્યમાં નિદ્રાદિના વિભાગના જણાવ્યા છે. એટલે જિંદગીને કેટલા કેટલા ભાગ નિદ્રામાં, બાલ્યાવસ્થામાં તથા જુવાનીમાં, તેમજ ઘડપણમાં જાય છે, તે જણાવી હિતોપદેશ આપ્યો કે ધર્મારાધનને કાલ બહુ જ ઘોડે રહે છે. માટે પ્રમાદને ત્યાગ કરી પરમ ઉલાસથી શ્રીજિન ધર્મની સરિકી આરાધના કરી મુક્તિનાં અવ્યાબાધ સુખ મેળવવા, એમાં જ માનવ જીવનની સાચી સાર્થકતા રહેલી છે. ધમાધનની ઉત્તમ તક ગુમાવનારા જીવને અંતે જરૂર પશ્ચાત્તાપ થાય છે. આ પ્રસંગે આત્મજ્ઞાનનો ઉપદેશ દઈને કહ્યું કે આયુષ્ય વગેરે નદીના પાણીના વિગ વગેરેની જેવા છે, ને સંસારરૂપી સમુદ્રમાં જન્મ, જરા મરણરૂપી પાણી ઠસેકસ ભરેલું છે. આ રીતે કહીને યુગલિક પુરુષાદિના પૃષ્ઠ કડક (માટી પાંસળીઓ) વગેરેના પ્રમાણાદિની બીના અને અધામિની (શરીરના નીચેના ભાગ તરફ જનારી) શિરા (નસ)ની બીના, તથા પિત્તાદિને ધારણ કરનારી શિરાઓ (ન)ની ભીના, તેમજ શરીરમાં રહેલા લોહી શુક્રાદિની બીના અનુક્રમે વિસ્તારથી સમજાવી છે, પછી વૈરાગ્યનો ઉપદેશ દેતાં જણાવ્યું છે કે મૂઢ આત્માઓ અજ્ઞાન અને મેહને વશ થઈને જ સીના દેહને સુંદર માને છે. પણ તેઓએ સમજવું જોઈએ કે જે સ્ત્રીના શરીરની અંદરનો માંસાદિ ભાગ બહાર આવે, અને ચામડીને ભાગ અંદર જાય, તે જરૂર તે જોઈને તિરસ્કાર થયા વિના રહે જ નહિ, સમજુ આત્માને તે જરૂર વૈરાગ્ય થાય જ. કારણ કે, તે તે સમજે છે કે શરીર તો મધમવા અશુચિ પદાર્થોથી ભરેલું અપવિત્ર જ છે. ફકત ચામડી, લુગડાં, ઘરેણાં વગેરેથી જ તેની ક્ષણિક (થોડી વાર રહે તેવી) સુંદરતા જણાય છે. માટે હે જીવ! તારે વૈરાગ્ય ભાવમાં રહેવું, એ જ પરમ શ્રેયસ્કર છે. તથા વિષયો કિંયાક ફલની જેવા