________________ jainology II 313 આગમસાર કારની ઉપર થયેલા મોહથી તે પૂર્વનને દઈને બદલામાં કાચને ગ્રહણ કરે, તો તે મૂખ જ ગણાય. એમ કાચ જેવા રાગ મહાદિની જાલમાં ફસાઈને વૈર્ય રનના જેવી મિક્ષ માર્ગની આરાધનાને હારી જનારો જીવ જરૂર મૂખ જ ગણાય. હેજિનેશ્વર દેવા તમારા પ્રસાદથી મારાં દુ:ખના ને કર્મોનો ક્ષય થાઓ, આવી જે માગણે તે નિથાણું ન કહેવાય, જે દાનાદિ દોને છડે, તે મોક્ષનો સાધક આત્મા જાણ. અને ઇંદ્ધિના શબ્દાદિ વિષયમાં આસકિત ભાવને ધારણ કરનારા સંસારમાં ભમે છે, તથા પિતાનાં હાડકાંને ચાટવા જેવા વિષયો છે. તેમજ સંગ એ પરિશ્રમનું કારણ છે, કેળની અંદરના ગર્ભ (વચલા ભાગ)ની જેવા સાર વિનાના વિષય છે. આ પ્રસંગે પાંચ દાતા જણાવ્યા છે. પછી જણાવ્યું કે ઈંદ્રિયાને વશ કરવી, મેક્ષ માર્ગની આરાધના કરવી, કષાયોને તજવાથી સુખ મળે, ને કપાય કરવાથી દુ:ખ મળે. અહીં નંદ અને પરશુરામાદિના દષ્ટાંત દીવ્યા છે. આ બીના સાંભળીને અનશન કરનાર જીવ ગુરુને કહે છે કે આવી હિતશિક્ષા મને વારંવાર સાંભળવાનો અવસર મળજો, પછી કહ્યું કે પરીષહાદિના અવસરે કરેલી અનશનની પ્રતિજ્ઞા સંભારીને મન સ્થિર રાખવું. આ રીતે વર્તવાથી અવંતી સુકમાલ મુનિરાજ આરાધક થઈ સગતિને પામ્યા. અનશન ભાવમાં રહેલા છે વિચારવું જોઈએ કે સંસાર અસાર છે. ધર્મરૂપી વહાણ મહદુર્લભ છે. અને તે ચિંતાણ વગેરેની જેવું અપૂર્વ (પ્રભાવશાલી) છે. આ રીતે વિચારવું, ને અંત સમય સુધી નવકાર મંત્રનું સ્મરણ કરવું. આ પ્રમાણે વર્તનાર છે જઘન્યથી સૌધર્મ દેવલાકે અને ઉત્કૃષ્ટથી અમ્મત લેવલેકે અથવા સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થાય છે, શ્રી ભક્તપરિક્ષા પયનાનો ટૂંક પરિચય પૂરો થયો 5. શ્રી નંદુલ વૈચારિક પનાને ટ્રેક પરિચય અહીં કર્તાએ તંદુલ (ચોખા)ની 460 કરોડ અને 80 લાખ સંખ્યા જણાવીને વિરાગ્યાદિનો ઉપદેશ આપ્યો છે, તેથી આનું નામ “નંદુલચારિક પ્રકીર્ણક યથાર્થ (મામને અનુસારે થતા અથવાળું) જ છે. ટૂંકામાં એમ પણ જરૂર કહી શકાય કે તંદલોના વિચારવાળા જે પયને, તે તંદુલવૈચારિક પ્રકીર્ણક કહેવાય. આની ગારચના અને પદ્યરચના બહુ જ સુંદર છે. એમાં વિશિષ્ટ શબ્દ રચના સાથે અથની સંકલના પણ પ્રૌઢ જ છે, એથી આની પ્રાચીનતા સાબિત થાય છે. તેમજ પાએલી શ્રી કાલિક ચૂણિ (પાનું પાંચમું) વગેરે શાસ્ત્રોમાં આનું નામ જણાવ્યું છે, તેથી પણ સાબિત થાય છે કે દશ વૈકાલિક ચૂર્ણિકારના સમયની પહેલાં જ આ પ્રકણિકના રચનાર મહાસમર્થ પ્રતિભાશાલી ગીતાર્થ શ્રીસ્થવિર ભગવંત થયા છે. આનો મુખ્ય