SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 811 આગમસાર ચિત્તની સમાધિ (સ્વસ્થતા) ને ટકાવનારું સમાધિયાન છે; એ મુદ્દો યાદ રાખો જોઈએ. આ હકીકત સ્પષ્ટ જણાવ્યા બાદ શ્રી સંઘને અનશનની વાત જણાવવાની અને ઉપદ્રવને દૂર કરવા કાસગ (કાઉસગ્ગ) કરવાની બીના, તથા આહારને તજવાની બીનાં સ્પષ્ટ સમજાવી છે. પછી અનશન કરનાર જીવ વંદન કરીને સંઘને અને આચાર્યાદિને ખભા, તથા પોતાના અપરાધોને પણ શુદ્ધભાવે ખમાવે. આ રીતે કરવાથી જેમ મૃગાવતી સાધ્વીનાં પાપકર્મો નાશ પામ્યાં, તેમ અનશન કરનાર જો પાપકર્મોનો ક્ષય કરે છે. પછી અનશની જીવને ગુરુ મહારાજે આપેલી હિતશિક્ષાનું વર્ણન કરતાં અંતે જણાવે છે કે મિથ્યાત્વનો નાશ કરે, સમ્યકત્વને ટકાવનારી ને નિર્મલ કરનારી ભાવતા ભાવવી, શ્રીવીતરાગ દેવની ભકિત ને ભાવભકિત કરી, નવકાર મંત્રનું સ્મરણ કરવું, સ્વાધ્યાય કરે, વ્રતાદિને સાચવવાં, ત્રણ શયનો તથા ચાર કષાયોનો ત્યાગ કરે, ઇન્દ્રિયોને વશ કરવી, જેમ ઝાંઝવાનું પાણી તરસ છીપાવતું નથી, તેમ અધર્મ કરવાથી (ધર્મવિરુદ્ધ વર્તવાથી) સુખ મળે જ નહિ, અગ્નિ વગેરેથી પણ વધારે દુ:ખ દેનારું મિથ્યાત્વ છે. સાધુની ઉપર દ્વેષ રાખનારા છ દત્તની માફક દુ:ખી થાય છે, સમ્યકત્વથી જ જ્ઞાના િટકે છે, શ્રીજનશાસનની ઉપર દા રંગ ધારણ કરો. સમ્યકત્વથી ભવભ્રમણ ટળે. ને મોક્ષ મળે. અરિહંતાહિની ભક્તિથી દુર્ગતિનાં દુઃખ ટળે, ને મોક્ષનાં સુખ મળે છે, ભકિત સિવાય મુકિત મળે જ નહિ. જેમ ખારી ભૂમિમાં ડાંગરનું વાવવું (ઉગાડવું), બીજ વાવ્યા વિના ધાન્યની ચાહના, વાદળાં વિના વષદની ચાહના, આ બધાં કાર્યો નકામાં છે, તેમ ભક્તિ કર્યા વિના મુકતની ચાહના પણ નકામી છે. આ પ્રસંગે મણિકારનું દૃષ્ટાંત કહ્યું છે. આ બધી બીના કહીને હિતશિક્ષાના પ્રસંગે નવકારનો પ્રભાવે જણાવ્યું કે તે (નવકાર) સંસારનો ક્ષય કરનાર છે. અહીં મેહ (હાથીના માત)નું દષ્ટાંત જણાવ્યું છે. પછી કહ્યું કે આરાધના એ હાથા જેવી (કઠેડા જેવી) અને સુગતિના માર્ગમાં રથ જેવી છે. અને શાન એ મન રૂપી પિશાચને વશ કરનારું છે. તેમજ યુવરાજર્ષિ અને ચિલાતિ પુત્રના દષ્ટ જ્ઞાનથી વિનાદિનો નાશ થાય છે અને સદ્ગતિનાં સુખ મળે છે. પછી અનુક્રમે ટેકામાં હિંસાદિ પાંચ દાનાં કડવાં ફલ વગેરે કહીને અહિંસા વગેરે પાંચ ગુણોના શુભ ફલાદ જણાવીને હિતશિક્ષા કરમાવી છે કે હિંસા, જૂઠ, ચારી, મિથુન ને પરિગ્રહનો ત્યાગ કરીને અહિંસા, સત્ય, ચેરીનો ત્યાગ, બ્રહ્મચર્ય ને સંતોષ ગુણોને ધારણ કરવાથી જરૂર મુકિતનાં સુખો મળે છે. અહિંસાદ પાંચ ગુણના ઉપદેશનું રહસ્ય ઢંકામાં હિતશિક્ષા રૂપ આ પ્રમાણે જાણવું- 1. કઈ પણ જીવને હણ નહો, 2, પિતાની જેવા બીજા છેવોને ગણીને કોઈની પણ લગાર પણ આંતરડી દુ:ખાય, તે રીતે પરિતાપના વધ વગેરે કરવા જ નહિ. કારણ કે કોઈને પણ દુખ ગમતું જ નથી, બધા જીવો સુખને ચાહે છે. માટે દયા જેવો
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy