SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 310 ભાવે સહન કરજે, આ બધી બીના વિસ્તારથી સમજાવીને અંતે જઘન્ય આરાધનાનું, મધ્યમ આરાધનાનું ને ઉત્કૃષ્ટ આરાધનાનું ફલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે, શ્રી મહાપ્રત્યાખ્યાન પન્નાને ટૂંક પરિચય પૂરો થયે. શ્રી ભક્તપરિણા પનાને ટ્રેક પરિચય અહીં અંતકાલ ગીતાર્થ ગુરુ મહારાજ લાયક છવને આહારના પચકખાણ કઈ રીતે કરાવે? આ બીના વિસ્તારથી સમજાવી છે, તેથી આનું યથાર્થ નામ ભક્ત પરિજ્ઞા સુપ્રસિદ્ધ છે. આના બનાવનાર શ્રી વીરભદ્રગણિ મહારાજે શરૂઆતમાં વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીર દેવને નમસ્કાર કરીને શ્રી જિનશાસનની સ્તુતિ કરી છે. પછી કહ્યું છે કે જે મેક્ષનું સુખ તે જ ખરું સુખ છે, ને સંસારનું સુખ અસ્થિર છે, દુર્ગતિના દુઃખ દેનારું છે, તથા શ્રી જિનાજ્ઞાને આરાધતાં મુક્તિના શાવતા સુખે જરૂર મળે છે, તેમજ અભ્યuત મરણના 1, ભક્તપરિણા; , ઇંગિની મરણ, 3, પાદપાપગમ મરણ એમ ત્રણ ભેદ કહ્યા છે. આ પ્રસંગે ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને ભક્તપણિજ્ઞાને લાયક છવની બીના જણાવી છે, પછી સંસારની વિષમતા સમજાવીને અનશનને સ્વીકારવાની ઈચ્છાવાળા મુનિને કરવા લાયક વિધિ જણાવતાં કહ્યું કે તે મુનિ જ્યારે ગીતાર્થ ગુરુ મહારાજને વંદન કરી અનશનની વિધિ કરવા માટે વિનંતિ કરે, તે અવસરે ગુરુ મહારાજ તેને વંદનાદિ વિધિ કરાવે, ને તેણે કહેલા રોષને અંગે પ્રાયશ્ચિત્તાદિ જણાવીને વિશેષ શુદ્ધિને માટે પાંચ મહાવ્રત ઉશ્ચરાવે. ને ખમતખામણાં કરાવી હિતશિક્ષા પ્રદાન, કાસદ સંપૂર્ણ ક્રિયા કરાવે. આ રીતે મુનિને કરવા લાયક અનશનને વિધિ સમજાવી દેશવિરતિ શ્રાવકને ઉદેશીને જણાવ્યું કે વ્રતધારી શ્રાવકને અંતકાલ આણવતે ઉચ્ચરાવવા તે શ્રાવક સાત ક્ષેત્રમાં ધનનો સદુપયોગ કરી અનુકૂળતા હોય તે સંથારા દીક્ષાને પણ આચાર્યાદિ ગુરુમહારાજની પાસે સ્વીકારી અનશન સ્વીકારે. કાલદેષાદિ કારણે આ વિધ પ્રચલિત નથી, પછી અનુક્રમે ચરમ પ્રત્યાખ્યાનની ને ભક્તપરિણાને અંગીકાર કરવાની બીના, ક્ષેત્રની પ્રતિલેખનાની, તેમજ વિવિધ આહારના પ્રત્યાખ્યાનની હકીકત વગેરે બીના જણાવીને
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy