________________ jainology II 309 આગમસાર થયેલી ભૂલે ગીતા શ્રીગુરુમહારાજને જણાવીએ ને પ્રાયશ્ચિત્ત કરી આ માને એ ખે કરીએ, તે કામ જ દુષ્કર છે. આ રીતે કરવામાં જ ખરી કુશલતા (હોંશિયારી, બહાદુરી) સમાયેલી છે. આવી ખામણની હકીકત જણાવીને કહ્યું કે મુનિએ બાલકના જેવા સરલ થવું જોઈએ કારણ કે માલતુષમુનિ, અતિમુક્તમુનિ વગેરેની માફક સરલતા ગુણને ધારણ કરનારા પુણ્યશાલી જીવો નિર્વાણપદને જરૂર પામે છે. આ હકીકત સ્પષ્ટ જણાવીને મનમાં ભાવશલ્યને રાખનાર જીવોને થતા ગેરલાભ જણાવીને કહ્યું કે આલોચનાદિનું ફલ કર્મોની ઓછાશ છે, એમ સમજીને જે ભૂલ જે રીતે થઈ હોય, તે રીતે કહેવી જોઈએ, ને ગુરુ મહારાજના કહ્યા પ્રમાણે જરૂર પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આ હકીકત જણાવીને કહ્યું છે કે આરંભાદિના પચ્ચખાણ કરવા, પછી પાલનવિશુદ્ધતું, તે ભાવવિશુદ્ધનું સ્વરૂપ અને કાકાશના દરેક પ્રદેશે અને દરેક નિમાં થયેલા જન્માદિની બીના કહી છે. પછી હિતશિક્ષા આપી છે કે આ જીવ અનાદિ સંસારમાં ઘણી વાર બાલમરણે મરણ પામ્યો, ને માતાપતા વગેરે સંબંધ પણ ઘણાં થયા, તથા જીવ એક જ કર્મ કરે છે, ને તેના ફલ પણ તે જીવ એક્લો જ ભેગવે છે. માટે સમભાવે રહેવું જોઈએ. પછી અનુક્રમે પંડિત મરણના વિધિ અને ફલ જણાવીને કહ્યું કે ઘણુ કામોગાદિના સુખેથી પણ જીવને સંતોષ થતો નથી, અને સંસારમાં સ્ત્રીપુત્રાદિમાંના ઈ મેઈનું રક્ષણ કરવા સમર્થ નથી. પછી મુક્તિનાં કારણે અને મહાવતને આપ (ઉચ્ચાર) કરવાને વિધિ, તથા ક્રોધ કલહાદિને તજવાની તેમજ ઇંદ્રિયોને વશ કરવાની હકીકત કહીને આઠ પ્રવચન માતાને પાલવાને અને તપશ્ચર્યા રૂપી વહાણને ધારણ કરવાના હિતોપદેશ આપે છે. પછી જણાવ્યું કે અંતિમ આરાધના પર્વતની ગુફા વગેરે સ્થાને પણ થઈ શકે છે, તે સાધુ સમુદાયરૂપ ગરછમાં પણ થઈ શકે છે. તપથી કર્મોનો નાશ થાય છે. તથા પંડિત મરણથી જન્મ-મરણનો અંત (ખેડા) જરૂર આવે છે. તે પંડિત મરણમાં અનશનાદિ વિધિ જરૂર કરે ઈ એ. શરમ અભિમાન વગેરે કારણથી જેઓ આલેચના ન કરે, તેઓ આરાધક થતા નથી. આ બધી હકીકત વિસ્તારથી જણાવીને કહ્યું કે આરાધના આત્મહિત સાધવામાં અપૂર્વ મદદગાર છે, સંવર રૂપી અગ્નિ કર્મરૂપી લાકડાંને બાળે છે. તથા જ્ઞાની આત્મા ચારિત્રાદિની આરાધના કરતાં થોડા કાલમાં ઘણાં કર્મો ખપાવે છે. અજ્ઞાની છવ તેવું કામ કરી શકતો નથી. તેમજ અંત કાલે નમસ્કારાદિનું એક પલ ગણવાથી કે ઉપગપૂર્વક સાંભળવાથી મરણ સુધરે છે. વળી શ્રી જિનધર્મ તમામ નું હિત કરે છે, અને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહામંગલરૂપ છે. તથા અંતકાલની તીવ્ર વેદના ભોગવવાના અવસરે વિચારવું કે “હે જીવ! નરકની તીવ્ર વેદનાની આગળ આ વેદના થા હિસાબમાં છે? અર્થાત બહુજ થાડી છે. તું મૂંઝાયા વગર સમતા