________________ આગમચાર– ઉતરાર્ધ 308 3. ત્રીજા મહાપ્રત્યાખ્યાન પયન્નાને રંક પરિચય અહી આઉર પચ્ચખાણમાં જણાવેલી પણ ઘણી બીના સંપાદિ રૂપે વર્ણવી છે, દેશવિરતિવાળા ભવ્યને અંતિમારાધના કરાવવાને વિધિ વગેરે બીના આતુર પ્રત્યાખ્યાન પવન્નામાં કહી છે. અને આ મહાપ્રત્યાખ્યાન પવન્નામાં સાધુની અંત સમયની હકીકત વિસ્તારથી જણાવી છે, ને તે પ્રસંગને અનુસારે બીજી પણ બીના કહી છે. આ કારણથી આનું મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક નામ સુપ્રસિદ્ધ છે. અહી શરૂઆતમાં તીર્થકર વગેરેને નમસ્કાર કરીને અનુક્રમે સમ્યકત્વ પાપનું પ્રત્યાખ્યાન, દુકૃતની નિદા, સામાયિકના પાકને ઉચ્ચાર, ઉપાધિ વગેરેને અને રાગાદિને ત્યાગ. સર્વ જીવોને ખામણાં, નિંદવા લાયક અઢાર પાપસ્થાન વગેરેની નિંદા, ગહ, આત્મસ્વરૂપની અને આત્માના એકવાદિની, ભાવના ' સંગના પાપે જ ઘણીવાર દુઃખનું જોગવવું, તેમજ અસંયમ મિથ્યાવાદિનોજ્ઞપરિજ્ઞાએ બધ મેળવી પ્રત્યાખ્યાનપરિજ્ઞાએ (ડવાની બુદ્ધિએ) ત્યાગ કરવા. કોઈએ આપણા ગુનહા કર્યા હોય તે અને આપણે કેઈના ગુનેગાર થયા હોઈએ, તે બીજા (આપણા ગુનેગાર) જે આપણને ખમાવે, અને આપણે તેમને શુદ્ધ ભાવથી ખમાવવા, ખમવું અને ખમાવવું, એ અવિચિછન પ્રભાવશાલી વિકાલા બાધિત શ્રી જૈનેન્દ્રશાસનની શાશ્વતી મર્યાદા છે. આ બધી હકીકત જણાવતાં હિતશિક્ષા ફરમાવી છે કે પાપ કરવું એ દુષ્કર નથી, કારણકે અનાદિ કાલથી સંસારી જીવોને પાપ કરવાના નીચ સંસ્કાર પડેલા જ હોય છે, તેથી તેઓ રાગાદિમાંના કોઈ પણ કારણથી પાપકર્મને (અઢાર પાપસ્થાનકેમાંના કેઈ પણ પાપસ્થાનકને) સેવે છે. ત્યારે દુષ્કર કાર્ય કર્યું સમજવું? આ પ્રશ્નને ઉત્તર એ છે કે “કરેલાં પા ગુણવંત ગુરુ મહારાજની પાસે નિર્મલ ભાવથી જણાવીને તેમના કહ્યા મુજબ પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્માને નિર્મલ બનાવ.આ કામ બહુજ દુષ્કર છે. મેં પાપ કર્યું છે, અથવા હે ગુરુ મહારાજ ! મારાથી આ પાપ અજાણતાં થઈ ગયું છે, મારે શું થશે? હવે આપ કૃપા કરીને તે પાપની શુદ્ધિ થાય, તે ઉપાય બતાવો ? આ પ્રમાણે હૃદયના બળાપાથી ગુરુ મહારાજને કરેલી ભૂલે જે જણાવવી તે આલોચના કહેવાય. આવી આલોચના કરવી, તે જ કામ દુષ્કર છે. આ બાબત શ્રીનિશીયસત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે: "तं न दुक्करं जं पडिसेबिज्जई, तं दुक्करं जं सम्ममालोइज्जा" ( तन्न दुष्करं यत्प्रतिषेव्यते, तद् दुष्करं यत्सम्यगालोच्यते). અર્થઆપણાથી જે પાપ કરાય, તે કંઈ દુષ્કર કામ નથી એટલે પાપ કરવું, એ કંઈ બહાદુરીનું કામ નથી, પણ આપણે જે નિમલ ભાવથી અજ્ઞાનાદિ કારણે 1. આ ભાવના આતુર પ્રત્યાખ્યાન પનાના રંક પરિચયમાં જણાવી છે.