________________ jainology II 307 આગમસાર કહ્યું કે જેમ બાલક સરલતાથી બાપની આગળ બેલે, તેવી રીતે આલોચના કરનાર ભવ્ય જીવે શ્રીગુરુ મહારાજની આગળ મૂલાની આલોચના કરવી જોઈએ. આ પ્રસંગે આચના કરનાર જીવના અને જેની પાસે આવેચના કરવી જોઈએ તે ગુરુ મહારાજના ગુણે જણાવ્યા છે, પછી અનુક્રમે ગુરુ આદિની બાબતમાં અકૃતજ્ઞતા થઈ હોય તેને ખમાવવાને વિધિ, અને મરણના ત્રણ ભેદ, તે દરેકનું સ્વરૂપ તથા અનારાધક (વિરાધક) છાનું સ્વરૂપ તેમજ વિરાધક જીવોનું કાંદપિક દેવાદ (હલકી જાતિના દેવ) સ્વરૂપે ઉપજવું, અને દુર્લભધિ નું', તથા અનંતસંસારી છાનું તેમજ પત્તિ સંસારી છેવનું લક્ષણ સરલ પદ્ધતિએ જણાવીને કહ્યું કે- જે જિનેશ્વરદેવના વચનાને જાણતા નથી તેમનું જે મરણ તે બાલમરણ કહેવાય, અંત સમયે જે અશાતા વેદનીય કર્મના ઉદયે તીવ્ર વેદના ભોગવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય, તે તે ટાઈમે ગભરાવું નહિ, હૈયે રાખી સમતા ભાવે તે કમજન્ય વેદના સહન કરવી, હાયવોય કરવાથી વેદના ઓછી થતી નથી ને બીજા ચીકણુ અશુભ કર્મો બંધાય છે. માટે આત્મસ્વરૂપની ચિંતવના કરતા જરૂર વેદના ઓછી થાય છે. જેમ સમુદ્ર નદીઓના પાણીથી ધરાતો નથી, તેમ આસક્ત આત્મા ઘણું કામગ ઘણીવાર ભેગવે, તો પણ ધરાતો નથી (તેષ પામતો નથી. માટે જે કામગનો સંક૯પ પણ કરતા નથી, તે જ મહાપુરુષો ધન્ય કહેવાય. એમ વિચારીને વિષય કયાયને ત્યાગ કરવાનું જણાવીને કહ્યું કે મરણથી ડરવું નહિ, ધીર જેનું ને સુશીલ જીવનું જ મરણ શ્રેષ્ઠ ગણાય છે, તથા નિષ્કષાય (કલાવ હિત) વગેરે ગુણવંત છ જ પ્રત્યાખ્યાનનું પૂર્ણ ફલ પામી શકે છે. તેમજ છેવટે આતુર પ્રત્યાખ્યાનનું ફળ કહ્યું છે. અહીં પહેલી નવ ગાથાઓમાં બાલંડિત મરણ (દેશવિરતિ )નું સ્વરૂપ જણાવીને પંડિત મરણની બીના વર્ણવી છે. આનું મૂલ સ્થાન શ્રીભગવતીસૂત્રના ૧૩મા શતકને મા ઉદેશ વિગેરે છે. કારણ કે તેમાં મરણના ભેદોનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તથા દિગંબર મતને મૂલાચાર ગ્રંથ જોતાં જણાય છે કે, તેના કર્તાએ આ પયનાની ઘણી ગાથાઓ (પ૯ ગાથાઓ ) લીધી છે. જેમ અહી આરાધનાની બીના જણાવી છે, તેમ બીજા ભકતપરિજ્ઞા, મહાપ્રત્યાખ્યાન, અને મરણસમાધિ પન્નામાં પણ તેવી જ બના (આરાધનાની બીના) જુદી જુદી પદ્ધતિએ ટૂંકમાં કે વિસ્તારથી જણાવી છે. તથા દ્વાદશાંગ આદિમાં જે જે વિવક્ષિત બીના સંક્ષિપ્ત જણાઈ. તે અમુક અમુક બીનાનો વિસ્તાર પચના ગ્ર માં તેના કર્તાએ કર્યો છે. એ હકીકત પણ પન્નાને વિચાર કરતાં જણાય છે. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકને ટૂંક પરિચય પૂરા થયા