________________ આગમચાર– ઉતરાર્ધ 306 છે. અહીં શરૂઆતમાં બાલ-પંડિતમરણની વ્યાખ્યા આ રીતે જણાવી છે; - દેશવિરતિ, પણમાં જે મરણ થાવ તે બાલ-પંડિતમરણ કહેવાય. અહીં અવરતિની અપેક્ષાએ બાલ કહેવાય, ને વિતિગુણ ધારણ કરે, તે અપેક્ષાએ તે પંડિત, અને જેટલે અંશે વિરતિગુણ ધારણ ન કરી શકે, તેટલા અંશે તે બાલ કહેવાય. આ રીતે બાલ–પંડિત શબ્દથી દેશવિરતિવાળા જીવ સમજવાનો છે. આ બાલ-પંડિતનું જે મરણ તે બાલપંડિત મરણ કહેવાય, આ રીતે બાલપંડિત મરણનું લક્ષણ જણાવીને અનુક્રમે રેશવિરતિનું લક્ષણ અને અણુવ્રતાદિ બાર વતા, બાલપંડિત મરણના અંધકારમાં અચાનક મરણ વગેરે પ્રસંગે બાલપંડિત મરણને વિધિ, અને તેમાં ભક્તપરિસા નામના પન્નામાં કહેલી બીના સમજી લેવાની ભલામણ, તથા બાલપંડિત મરણનું વૈમાનિક દેવરવાદ ફલ જણાવીને કહ્યું કે સર્વવિરતિના ધારક મુનિવરે સમાધિ મરણનો વિધિ જાળવીને જે મરણ પામે તે પંડિત મરણ કહેવાય, આ પ્રસંગે અજ્ઞાન અસવમાદિ દોષને તજવાનું ને શુભ ધ્યાનાદિ ગુણેને ધારણ કરવાનું જણાવ્યું છે. પછી શ્રીવર્ધમાનપ્રભુ અને ગણધરોને નમસ્કાર કરીને જણાવ્યું છે કે આરંભાદિના પચ્ચખાણ કરવા, સર્વ જેની ઉપર મારે સમભાવ છે, કોઈની સાથે વેર ઝેર છે જ નહિ, હું હવેથી ધનાદની આશાનો ત્યાગ કરું છું, ને હું સમાધિમાં રહીને આહાર, સંs, ગરવ, કપાય, ને મમતાને ત્યાગ કરું છું, સર્વ કોને ખમાવું છું, હવે હું સાકાર (આગાવાળું) પ્રત્યાખ્યાન કરું છું. અહીં આ બીના વિસ્તારથી સમજાવીને સિદ્ધોને નમસ્કાર કરવાનું જણાવ્યું છે. પછી દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કરવી, નવા પાપ કરવાનાં ચખાણ કરવા, અને અંત સમયે સંથારે કરવા પૂર્વક સામયિકને પાઠ ઉચરવો, ઉપાધિ શરીરાદિને વિસરાવવા, ને સમતા ભાવમાં રહીને રાગાદિનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં રહેવું. આ હકીકત ક્રમસર સ્પષ્ટ જણાવીને આતુરાત્મા (રોગ ગ્રસ્ત છે)ને ભાવવા લાયક ભાવના જણાવી છે. તેને સાર ટૂંકામાં આ પ્રમાણે જાણે-“મારે આત્મા જ્ઞાન-દર્શનચારિત્ર ગુણમય છે, તે શાશ્વત છે, મારા જ્ઞાનાદિ ગુણે સિવાયના સ્ત્રી કુટુંબ દોલત વગેરે તમામ પદાર્થો બહુ ભાવે છે. એટલે ખરી રીતે તે મારા છે જ નહિ, ફક્ત મિહને લઈને જ હું માની રહ્યો છું કે “એ પદાર્થો મારે છે. - સંગ છે સ્વરૂપ જેમનું એવા તે પદાર્થોની મમતાને લઈને જ અનાદિ સંસારમાં મેં ઘણીવાર ઉપરાઉપરી વિવિધ પ્રકારના દુ:ખે ભેગવ્યા છે. હવે હું તે બધા પદાર્થોના મહને ત્યાગ કરું છું. હું એક જ છું, મારું કોઈ નથી, ને હું પણ કોઈનો નથી. મારા તારાની ભાવના એ મહના જ ચાળા છે. " આ રીતે ભાવના ભાવીને જે જે મૂલ ગુણોની અને જે જે ઉત્તર ગુણાની આરાધના કરવી રહી ગઈ હોય, અથવા પ્રમાદથી ન કરી હોય, તે તે મૂત્તર ગુણોની બાબતમાં આલેચના કરીને ભય મર સંજ્ઞાદિની નિંદા ગાદિ કરવી. એમ જણાવીને